Home /News /entertainment /Video : લગ્નની ખબરો વચ્ચે લીક થયો કિયારાનો બ્રાઇડલ લૂક, દુલ્હનના લહેંગામાં દેખાઇ એક્ટ્રેસ
Video : લગ્નની ખબરો વચ્ચે લીક થયો કિયારાનો બ્રાઇડલ લૂક, દુલ્હનના લહેંગામાં દેખાઇ એક્ટ્રેસ
કપલ પોતાના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના લગ્નના સમાચારો વચ્ચે કિયારા અડવાણીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક્ટ્રેસ દુલ્હનના લુકમાં જોવા મળી રહી છે.
બોલીવૂડ અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ના સિક્રેટ રીલેશનશિપની ખબરો બી ટાઉનની ગલીઓમાં ચર્ચાનું કેન્દ્ર છે. કપલ પોતાના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બી-ટાઉનનું આ કપલ (Kiara-sidharth Marriage Date) હવે ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.
જો કે આ અંગે ન તો બંને સ્ટાર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ન તો બંનેનો પરિવાર આ વિશે કોઈ માહિતી આપી રહ્યો છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેની ગ્રાન્ડ વેડિંગ (Kiara Siddharth Grand Wedding)ની તૈયારીઓ ગુપચૂપ રીતે શરૂ થઈ ગઈ છે.
આ દરમિયાન કિયારા અને સિડ ઘણી વખત મનીષ મલ્હોત્રા (Manish Malhotra)ના ઘરે પણ જતા જોવા મળ્યા છે. હાલ તો અફવાઓનું બજાર એકદમ ગરમ છે. ત્યારે આ બધી ચર્ચાઓની વચ્ચે કિયારા અડવાણીનો દુલ્હન લૂક (Kiara in Bridal Look)માં એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
પોતાના લગ્નની ચર્ચાઓ વચ્ચે કિયારા અડવાણી બ્રાઈડલ વેર એડ માટે દુલ્હન બની હતી. જેને સંબંધિત વિડીયો હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક્ટ્રેસને બ્રાઈડલ લુકમાં જોઈને બધા તેના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, જ્યારે કિયારા એક એડ માટે આટલી સુંદર લાગે છે, ત્યારે પોતાના લગ્નમાં એક્ટ્રેસનો લૂક જોવા લાયક હશે. આ સાથે જ ફેન્સ ફરી એકવાર આ સ્ટાર કપલના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.
કિયારાના આ વિડીયો પર કમેન્ટ્સ કરતા એક યુઝરે લખ્યું કે, બધુ તો બરાબર છે પણ દુલ્હાને જોઇને મજા ન આવી. જો તેની જગ્યાએ સિદ્ધાર્થ હોત તો વાત જ કંઇક અલગ હોત. તો અન્ય યૂઝરે લખ્યું કે, હવે તો બસ તારીખની રાહ છે. વધુ એક યુઝરે કમેન્ટ કરી કે, અમે તો રીઅલ મેરેજની રાહ જોઇ રહ્યા છીએ. આ સિવાય વધુ એક યુઝરે લખ્યું કે, આ તો દુલ્હનનો લૂક લીક થઇ ગયો.
રાજસ્થાનમાં કપલના ગ્રાન્ડ વેડિંગ!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અને સિદ્ધાર્થ ફેબ્રુઆરીના આગામી સપ્તાહમાં રાજસ્થાનના જેસલમેરમાં ભવ્ય લગ્ન કરવાના છે. અહેવાલ છે કે 6 ફેબ્રુઆરી, 2023ના રોજ સિડ-કિયારા સાત ફેરા સાથે કાયમ માટે એકબીજાના થઇ જશે. આવી સ્થિતિમાં ફેન્સ હવે આતુરતાથી બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર