Home /News /entertainment /સિદ્ધાર્થ -કિયારાની હલ્દી સેરેમનીનો પહેલો વીડિયો થઇ ગયો લીક, દુલ્હનની જેમ શણગારાયો સૂર્યગઢ પેલેસ
સિદ્ધાર્થ -કિયારાની હલ્દી સેરેમનીનો પહેલો વીડિયો થઇ ગયો લીક, દુલ્હનની જેમ શણગારાયો સૂર્યગઢ પેલેસ
હલ્દી સેરેમની માટે સૂર્યગઢ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો
Kiara Advani Sidharth Malhotra Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચાઓ દરેક જગ્યાએ થઈ રહી છે અને લોકો લગ્ન અને અન્ય ફંક્શનની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજે સિડ-કિયારાના લગ્ન છે અને તે પહેલા કપલની હલ્દી સેરેમની થવાની છે, જેનો પહેલો વીડિયો સામે આવ્યો છે. ફેન્સ આ વીડિયો જોઈને ઝૂમી ઉઠ્યા છે...
બોલિવૂડના સૌથી લવિંગ કપલમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Sidharth Malhotra) આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઇ જશે. કપલે તેમના રોયલ વેડિંગ માટે રાજસ્થાનના જેસલમેરમાં સૂર્યગઢ પેલેસ પસંદ કર્યો છે. આ જ કડીમાં સૂર્યગઢ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે.
5 ફેબ્રુઆરીની બપોરથી જ બી-ટાઉનની ઘણી હસ્તીઓ જેસલમેરમાં આવવા-જવાનું શરૂ કરી દીધી છે. તેવામાં, તમને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની હલ્દી સેરેમનીનો વીડિયો સામે આવ્યો છે.
અમે તમને હમણાં જ કહ્યું તેમ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન આજે જ થવાના છે. સિદ્ધાર્થ અને કિયારા હલ્દી સેરેમની માટે તૈયાર છે અને તેમના મિત્રો અને સંબંધીઓ પણ હવે તૈયાર થઈ રહ્યા છે. કપલના હલ્દી ફંક્શનનો પહેલો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તેમના ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.
તમે આ વીડિયોમાં સિદ્ધાર્થ અને કિયારાની ઝલક તો નહીં જોવા મળે, પરંતુ તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર, આ એ જ જગ્યા છે જ્યાં 'શેર શાહ' કપલની હલ્દી સેરેમની છે. સૂર્યગઢ પેલેસનો આ ભાગ સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યો છે અને એવું લાગે છે કે હલ્દીની થીમ યલો અને વ્હાઇટ છે. દરેકને બેસવા માટે ટેબલ્સ છે, જેને ટેબલ અંબ્રેલાથી કવર કરવામાં આવ્યા છે અને તમામ ટેબલો પર ફ્લોરલ ડેકોરેશન પણ છે.
સિદ્ધાર્થ અને કિયારા તેમની હલ્દીમાં કેવા દેખાઈ રહ્યા છે તે જોવા માટે ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ છે અને આશા રાખી રહ્યા છે કે 'દુલ્હા દુલ્હન'ના ફોટા પણ ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર