Shershaah Poster : આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ભજવશે ઓફિસર વિક્રમ બત્રાનું પાત્ર

News18 Gujarati
Updated: January 16, 2020, 5:37 PM IST
Shershaah Poster : આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ભજવશે ઓફિસર વિક્રમ બત્રાનું પાત્ર
શેરશાહ પોસ્ટર

ધર્મા પ્રોડક્શન હેઠળ આ ફિલ્મ બની રહી છે.

  • Share this:
નવા વર્ષની શરૂઆત થતા જ એક પછી આ વર્ષે નવી આવનારી ફિલ્મોની ચર્ચા શરૂ થઇ ગઇ છે. અનેક સ્ટાર્સ પોતાની આવનારી ફિલ્મ વિષે જાહેરાત કરી ચૂક્યાય છે. આ તમામની વચ્ચે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની આવનારી ફિલ્મ શેરશાહનું પહેલું પોસ્ટર રજૂ કર્યું છે. આ પોસ્ટર સિદ્ધાર્થે પોતાના 35માં જન્મદિવસ નિમિત્તે શેર કર્યું છે. આ પોસ્ટરના ચારે બાજુ વખાણ પણ ખૂબ થઇ રહ્યા છે. ત્યાં જ સિદ્ધાર્થ કહ્યું છે કે આ પ્રકારના પાત્રને રૂપેરી પડદે જીવંત કરવું તેમના માટે ગર્વની વાત છે.

ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ભારતના વીર આર્મી ઓફિસર વિક્રમ બત્રાનું પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મના પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સિદ્ધાર્થે પોતાની અપકિંમિંગ ફિલ્મ શેરશાહના 3 પોસ્ટર રજૂ કર્યા છે. જેમાં તે આર્મી ઓફિસરના યુનિફોર્મમાં યુદ્ધ લડતા નજરે પડી રહ્યા છે. સિદ્ધાર્થે તેમના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટર શેયર કરતી વખતે કે તે આ માટે કેટલું ગર્વ અનુભવી રહ્યા છે.

સિદ્ધાર્થે લખ્યું કે મોટા પરદા પર શહીદી અને બહાદૂરીના અલગ રંગો દર્શાવવા મારા માટે ગર્વની વાત છે. કેપ્ટન વિક્રમ બત્રાના આ સફરને શ્રદ્ધાજંલિ અર્પિત કરતા તેમનાથી જોડાયેલી અજાણી વાતોને ફિલ્મ શેરશાહ દ્વારા દર્શકો સુધી પહોંચાડીએ છીએ. આ ફિલ્મ 3 જુલાઇએ રીલિઝ થશે.





ઉલ્લેખનીય છે કે ધર્મા પ્રોડક્શન હેઠળ આ ફિલ્મ બની રહી છે. જેને સંદીપ શ્રીવાસ્તવે લખી છે અને વિષ્ણુવર્ધને તેને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ, કારગિલ યુદ્ધના શહીદ થયેલા વીર જવાન વિક્રમ બત્રાનું પાત્ર ભજવી રહ્યા છે. જેમને મરણોપરાંત પરમ વીર ચક્રની સન્માનિત કરવામાં આવ્યા. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા જાવેદ જાફરી પણ મહત્વના રોલ ભજવતા નજરે પડશે.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर