શહનાઝ ગીલ પર કરી ફેન્સે ગંદી કમેન્ટ તો સિદ્ધાર્થે લગાવી ફેન્સની ક્લાસ, વાંચો આખો મામલો

સિદ્ધાર્થે કર્યો શહનાઝનો બચાવ

સિદ્ધાર્થ શુકલા (Sidharth Shukla) અને શહનાઝ ગીલ (Shenaaz Gill) બિગ બોસ 13નાં ઘરમાં આવ્યાં હતાં તે સમયે તેમનાં વચ્ચેની કેમેસ્ટ્રી ખુબજ સ્ટ્રોંગ હતી. તેઓ વચ્ચેનો પ્રેમ દેંખીતો નજર આવતો હતો.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 13 (Bigg Boss 13) દરમિયાન શરૂ થયેલી શહેનાઝ ગલ (Shehnazz Gill) અને સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) વચ્ચેનો સંબંધ આજે પણ અકબંધ છે. ઘણી વખત બંને સાથે સમય વિતાવતા નજર આવે છે. હાલમાં જ આ સુપરહિટ જોડી બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)નાં સેટ પર પહોંચી હતી. જ્યાં બંનેએ બિગ બોસ ઓટીટી સ્પર્ધકોની સાથે ખુબજ મસ્તી કરીત હતી. આ વચ્ચે સિદ્ધાસ્થ શુક્લાએ તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ અંગેકંઇક એવું કર્યું કે, જેનાં કારણે સિડનાઝનાં ફેન્સ ખુશ થઇ ગયા. અને સિદ્ધાર્થ શુક્લાને ટ્વિટર પર એક યૂઝરની કમેન્ટ બાદ શહનાઝનાં બચાવમાં ઉતરવું પડ્યું અને સાથે જ તેની ફીમેલ ફેન્સની માફી પણ માંગી છે.  એક ફેન ક્લબ દ્વારા શહનાઝ ગિલ અંગે ટ્વિટ કરી હતી. કે, શહનાઝ, સિદ્ધાર્થ અંગે ખોટા નિવેદનથી પ્રોત્સાહિત કરે છે. જેનાં પર સિદ્ધાર્થ શુક્લાને પ્રતિક્રિયા આપી છે. અને તે લખે છે, 'પ્લીઝ આપ તેને બેઇજ્જત કરવાની જરૂર નથી. આ તેની ભૂલ નથી, આ તેની ફેડીનાં કેટલાંક લોકો છે. મારી જેમ તે પણ લોકોને આ બધુ બંધ કરવાં કહી ચૂકી છે.

  આ પણ વાંચો-Taarak Mehta...: જુઓ નટૂ કાકાની લેટેસ્ટ તસવીરો, કેન્સરથી ઓછા થયા વાળ, ચહેરા પર છે સોજા

  આ પણ વાંચો-અમિતાભ બચ્ચન બોડીગાર્ડને આપે છે કંપનીનાં CEO જેટલી સેલરી, જાણો અન્ય સેલિબ્રિટીનાં બોડીગાર્ડનો પગાર

  સભ્ય બનીએ અને આ જગ્યાને (ટ્વિટર પ્લેટફર્મ)ને વધુ સારુ બનાવીએ. જેથી આપણે એન્જોય કરી શકીએ અને એકબીજાથી કંઇક શીખી શકીએ.' સિદ્ધાર્થ અને શહનાઝ બિગ બોસ 13નાં ઘરમાં આવ્યાં હતાં તે સમયે તેમનાં વચ્ચેની કેમેસ્ટ્રી ખુબજ સ્ટ્રોંગ હતી. તેઓ વચ્ચેનો પ્રેમ દેંખીતો નજર આવતો હતો.  મહિલા ફેને સિદ્ધાર્થને આડે હાથે લીધો હતો. અને તેને 'પસંદગીયુક્ત અંધ' કહ્યો હતો. એટલે કે તે તેનાં કેટલાંક ફેન્સને નજર અંદાજ કરતો હોય છે જે મનફાવે તેમ બલતા રહેતા હોય છે. જો તમે તમારા ફેન્સનાં હક માટે તેમને ટેકો આપો છો તો જ્યારે તમારા ફેન્સ કોઇ મહિલા વિરોધી વાત કરે છે તો કેમ તેમની સામે આંખ આડા કાન કરી દો છો. જે બાદ સિદ્ધાર્થ શુક્લાએ ફેન્સ આગળ માફી માંગીને શહનાઝનો બચાવ કર્યો હતો.  આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થ અને શહનાઝની જોડી બિગબોસ 13 સમયે બની હતી. આ જોડી ત્યારથી જ એકબીજાની સાથે છે અને તેઓ અવાર નવાર સાથે સમય વિતાવે છે.
  Published by:Margi Pandya
  First published: