Sidharth Shuklaનો ચોકાવનારો VIDEO VIRAL, દારૂ પી ગરીબ માણસ સાથે કરી મારઝૂડ

સિદ્ધાર્થ શુક્લા, એક્ટ્રેસ

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) એ એક શોકિંગ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેનાં ઉપર દારૂ પી ગાડી ચલાવવાં (Drunk Driving) અને એક ગીરબ વ્યક્તિને મારવા (Beating Poor Man)નો આરોપ લાગી રહ્યો છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ પણ નજર આવી રહ્યાં છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રિનનાં જાણીતા એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અવાર નવાર કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. ગત દિવસોમાં બિગ બોસની નવી સિઝનમાં જોવા મળ્યા હતાં. જે બાદ તે શહેનાઝ ગિલની સાથે એક મ્યૂઝિક વીડિયો શૂટ કર્યો હતો. હવે સિદ્ધાર્થનો એક ચોકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિોયમાં દારૂપીને ગાડી ચલાવવાનો (Drunk Driving) અને એક ગરીબ વ્યક્તિને મારવાનો (Beating Poor Man)નો આરોપ લગાવી રહ્યો છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા એક ગાડીમાં બેઠેલો અને ઘણો જ ગુસ્સામાં નજર આવે છે.

    ટ્વિટર પર સિદ્ધાર્થનો એક વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સિદ્ધાર્થનો વીડિયો પર રેકોર્ડ કરી રહ્યો છે. આ વ્યક્તિ કહેતો નજર આવે છે કે, સિદ્ધાર્થે વગર કારણે એક ગરીબ માણસને માર્યો. આ સાથે જ તે વ્યક્તિ સિદ્ધાર્થને દારૂનાં નશામાં પણ ગણાવે છે. વીડિયોમાં સિદ્ધાર્થ પર દારૂ પીને ગાડી ચલાવવાનો આરોપ છે. તો સિદ્ધાર્થ પોતાની સફાઇમાં કહે છે કે, પહેલાં તે વ્યક્તિએ તેને ચક્કુ બતાવ્યું હતું. અહીં જુઓ સિદ્ધાર્થનો વીડિયો.








    View this post on Instagram






    A post shared by (@realinfobuzz)






    સિદ્ધાર્થ શુક્લાએ હાલમાં જ તેનો 40મો જન્મ દિવસ ઉજવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મજુબ, આ વીડિયો સિદ્ધાર્થ શુક્લાની મિડનાઇટ બર્થ ડે પાર્ટી બાદનો છે. જોકે, આ મામલે હજુ સુધી સિદ્ધાર્થ શુક્લા તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી. જે કારણે આ વીડિયો મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યો છે.
    Published by:Margi Pandya
    First published: