મુંબઈ : ટીવી એક્ટર અને બિગ બોસ 13 ના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું (Siddharth Shukla Death) હાર્ટ એટેકથી નિધન થઇ ગયું છે. સોમવારે મોડી રાત્રે તેનું હાર્ટ અટેકથી નિધન થઇ ગયુ છે. તે માત્ર 40 વર્ષનો હતો. (Siddharth Shukla Age) તે હાલમાં જ બિગ બોસ OTT અને ડાન્સ દિવાને 3માં તેની કહેવાતી ગર્લફ્રેન્ડ શહેનાઝ ગીલ સાથે નજર આવ્યો હતો. તે ટીવીની દુનિયાનો ઘણો જ લોકપ્રિય ચહેરો હતો. છેલ્લે તે એકતા કપૂરની પોપ્યુલર વેબ સિરીઝ 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3' માં નજર આવ્યો હતો.
યુવતી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી
સિદ્ધાર્થ શુકલાના મોતના સમાચાર સાંભળી એક યુવતી ધ્રૂસકે-ધ્રૂસકે રડતી જોવા મળી રહી છે. વીડિયોમાં દેખાય છે કે યુવતી સતત રડી રહી છે અને તે માનવા તૈયાર નથી કે તેના સિદ્ધાર્થ રહ્યો નથી. તે તેનો પોતાનો મેન્ટર ગણાવે છે. તે હંમેશા પોતાના દિલમાં જીવતો રહે છે તેવું પણ કહેતી જોવા મળી રહી છે.જ્યાં સુધી અમે (પ્રશંસકો) છીએ ત્યાં સુધી સિદ્ધાર્થને યાદમાં જીવંત રાખીશું.
સિદ્ધાર્થનાં નિધનનાં સમાચારની પુષ્ટિ થવા છતાં તેનાં પ્રશંસકોને આ વાતનો વિશ્વાસ કરવા તૈયાર નથી. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની મોટી ફેન ફોલોઇંગ છે. તેઓ તેની પર્સનાલિટી અને એક્ટિંગનાં દિવાના છે.
તે તેનાં ટીવી શો 'બાલિકા વધુ' અને 'દિલ સે દિલ તક'થી ફેમસ થઇ ગયો. તેણે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા-6'માં પણ કામ કર્યું છે. આ સિવાય તે 'ફિઅર ફેક્ટર- ખતરો કે ખિલાડી' અને 'બિગ બોસ 13'માં પણ નજર આવી ચૂક્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર