Home /News /entertainment /સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં 10 દેશની 100 વાનગીઓ પીરસાશે, લાઇટ્સથી ઝળહળી ઉઠ્યો સૂર્યગઢ પેલેસ

સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં 10 દેશની 100 વાનગીઓ પીરસાશે, લાઇટ્સથી ઝળહળી ઉઠ્યો સૂર્યગઢ પેલેસ

સિડ-કિયારાના લગ્નમાં શાહી અંદાજમાં પીરસાશે ભોજન

સિદ્ધાર્થ  પંજાબી પરિવારનો છે અને પોતાના પંજાબી સંબંધીઓના સ્વાદને ધ્યાનમાં રાખીને તેણે ખાસ કાળજી લીધી છે અને તેમના માટે મસાલેદાર ભોજનની વ્યવસ્થા કરી છે. લગ્નમાં 50થી વધુ સ્ટોલ હશે, જેમાં 500 વેઇટર તેમના ડ્રેસકોડમાં સજ્જ હશે.

બી ટાઉનમાં આજે દરેકના મોઢે એક જ ચર્ચા છે- સિદ્ધાર્થ અને કિયારાની ગ્રાન્ડ વેડિંગ (Siddharth – Kiara Wedding Photos). સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી (Siddharth-Kiara Wedding)ના જીવનના ખાસ દિવસથી એક દિવસ દૂર છીએ. આ રીલ-લાઇફ કપલ આખરે રિયલ લાઇફ કપલ બનવા જઇ રહ્યું છે અને જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સેલિબ્રેશન (Suryagarh Palace) શરૂ થઇ ચૂક્યું છે.




5મી ફેબ્રુઆરીએ વર-વધૂ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારથી તેઓ તેમના લગ્ન પહેલાની રસમો (Siddharth-Kiara Wedding Celebrations) માં વ્યસ્ત છે. લગ્નના સ્થળની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ (Siddharth-Kiara Wedding Video-Photos) થઇ રહ્યા છે અને બંનેના ફેન્સ દુલ્હન અને વરરાજાની એક ઝલક મેળવવા માટે આતુર બની રહ્યા છે. તો આજે અમે લગ્નમાં મહેમાનોને પીરસવામાં આવતી વાનગી (Siddharth-Kiara Wedding Menu)ઓ અંગેની કેટલીક માહિતી ખાસ તમારા માટે લઇને આવ્યા છીએ.

આ પણ વાંચો :  અક્ષય કુમારે જૂતા પહેરીને ભારતના નક્શા પર પગ મૂક્યો! ભડકેલા લોકોએ કહી દીધો 'દેશદ્રોહી'

10 દેશોની વિવિધ 100 વાનગીઓ પીરસાશે


આઈએએનએસના રિપોર્ટ અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં સામેલ થવા પહોંચેલા મહેમાનોને 10 દેશોની 100થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે. અહેવાલ મુજબ, મેનુમાં ઇટાલિયન, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી અને ગુજરાતી વાનગીઓનો સમાવેશ થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે મીઠાઈઓમાં જેસલમેરના ઘોટવાન લાડુ પણ પીરસવામાં આવશે.




આપણે સૌ જાણીએ છીએ કે સિદ્ધાર્થ  પંજાબી પરિવારનો છે અને પોતાના પંજાબી સંબંધીઓના સ્વાદને ધ્યાનમાં રાખીને તેણે ખાસ કાળજી લીધી છે અને તેમના માટે મસાલેદાર ભોજનની વ્યવસ્થા કરી છે. લગ્નમાં 50થી વધુ સ્ટોલ હશે, જેમાં 500 વેઇટર તેમના ડ્રેસકોડમાં સજ્જ હશે. દરેક મહેમાન માટે ખાસ હાજર રહેવાની જવાબદારી દરેક વેઇટરને આપવામાં આવી છે. દરેક સ્ટોલ પર બેથી ત્રણ વાનગીઓ રાખવામાં આવશે. આ ઉપરાંત, ઘણી વાનગીઓ નાસ્તા અને બપોરના ભોજનના મેનુમાં સામેલ છે.

આ પણ વાંચો :  'સુધરી જાઓ નહીંતર ઘરમાં ઘૂસીને મારીશ,' કંગના રનૌતે રણબીર કપૂર-આલિયા ભટ્ટને ખુલ્લેઆમ આપી ધમકી


રોશનીથી ઝળહળી ઉઠ્યો સૂર્યગઢ પેલેસ


જેસલમેરથી સીધી આવી રહેલી તસવીરોમાં આપણને સૂર્યગઢ પેલેસની ઝલક જોવા મળે છે. આ તે જ જગ્યા છે જ્યાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની વિધિઓ થશે. ફ્લાવર રંગોળીથી લઈને રાજસ્થાની ફોલ્ડ ડાન્સર્સ સુધી, પ્રવેશદ્વાર પર તેમને પરફોર્મ કરતા ઘણા બધા આકર્ષક વીડિયો જોયા અને આજે આખા પેલેસની તસવીરો ઝળહળી રહી છે, જે તમને અત્યારે ત્યાં જવાની ઇચ્છા જગાવશે! આખો મહેલ પિંકિશ રંગની લાઇટ્સમાં શણગારવામાં આવ્યો છે અને તમે પણ આ તસવીરો જોઇને ઉત્સાહિત થઇ જશો.
First published:

Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Kiara Advani, Sidharth malhotra

विज्ञापन