Home /News /entertainment /મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા સિદ્ધાર્થ-કિયારા, ફોટોગ્રાફર્સને જોઈ એક્ટરને આવ્યો ગુસ્સો

મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા સિદ્ધાર્થ-કિયારા, ફોટોગ્રાફર્સને જોઈ એક્ટરને આવ્યો ગુસ્સો

સિદ્ધાર્થ મલ્હોત્રાનો ગુસ્સો સાતમા આસમાને

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અત્યારે પોતાના રોમાન્સને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન બોલિવૂડના રૂમર્ડ કપલ મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યું. એરપોર્ટના બંનેના ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં બંનેને બ્લેક આઉટફિટમાં જોઈ શકાય છે. જો કે, એરપોર્ટ પર સિદ્ધાર્થ ફોટોગ્રાફર્સની ઉપર ગુસ્સે થઈ ગયો હતો.

વધુ જુઓ ...

હાલમાં જ કિયારા અડવાણીએ દુબઈમાં પ્રેમી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. હવે દુબઈમાં એકબીજા સાથે પ્રાઈવેટ ટાઈમ સ્પેન્ડ કર્યા પછી આ કપલ સોમવારે દુબઈથી મુંબઈ પરત ફર્યું છે. સોમવાર, 1 ઓગસ્ટના રોજ કિઆરા તથા સિદ્ધાર્થ મલ્હોત્રા મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા.

એરપોર્ટ પર જોવા મળ્યો સ્ટાઈલિશ લુક

બંને બ્લેક આઉટફિટમાં હતા. સિદ્ધાર્થ વ્હાઇટ શર્ટ તથા બ્લેક લૉઅર, બ્લેક જેકેટમાં હતો. કિઆરા બ્લેક સ્વેટશર્ટ તથા મેચિંગ પેન્ટમાં કૂલ લાગતી હતી. બંનેને સાથે જોઈને ફોટોગ્રાફર્સ એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા અને ફોટો ક્લિક કરવા લાગ્યા હતા.

સિદ્ધાર્થ ગુસ્સે થઈ ગયો

સિદ્ધાર્થ મલ્હોત્રા એન્ગ્રીયંગ મેન મોડમાં જોવા મળ્યો હતો. સિદ્ધાર્થને એ વાત સહેજ પણ પસંદ ના આવી કે ફોટોગ્રાફર્સ રસ્તાની વચ્ચે આવી ફોટો ક્લિક કરે છે. સિદ્ધાર્થ ગુસ્સે પણ થઈ ગયો હતો અને તેણે ફોટોગ્રાફર્સને રસ્તો કરવાનું કહ્યું હતું. સિદ્ધાર્થને આ રીતે ગુસ્સો કરતો જોઈને કિઆરા અડવાણીએ તેને શાંત પાડ્યો હતો.

આવનારી ફિલ્મો

કામની વાત કરીએ તો કિયારા ટૂંક સમયમાં ‘ગોવિંદા નામ મેરા’, ‘સત્યાનારયણ કી કથા’, અને સાઉથ ફિલ્મ ‘આરસી 15′માં જોવા મળશે. જ્યારે સિદ્ધાર્થની પાસે ‘મિશન મજનૂ′, ‘યોદ્ધા′ અને રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ′ પણ છે.
First published:

Tags: Dubai, Kiara Advani, Sidharth malhotra

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો