SIDHARTH KIARA WEDDING: શેર શાહની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીથી દિવાના બનાવનાર આ જોડી હવે રિયલ લાઈફમાં પણ કપલ બની ગઈ છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે ઓફિશિયલી એકબીજાના થયા છે. એટલે કે સત્તાવાર રીતે પતિ-પત્ની બની ગયા છે. ચાહકોને ફિલ્મ શેર શાહની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીથી દિવાના બનાવનાર આ જોડી હવે રિયલ લાઈફમાં પણ કપલ બની ગઈ છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. લગ્ન માટે તેમણે જેસલમેરના સૂર્યગઢ પેલેસને પસંદ કર્યો હતો, જેમાં તેમના પરિવાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. સિદ્ધાર્થ કિયારા છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં પણ હતા જેને લઈને કેટલીક ચર્ચાઓ ચાલતી જ હતી.
જો કે અન્ય બૉલીવુડ સેલેબ્રિટીઝની જેમ આ દંપતીએ પણ તેઓના લગ્નને ગુપ્ત રાખ્યા હતા અને જ્યાં તેઓ લગ્ન કરી રહ્યા હતા ત્યાં મહેમાનો માટે નો ફોન પોલિસી હતી. જેના કારણે હજુ તેઓના લગ્નના ફોટોઝ આવી શક્યા નથી.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે પરિણીત છે. 7 ફેબ્રુઆરીએ મંગળવારે તેમણે સાત ફેરા લઈ લીધા હતા. વિકી કૌશલ-કેટરિના કૈફ, રણબીર-આલિયા અને કેએલ રાહુલ-આથિયા શેટ્ટી જેવા અન્ય સેલિબ્રિટિ યુગલોની જેમ, સિદ્ધાર્થ-કિયારાએ પણ હવે એક ગ્રાન્ડ વેડિંગથી પોતપોતાના જીવન એકબીજા સાથે વિતાવવાનું નક્કી કર્યું છે.
6 ફેબ્રુઆરીએ સંગીત કી રાત પહેલા સિદ્ધાર્થ-કિયારાની રોકા અને ચૂડા સેરેમનીથઈ હતી. રોકાને બે પરિવારોના એકતાના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આ સમારોહમાં સિદ્ધાર્થ અને કિયારાના માતા-પિતા બંને હાજર હતા. આ પછી અભિનેત્રીની ચૂડા સેરેમની પણ થઈ. સૂર્યગઢ પેલેસ સંગીત કી રાત માટે ગઈકાલે રાત્રે ગુલાબી રંગથી ઝગમગી ઉઠ્યો હતો. સિદ્ધાર્થ સાથે સ્ટેજ પર કિયારા અડવાણીના ભાઈ મિશાલ પણ જોડાયા હતા, જેમણે તેમના માટે એક ગીત પણ ગાયું હતું. આ રીતે આખી સેરેમની ભવ્ય ધામધૂમથી ઉજવાઇ હતી.
કરણ જોહર, શાહિદ કપૂર-મીરા કપૂર, જૂહી ચાવલા અને તેના પતિ ઉપરાંત ઈશા અંબાણી પણ સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં પહોંચી હોવાના સમાચાર મળ્યા હતા. તેમના લગ્નમાં મોટા નામના સ્ટાર્સથી લઈને બિઝનેસ જગતની હસ્તીઓએ હાજરી આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર