Home /News /entertainment /Siddharth Shukla: સુતા પહેલાં લીધી હતી દવાઓ, બીજા દિવસે સવારે ન ઉઠી શક્યો
Siddharth Shukla: સુતા પહેલાં લીધી હતી દવાઓ, બીજા દિવસે સવારે ન ઉઠી શક્યો
હાર્ટ એટેકથી સિદ્ધાર્થનું નિધન
Siddharth Shukla Pass Away:સિદ્ધાર્થની પાછળ તેની માતા અને બે બહેનો છોડીને જતો રહ્યો. તેનું છેલ્લે નામ શહેનાઝ ગિલની સાથે જોડાયેલું હતું. સિદ્ધાર્થનાં નિધનથી આખો બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લાએ (Siddharth Shukla) સુતા પહેલાં કેટલીક દવાઓ લીધી હતી, જે બાદ તે સવારે ઉઠી ન શક્યો. ડોક્ટર્સ મુજબ, સિદ્ધાર્થ શુક્લાને (Siddharth Shukla Heart Attack) હાર્ટ એટેક આવ્યો છે. ગત રાત સુધી સિદ્ધાર્થ બિલ્કુલ ફિટ હતો. એવામાં કોઇ બીમારી વગર જ સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla Nomore)અચાનકથી આ દુનિયાને અલવિદા કહીને જતો રહ્યો જેનાંથી સૌ કોઇ આઘાતમાં છે. મુંબઇ પોલીસ દ્વારા સિદ્ધાર્થનાં નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. ગત રોજ તેને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.
સિદ્ધાર્થની પાછળ તેની માતા અને બે બહેનો છોડીને જતો રહ્યો. તેનું છેલ્લે નામ શહેનાઝ ગિલની સાથે જોડાયેલું હતું. સિદ્ધાર્થનાં નિધનથી આખો બોલિવૂડ અને ટીવી ઇન્ડ્સટ્રી શોકમાં છે. તમામ એક્ટર્સ અને એક્ટ્રેસ સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
બિગ બોસ 13થી મળેલી સફળતા બાદ સિદ્ધાર્થ શુક્લાની ફેન ફોલોઇંગમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ વધી ગઇ. એક્ટ્રેસ શહનાઝ ગિલની સાથે તેનું કનેક્શન સોશિયલ મીડિયા પર જોવા મળ્યું હતું. હાલમાં સિદ્ધાર્થ અને શહેનાઝનાં મ્યૂઝિક વીડિયો આવ્યાં હતાં. જેને યુથ પંસદ કરી રહ્યાં છે.
સના ખાન ધ્રુસકે ધ્રુસકે રડી પડી..- સિદ્ધાર્થ શુક્લાનાં નિધનની ખબર સાંભળી સોશિયલ મીડિયા પર લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે. પૂર્વ એક્ટ્રેસ અને સિદ્ધાર્થની મિત્ર રહેલી સના ખાનની સિદ્ધાર્થનાં મોત પર દુખ જતાવ્યું છે. તે સિદ્ધાર્થ વિશે વાત કરતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
તે તેનાં ટીવી શો 'બાલિકા વધુ' અને 'દિલ સે દિલ તક'થી ફેમસ થઇ ગયો. તેણે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા-6'માં પણ કામ કર્યું છે. આ સીવાય તે 'ફિઅર ફેક્ટર- ખતરો કે ખિલાડી' અને 'બિગ બોસ 13'માં પણ નજર આવી ચુક્યો છે.
'બિગ બોસ' જીત્યા બાદ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળ્યો હતો શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યૂઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર