Home /News /entertainment /Sidharth Shukla Death Anniversary: શહેનાઝ માટે દુનિયા સાથે ઝઘડતો હતો સિદ્ધાર્થ, મોતના થોડા દિવસ પહેલા આવી રીતે કર્યો હતો સપોર્ટ

Sidharth Shukla Death Anniversary: શહેનાઝ માટે દુનિયા સાથે ઝઘડતો હતો સિદ્ધાર્થ, મોતના થોડા દિવસ પહેલા આવી રીતે કર્યો હતો સપોર્ટ

2 સપ્ટેમ્બર 2021ના રોજ સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હતું

Sidharth Shukla Death Anniversary: એક વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 2 સપ્ટેમ્બર 2021ના રોજ બિગ બોસ ફેમ સિદ્ધાર્થ શુક્લાનું નિધન થઈ ગયું હતું. આ સમાચાર સાંભળી તેમના ફેન્સને આઘાત લાગ્યો હતો. માત્ર 40 વર્ષની ઉંમરમાં ટેલેન્ટેડ એક્ટર સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવતા આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

વધુ જુઓ ...
એક વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 2 સપ્ટેમ્બર 2021ના રોજ બિગ બોસ ફેમ સિદ્ધાર્થ શુક્લાનું નિધન થઈ ગયું હતું. આ સમાચાર સાંભળી તેમના ફેન્સને આઘાત લાગ્યો હતો. માત્ર 40 વર્ષની ઉંમરમાં ટેલેન્ટેડ એક્ટર સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવતા આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના પરિવારને પણ આઘાત લાગ્યો હતો, તેમની મિત્ર શહેનાઝ ગિલ સાવ ભાંગી પડી હતી, શહેનાઝ ગિલના ખોળામાં સિદ્ધાર્થ શુક્લાએ અંતિમ શ્વાસ લીધા હતા. સિદ્ધાર્થના નિધનથી શહેનાઝ આઘાતમાં સરી પડી હતી.

આ પણ વાંચોઃ- Virat Kohli: કિશોર કુમારના બંગલામાં વિરાટ કોહલી ખોલશે રેસ્ટોરાં, કિશોરદાની ફેમિલી સાથે ફાઈનલ થઈ ડીલ

સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલે ક્યારેય પોતાના સંબંધોને સત્તાવાર જાહેરા નહોતા કર્યા અને ના તો તેનો સ્વીકાર કર્યો હતો. જો કે, શહેનાઝ ઘણી વખત સિદ્ધાર્થ માટે પોતાની ફિલિંગ્સને વ્યક્ત કરતી જોવા મળતી. તેમજ સિદ્ધાર્થ શહેનાઝની સાથે પોતાના સંબંધોનો સ્વીકાર ક્યાર પણ નહોતો કર્યો, પરંતુ તેઓ હંમેશાં શહેનાઝને સપોર્ટ કરતા હતા. પોતાના મોતના થોડા દિવસ પહેલા તેને શહેનાઝ ગિલને સપોર્ટ કરતા ફેન્સ સાથે ઝઘડી પડ્યો હતો.

મોતના થોડા દિવસ પહેલા સિદ્ધાર્થ શુક્લાએ શહેનાઝ ગિલને સપોર્ટ કર્યો હતો
સિદ્ધાર્થ શુક્લાના નિધનના થોડા દિવસ પહેલા તેના ફેન્સ અને શહેનાઝ ગિલના ફેન્સની વચ્ચે ટ્વિટર પર વિવાદ શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન એક યુઝરે શહેનાઝ ગિલને ટાર્ગેટ કરતા લખ્યું હતું કે, તેને શરમ નથી આવતી, તે પોતાના ફેન્સનો સાથ નથી આપી રહી. આ પર સિદ્ધાર્થ શુક્લાએ પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલને સપોર્ટ કરતા કહ્યું હતું, પ્લીઝ તમારે તેને શરમમાં મૂકવાની જરૂર નથી. આ તેની ભૂલ નથી, આ તેના ફેનડમના કેટલાક લોકોની ભૂલ છે. તેણે જાતે આ બધી વસ્તુઓ રોકવા માટે કહ્યું છે, જેવી રીતે મેં કહ્યું હતું. સભ્ય બનો અને આ જગ્યાને સારી બનાવો, જેથી આપણે એન્જોય કરી શકીએ અને એકબીજા પાસેથી શીખી શકીએ.
First published:

Tags: Sidharth Shukla Death