Home /News /entertainment /સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ શેર કર્યા લગ્નના ફોટોઝ, એકબીજાને ચૂમતા અને હાથ જોડતા PHOTOS

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ શેર કર્યા લગ્નના ફોટોઝ, એકબીજાને ચૂમતા અને હાથ જોડતા PHOTOS

sidharth kiara wedding (2)

SIDHARTH KIARA WEDDING PHOTOS : સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે ઓફિશિયલી એકબીજાના થયા છે. એટલે કે સત્તાવાર રીતે પતિ-પત્ની બની ગયા છે. તેમણે સોશ્યલ મીડિયામાં ફોટોઝ શેર કર્યા છે.

બૉલીવુડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને લઈને મહિનાઓથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. આ દંપતી આખી લાઈફ માટે એકબીજા બની ગયા છે. લગ્નના ખાસ અવસર પર કિયારાએ એક્દમ સુંદર ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો. તો સિદ્ધાર્થ પણ ડેશિંગ લાગી રહ્યો હતો. બંને સરસ લાગી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનીષ મલ્હોત્રાએ કપલનો ડ્રેસ તેમજ બંનેના પરિવારના સભ્યો માટે ડ્રેસ તૈયાર કર્યા હતા. કિયારા અડવાણી ગુલાબી લહેંગામાં સુંદર લાગી રહી હતી. બંનેએ પોતપોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર ફોટોઝ શેર કર્યા હતા.

અટકળો અનુસાર હવે સિદ્ધાર્થ-કિયારા હનીમૂન માટે માલદીવ જઈ શકે છે. 38 વર્ષીય સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લે 'મિશન મજનૂ'માં જોવા મળ્યો હતો. તે આગામી સમયમાં 'યોદ્ધા'માં જોવા મળશે, જેમાં દિશા પટાની અને રાશિ ખન્ના પણ છે, જ્યારે 30 વર્ષની કિયારા 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે. બંને શેરશાહથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.કપલ જલ્દી હનીમૂન માટે રવાના નહીં થઈ શકે
કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, પારિવારિક વિધિઓને કારણે સિદ્ધાર્થ અને કિયારા જલ્દી હનીમૂન માટે નીકળી શકશે નહીં. તેઓએ લગ્ન બાદ સિંધી અને પંજાબી પરિવારની વિધિ પણ કરવાની રહેશે. સિદ્ધાર્થની પણ કેટલીક વર્ક કમિટમેન્ટ છે, જે પૂરી કરવી પડશે. શક્ય છે કે વેબ સીરિઝ 'ભારતીય પોલીસ ફોર્સ'ના કારણે તેણે પોતાના હનીમૂન પ્લાનને આગળ વધારવો પડશે.
View this post on Instagram


A post shared by KIARA (@kiaraaliaadvani)


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેહરાબંદી સેરેમની આજે બપોરે 2 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. વરરાજાને સેહરો પહેરાવવામાં આવ્યો હતો. લગ્નના સરઘસમાં પાઘડીઑ પહેરાવવામાં આવી હતી. 4 વાગે ફરી સંપૂર્ણ શાહી શૈલીમાં શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ઊંટ, ઘોડા અને વૈભવી વાહનોનો કાફલો સામેલ હતો. યુગલે સૂર્યગઢ પેલેસના સ્ટેપવેલ પર પેવેલિયનની નીચે 7 ફેરા લીધા.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે ઓફિશિયલી એકબીજાના થયા છે. એટલે કે સત્તાવાર રીતે પતિ-પત્ની બની ગયા છે. ચાહકોને ફિલ્મ શેર શાહની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીથી દિવાના બનાવનાર આ જોડી હવે રિયલ લાઈફમાં પણ કપલ બની ગઈ છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. લગ્ન માટે તેમણે જેસલમેરના સૂર્યગઢ પેલેસને પસંદ કર્યો હતો, જેમાં તેમના પરિવાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. સિદ્ધાર્થ કિયારા છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં પણ હતા જેને લઈને કેટલીક ચર્ચાઓ ચાલતી જ હતી.

જો કે અન્ય બૉલીવુડ સેલેબ્રિટીઝની જેમ આ દંપતીએ પણ તેઓના લગ્નને ગુપ્ત રાખ્યા હતા અને જ્યાં તેઓ લગ્ન કરી રહ્યા હતા ત્યાં મહેમાનો માટે નો ફોન પોલિસી હતી. જેના કારણે હજુ તેઓના લગ્નના ફોટોઝ આવી શક્યા નથી.

આ પણ વાંચો: રિલ લાઈફ શેરશાહ અને ડીમ્પલ એકબીજાના થયા! કિયારા સિદ્ધાર્થ લગ્નનાં બંધને બંધાયા, શુભેચ્છાઓનો વરસાદ

સૂર્યગઢ પેલેસમાં ભવ્ય લગ્ન સમારોહ

6 ફેબ્રુઆરીએ સંગીત કી રાત પહેલા સિદ્ધાર્થ-કિયારાની રોકા અને ચૂડા સેરેમનીથઈ હતી. રોકાને બે પરિવારોના એકતાના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આ સમારોહમાં સિદ્ધાર્થ અને કિયારાના માતા-પિતા બંને હાજર હતા. આ પછી અભિનેત્રીની ચૂડા સેરેમની પણ થઈ. સૂર્યગઢ પેલેસ સંગીત કી રાત માટે ગઈકાલે રાત્રે ગુલાબી રંગથી ઝગમગી ઉઠ્યો હતો. સિદ્ધાર્થ સાથે સ્ટેજ પર કિયારા અડવાણીના ભાઈ મિશાલ પણ જોડાયા હતા, જેમણે તેમના માટે એક ગીત પણ ગાયું હતું. આ રીતે આખી સેરેમની ભવ્ય ધામધૂમથી ઉજવાઇ હતી.

આ પણ વાંચો: અભિનેત્રી પર વૈશ્યાવૃત્તિનો ગંભીર આરોપ! લગ્ન તૂટી ગયા, બે મહિના જુઓ ક્યાં રહેવુ પડ્યુ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે પરિણીત છે. 7 ફેબ્રુઆરીએ  મંગળવારે તેમણે સાત ફેરા લઈ લીધા હતા. વિકી કૌશલ-કેટરિના કૈફ, રણબીર-આલિયા અને કેએલ રાહુલ-આથિયા શેટ્ટી જેવા અન્ય સેલિબ્રિટિ યુગલોની જેમ, સિદ્ધાર્થ-કિયારાએ પણ હવે એક ગ્રાન્ડ વેડિંગથી પોતપોતાના જીવન એકબીજા સાથે વિતાવવાનું નક્કી કર્યું છે.
First published:

Tags: Kiara Advani, Marriage, Sidharth malhotra, Wedding, Wedding Photos