Home /News /entertainment /સિદ્ધાર્થ શુક્લાની ફેન બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવી, ડૉક્ટરે કહ્યું, 'તેનાં માટે પ્રાર્થના કરો'
સિદ્ધાર્થ શુક્લાની ફેન બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવી, ડૉક્ટરે કહ્યું, 'તેનાં માટે પ્રાર્થના કરો'
સિદ્ધાર્થ શુક્લાની ફેન થઇ બેભાન
RIP Sidharth Shukla:આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થનાં જવાથી સિદ્ધાર્થ અને શહનાઝનાં ફેન્સનું દિલ તુટી ગયુ છે. અને તેઓ હજું આઘાતમાં છે. ત્યારે સિદ્ધાર્થની માતા, બહેનો અને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ શહનાઝ ગિલની શું સ્થિતિ હશે તે વિશે વિચારવું પણ અઘરું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લાનાં નિધનથી (RIP Sidharth Shukla) તેનો પરિવાર અને પ્રિયજનો જ ફક્ત આઘાતમાં નથી પણ તેની ફેન ફોલોઇંગને પણ આ વાત પચાવવી અઘરી છે. સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદ તેનાં મિત્રો તેનાં માટે પોસ્ટ શેર કરી (Sidharth Shukla Fans) રહ્યાં છે. તેનાં પરિજનોને મજબૂત રહેવાની સલાહ આપી રહ્યાં છે. અને તેમની પ્રાર્થનાઓમાં પણ સિદ્ધાર્થાં પરિજનો માટે શક્તિ માંગી રહ્યાં છે.
આ તમામની વચ્ચે સિદ્ધાર્થ અને શહનાઝનાં (Shehnaaz Gill) ફેન્સ પણ છે જેઓ સિદ્ધાર્થનાં જવાનું દુખ સહન નથી કરી શકતાં. હાલમાં જ સિદ્ધાર્થની એક ફિમેલ ફેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અને આ મામલે ડોક્ટર જયેશ ઠાકરે ટ્વિટ કરીને માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, સિદ્ધાર્થ શુક્લાની એક ફિમેલ ફેન બાથરૂમમાં બેભાન થઇ ગઇ હતી. અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરનું કહેવું છે કે, આ પરિસ્થિતમાં તમારા પરિવાર, મિત્રો સાથે વાત ચિત કરો. એકલા ન રહો. પોતાનું ધ્યાન રાખો. તેને તમારી પ્રાર્થનામાં યાદ રાખજો.
આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થનાં જવાથી સિદ્ધાર્થ અને શહનાઝનાં ફેન્સનું દિલ તુટી ગયુ છે. અને તેઓ હજું આઘાતમાં છે. ત્યારે સિદ્ધાર્થની માતા, બહેનો અને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ શહનાઝ ગિલની શું સ્થિતિ હશે તે વિશે વિચારવું પણ અઘરું છે.
શહનાઝ પણ આઘાતમાં- સિદ્ધાર્થનાં અંતિમ દર્શન માટે આવેલી શહનાઝની તસવીરો પણ જોઇને ફેન્સ તુટી ગયા હતાં. શહનાઝ ખુદ આધાતમાં છે. તે તદ્દન તુટી ગઇ છે. તેની તસવીરો જોઇને ફેન્સ દુખી થઇ ગયા છે. સ્મશાન ભૂમિ પર હાજર સેલિબ્રિટીઝે શહનાઝ અને સિદ્ધાર્થની માતા રિતાની સ્થિતિ વર્ણવી હતી. સૌ કોઇ કહેતા હતાં કે શહનાઝનો રડી રડીને ખરાબ હાલ છે. તે પોતાને સંભાળી શકતી નથી. તે સ્મશાન ભૂમિ પર પણ વાંરવાર સિદ્ધાર્થ.. સિદ્ધાર્થનું નામ લેતી હતી... તે તેનાં પગ પાસે જ બેસી રહી હતી.
સિદ્ધાર્થની માતા અને બહેનો પણ આઘાતમાં- સિદ્ધાર્થની માતાએ તેનો યુવાન દીકરો ગુમાવ્યો છે. એક યુવાન દીકરો ગુમાવવાનું દુખ શું હોય છે તે વર્ણવું સહેલું નથી. તો બહેનોએ તેમનો એકનો એક ભાઇ ગુમાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર