Home /News /entertainment /RIP Sidharth Shukla: સિદ્ધાર્થ શુક્લાની અંતિમ વખત કરણ કુન્દ્રા સાથે થઇ હતી વાત, કરણે કરી જાહેર
RIP Sidharth Shukla: સિદ્ધાર્થ શુક્લાની અંતિમ વખત કરણ કુન્દ્રા સાથે થઇ હતી વાત, કરણે કરી જાહેર
Photo- Instagram
RIP Sidharth Shukla: 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' (Yeh Rishta Kya Kehlalta Hai) ફેઇમ કરણ કુન્દ્રા (Karan Kundra)એ સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં નિધન પર દુખ વ્યક્ત કરતાં ખુલાસો કર્યો છે તેણે ગત સાંજે દિવંગત એક્ટર સાથે વાત કરી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં મોસ્ટ પોપ્યુલર એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નું નિધન થઇ ગયુ છે. બિગ બોસ 13 (Bigg Boss 13)નાં વિજેતા રહેલો સિદ્ધાર્થ શુક્લા 40 વર્ષનો હતો. સિદ્ધાર્થનું મોત હાર્ટ એટેકથી થયું છે. તેની બહેન અને બનેવી દ્વારા તેને કૂપર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જોકે, હોસ્પિટલમાં ગયા બાદ પુષ્ટિ થઇ ગઇ કે સિદ્ધાર્થનું મોત હાર્ટ એટેકથી તઇ ગયુ છે. સિદ્ધાર્થ શુક્લા તેની પાછળ તેની માતા અને બે બહેનોને છોડીને જતો રહ્યો. પોલીસ મુજબ આ આખા મામલામાં કોઇ ફાઉલ પ્લે સામે આવ્યો નથી. એક્ટર કરન કુન્દ્રા (Karan Kudndra)થી અંતિમ વાત કરી હતી.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' (Yeh Rishta Kya Kehlata Hai) ફેઇમ કરણ કુન્દ્રા (Karan Kundra)એ સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં નિધન પર દુખ વ્યક્ત કરતાં ખુલાસો કર્યો હતો કે, તેને ગત સાંજે દિવંગત એક્ટર સાથે વાત કરી હતી.
મોતથી સિદ્ધાર્થની સાથે ફોન પર વાત કરનારા કરનને આ વાતનો વિશ્વાસ નથી થઇ રહ્યો. તેણે લખ્યું કે, 'આ આઘાતજનક છે.. ગત રાત્રે અમે વાત કરી હતી, આપ કેટલું સારુ કરી રહ્યાં છો.. વિશ્વાસ નથી થઇ શકતો.. જલ્દી જતો રહ્યો મિત્ર... ખુબજ જલ્દી... RIP હમેશાં હસતો યાદ રહીશ... ખુબજ દુખી..'
હોસ્પિટલનાં અધિકારીઓએ જણાવ્યું કે, સિદ્ધાર્થ શુક્લાને સવારે આશરે સાડા દસ વાગ્યે જુહૂનાં આર એન કૂપર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલનાં ડિન શૈલેશ મોહિતેએ ક્યું કે, તેણે હોસ્પિટલ 'મૃત લાવવામાં આવ્યો હતો.' અધિકારીઓએ કહ્યું કે, અમે જલ્દી જ તેમનાં શવનું પોસ્ટમોર્ટમ કરવાં મોકલીશું. પોસ્ટમોર્ટમ થતા પહેલાં તેનાં મોતનાં કારણ પર ટિપ્પણી ન કરી શકાય. શરીર પર કંઇ જ વાગ્યાનું નિશાન નથી.
આપને જણાવી દઇએ કે, બિગ બોસ 13માં આવ્યાં બાદ તેણે તેની સ્ટારડમનું અલગ રૂપ જોયુ હતું. સિદ્ધાર્થ શુક્લા માટે સોશિયલ મીડિયા પર જે પ્રેમ જોવા મળતો હતો તે એક અલગ લેવલનો હોતો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર