Home /News /entertainment /Sid-Kiara Wedding Photos: એકદમ ખાસ છે સિદ્ધાર્થ - કિયારાની વેડિંગ રિંગ, કપલે તસવીરોમાં કરી ફ્લોન્ટ

Sid-Kiara Wedding Photos: એકદમ ખાસ છે સિદ્ધાર્થ - કિયારાની વેડિંગ રિંગ, કપલે તસવીરોમાં કરી ફ્લોન્ટ

સિડ-કિયારાની વેડિંગ જ્વેલરી ચર્ચામાં

અભિનેત્રી ડાબા હાથમાં હીરાની મોટી વીંટી પહેરેલી જોવા મળી હતી. આ સાથે જ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના જમણા હાથમાં સિમ્પલ ગોલ્ડ બેન્ડ પહેરેલો જોવા મળ્યો હતો. અભિનેતાની આ સરળ અને એલિગન્ટ વીંટી પણ તેની સ્ટાઇલ સાથે મેચ થતી હતી.

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મંગળવારે લગ્ન (Siddharth-Kiara Marriage)ના બંધનમાં બંધાયા હતા. બંનેએ પોત-પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નની તસવીરો (Siddharth-Kiara Marriage Photos) પણ શેર કરી હતી, જેને લોકોના ઉત્સાહને વધારી દીધો હતો.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની તસવીરો સામે આવતા જ ફેન્સ તેમના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે, સાથે જ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે રાતથી જ સિદ્ધાર્થ કિયારાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ (Siddharth-Kiara Marriage) થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ તસવીરો દ્વારા કપલે પોતાના લગ્નની વીંટી (Siddharth-Kiara Wedding Ring)ઓ પણ ફ્લોન્ટ કરી હતી.



આ પણ વાંચો :  Sidharth-Kiara Wedding : સિદ્ધાર્થ-કિયારાએ લગ્નમાં પાણીની જેમ વાપર્યા રૂપિયા, 3 જ દિવસમાં ઉડાવ્યા આટલા કરોડ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના એક ફોટામાં એકબીજાની સામે હાથ જોડીને બેસેલા જોવા મળ્યા હતા. ફોટોમાં બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા અને તેમની આ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી હતી. આ તસવીરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની વીંટીઓ પણ જોવા મળી હતી.

એક તરફ અભિનેત્રી ડાબા હાથમાં હીરાની મોટી વીંટી પહેરેલી જોવા મળી હતી. આ સાથે જ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના જમણા હાથમાં સિમ્પલ ગોલ્ડ બેન્ડ પહેરેલો જોવા મળ્યો હતો. અભિનેતાની આ સરળ અને એલિગન્ટ વીંટી પણ તેની સ્ટાઇલ સાથે મેચ થતી હતી.

આ પણ વાંચો :  રવીના ટંડને વર્ષો પછી અક્ષય કુમાર સાથે સગાઈ તૂટવા પર તોડ્યું મૌન, આજે પણ એ...

સિંદૂર અને મંગલસૂત્રમાં જોવા મળી કિયારા


કિયારા અડવાણી તેની એક તસવીરમાં સિંદૂર અને મંગળસૂત્ર ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી. જે ફોટોમાં સિદ્ધાર્થ કિયારાને કિસ કરતો જોવા મળ્યો હતો એ ફોટામાં અભિનેત્રીનું મંગળસૂત્ર અને સિંદૂર પણ દેખાતું હતું. અભિનેત્રીએ મંગલસૂત્ર તરીકે એક સિમ્પલ અને સુંદર સોનાની ચેન પહેરી હતી. સાથે જ માંગટીકાની નીચે તેનું સિંદૂર પણ જોવા મળ્યું હતું.


ક્યારે છે કપલનું રિસેપ્શન


સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી વિશે એવા અહેવાલો છે કે આ દંપતી જેસલમેરથી સીધા જ દિલ્હી ખાતે અભિનેતાના ઘરે જશે. આ પછી 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રિસેપ્શન યોજાશે, જેમાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રો હાજર રહેશે. સાથે જ આ કપલ મુંબઈમાં બીજું રિસેપ્શન હોસ્ટ કરશે, જેમાં ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ હાજરી આપશે.
First published:

Tags: Bollywood Latest News, Kiara Advani, Sidharth malhotra, Wedding Photo