બોલિવૂડની અભિનેત્રી અલિયા ભટ્ટ તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરના પ્રેમમાં દીવાની થઇ ગઈ છે. તો આલિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો પ્રેમ પણ કોઈથી છુપાયો ન હતો. જ્યારે આ યુગલ ક્યારેક એકબીજાના ટી-શર્ટ પણ પહેરતા હતા. આલિયા અને સિદ્ધાર્થ એક સાથે અને્ક વખત ટાઇમ સ્પેન્ડ કરતા જોયા હતા. પરંતુ જ્યારથી તેઓ અલગ થઈ ગયા છે ત્યારથી તેઓ એકબીજાને મળવાનું પણ પસંદ કરતા નથી. પરંતુ તાજેતરના અહેવાલ મુજબ, બોલિવૂડની યંગ બ્રિગેડ જ્યારે વડાપ્રધાન મોદીને મળવા ગઇ હતી ત્યારે આલિયા અને સિદ્ધાર્થની મુલાકાત થઇ હતી, આ મુલાકાત દરમિયાન પણ રણબીર કપૂર પણ ત્યાં હાજર રહ્યા હતા.
જ્યાં સિદ્ધાર્થ મલ્હોત્રા જૂના તમામ વિવાદને દૂર કરી આલિયા અને રણબીર કપૂર તરફ તેની મિત્રતા માટે આગળ વધારવા માંગે છે. જેની સાથે આ કપલને તેમના નવા ઘરના ઉદઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા આજે 34મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. જન્મદિવસની ખુશીમાં સિદ્ધાર્થે મોડી રાત્રે પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં બોલિવૂડ અનેક સિતારાઓએ ભાગ લીધો હતો. પરંતુ આ પાર્ટીમાં આલિયા અને રણબીર કપૂર આવ્યા ન હતા.
સિદ્ધાર્થે તાજેતરમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના નવા ઘરનો એક વીડિયો શેર કર્યો હતો. હવે સિદ્ધાર્થે પણ નવા ફ્રેન્ડ તરફ મિત્રતા વધારી છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યાં છે. જ્યાં સમાચાર એ પણ છે કે આ વર્ષે આ જોડી લગ્ન કરશે. પરંતુ એલિયા ઇચ્છે છે કે તેની તમામ વસ્તુઓ તેના પાર્ટનર રણબીર પર છોડી દીધી છે,જેવુ તે ઇચ્છે છે એવું જ કામ થશે. હવે જોવાનું એ રહેશે કે ક્યારે તેઓ લગ્ન કરશે. સાથે જ આલિયા સિદ્ધાર્થ સાથેની ફ્રેન્ડશીપ સ્વીકાર કરે છે કે નહીં.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર