Home /News /entertainment /સિદ્ધાર્થ શુક્લાના બર્થ ડે પર શહેનાઝ ગિલ થઇ ઇમોશનલ, આંખમાં આંસુ લાવી દેશે આ ખાસ પોસ્ટ
સિદ્ધાર્થ શુક્લાના બર્થ ડે પર શહેનાઝ ગિલ થઇ ઇમોશનલ, આંખમાં આંસુ લાવી દેશે આ ખાસ પોસ્ટ
સિદ્ધાર્થના બર્થ ડે પર શહેનાઝની ખાસ પોસ્ટ
Happy Birthday Sidharth Shukla: શહેનાઝ ગિલે (Shehnaaz Gill)પોતાના ખાસ ફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla)બર્થ ડે પર એક ખાસ નોટ શેર કરી છે. પોતાની પોસ્ટમાં શહેનાઝે સિદ્ધાર્થને પ્રોમિસ કર્યુ કે તે તેને ફરી મળશે.
Sidharth Shukla Birthday Special: આજે બિગ બોસ 13 ના વિનર, દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની બર્થ એનિવર્સરી છે. જો તે આજે જીવતો હોત, તો તે તેનો 42મો બર્થ ડે ધામધૂમથી સેલિબ્રેટ કરી રહ્યો હોત. જો કે તે આજે પણ પોતાના ફેન્સના દિલોમાં ખાસ સ્થાન ધરાવે છે. જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાની બર્થ એનિવર્સરી પર તેની ખાસ ફ્રેન્ડ શહેનાઝ ગીલે તેના માટે એક પોસ્ટ લખી છે.
તમને જણાવી દઈએ કે બિગ બોસ 13ના શોમાં સિદ્ધાર્થ શુક્લા સાથે શહેનાઝ ગિલને ખૂબ પસંદ કરવામાં આવી હતી. શોમાં જોડાયા બાદ આ જોડી દરેકની ફેવરિટ બની ગઈ હતી. દરેકને તેમની જબરદસ્ત કેમિસ્ટ્રી અને મસ્તી-મજાક ખૂબ પસંદ કરવામાં આવ્યા. તેના ફેન્સ દ્વારા તેને 'સિડનાઝ'નું નિકનેમ આપવામાં આવ્યું હતું પરંતુ કોઈને ખબર ન હતી કે તેના નસીબમાં કંઈક બીજું છે.
સપ્ટેમ્બર 2021 માં સિદ્ધાર્થ શુક્લાનું અવસાન થયું જેણે ફેન્સને ચોંકાવી દીધા. શહેનાઝ ગિલ સંપૂર્ણપણે તૂટી ગઈ. શહનાઝને આ દુખમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો અને તે ધીમે ધીમે આ આઘાતમાંથી બહાર આવી. શહેનાઝ ઘણીવાર સિદ્ધાર્થ શુક્લાને યાદ કરતી, તેના માટે પોસ્ટ શેર કરતી અને પોતાની લાગણી વ્યક્ત કરતી જોવા મળે છે. હવે સિદ્ધાર્થના બર્થ ડે પર પણ શહેનાઝે તેને ખાસ રીતે સેલિબ્રેટ કર્યો છે.
શહેનાઝ ગિલે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરતા સિદ્ધાર્થ શુક્લાને યાદ કર્યો. પોતાની પોસ્ટના કેપ્શનમાં શહેનાઝે એન્જલ, વ્હાઇટ હાર્ટ ઇમોજી સાથે લખ્યું, હું તને ફરી મળીશ… આ સિવાય તેણે 12.12 લખ્યું.
જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સિદ્ધાર્થ ટીવી સિરિયલોથી લઈને ફિલ્મો, વેબ સિરીઝ અને રિયાલિટી શોમાં જોવા મળ્યો છે. સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ મુંબઈ હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.
સલમાનની ફિલ્મથી ડેબ્યૂ કરશે
હવે શહેનાઝના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન-શહેનાઝ ઉપરાંત પૂજા હેગડે, વેંકટેશ દગ્ગુબાતી અને પાર્થ સિદ્ધપુરા પણ છે. તે આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર