Home /News /entertainment /સિદ્ધાર્થ શુક્લાનાં આજે અંતિમ સંસ્કાર, ભીની આંખે થશે 'વર્લ્ડ બેસ્ટ મોડલ'ની વિદાય

સિદ્ધાર્થ શુક્લાનાં આજે અંતિમ સંસ્કાર, ભીની આંખે થશે 'વર્લ્ડ બેસ્ટ મોડલ'ની વિદાય

Photo- Instagram @realsidharthshukla

Sidharth Shukla Final Rites: સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં અંતિમ સંસ્કાર આજે થશે. પોલીસ મજુબ, ગુરુવારે સવારે ત્રણ સાડા ત્રણ વાગ્યે સિદ્ધાર્થ ઉઠ્યો તેણે તેની માતાને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. ગુરુવારે ચાર કલાક સુધી તેનું પોસ્ટમોર્ટમ ચાલ્યું. આજે સવારે 11 વાગ્યે સિદ્ધાર્થ શુક્લાની બોડી તેનાં પરિવારને સૌંપી દેવામાં આવશે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં નિધન બાદ વાતો છે કે, આજે તેનાં અંતિમ સંસ્કાર (Siddharth Shukla Funeral) ગુરુવારે સાંજ સુધી કરી દેવામાં આવશે. પણ પોસ્ટમોર્ટમમાં મોડુ અને પોલીસ તપાસ વચ્ચે આ સંભવ નહીં થઇ શકે. ગુરુવારે 4 કલાક સુધી તેનાં શવનું પોસ્ટમોર્ટમ ચાલ્યું. 5 ડોક્ટર્સની ટીમે તેનાં શવનું પોસ્ટમોર્ટમ કર્યું. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ થઇ છે. આજે સવારે 11 વાગ્યે સિદ્ધાર્થ શુક્લાની બોડી તેનાં પરિવારને સોંપી દેવામાં આવશે.

અંતિમ સંસ્કાર પહેલાં બ્રહ્માકુમારીમાં થશે પૂજા-પાઠ
શુક્રવારે તેનાં પાર્થિવ સરીર પહેલાં જુહૂ સ્થિત બ્રહ્માકુમારી ઓફિસ જશે, ત્યાં તેની આત્માની શાંતિ માટે કેટલીક પૂજા કરવામાં આવશે. પછી ક્તાંથી તેની ડેડ બોડી ઘરે લઇ જવામાં આવશે. તેની માતા રીતા શુક્લા બ્રહ્માકુમારીઝ સંસ્થાની સાથે લાંબા સમય સુધી જોડાયેલી છે. આ કારણ છે કે, ગત કેટલાંક સમયથી સિદ્ધાર્થ શુક્લા પણ બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાઇ ગયો હતો.


આ પણ વાંચો-સિદ્ધાર્થનાં મોત પહેલાં શું થયું હતું? ડૉક્ટરે શેનાંથી દૂર રહેવાની આપી હતી સલાહ, જાણો બધુ જ

મુંબઇ પોલીસનાં અધિકારી નિવેદન જાહેર કરશે
પોસ્ટમોર્ટમ બાદ આજે મુંબઇ પોલીસ અધિકારિક નિવેદન જાહેર કરશે. પોલીસ તરફથી હજુ સુધી કોઇ જ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી. હવે પોસ્ટમોર્ટમની રોપોર્ટનાં આધારે નિવેદન જાહેર કરવામાં આવશે. સૂત્રો મુજબ ,કેસ્યુઆલિટી વાર્ડમાં કઘણી વખત સિદ્ધાર્થ શુક્લાની બોડીની બારીકાઇથી તપાસ થઇ ગઇ છે અને ડોક્ટર્સને તેની બોડી પર ક્યાંય ઇજાનાં નિશાન મળઅયાં નથી. મુંબઇ પોલાસે એક્ટર સિદ્ધાર્થ શુક્લાની માતા બહેન અને જીજાનું નિવેદન દાખલ કર્યું છે.

આ પણ વાંચો- Siddharth Shukla: સુતા પહેલાં લીધી હતી દવાઓ, બીજા દિવસે સવારે ન ઉઠી શક્યો

જિમ ટ્રેનરનો દાવો સિદ્ધાર્થને હાર્ટ એટેક ન આવી શકે

દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં નિધન બાદ હવે તેનાં જિમ ટ્રેનર સોનૂ ચૌરસિયાનું નિવેદન સામે આવ્યું છે. News18થી એક્સ્ક્લૂસિવ વાતચીત કરતાં સોનૂ ચૌરસિયાએ કહ્યું, 'હું માનવાં જ તૈયાર નથી કે, સિદ્ધાર્થનું નિધન હાર્ટ એટેકથી થઇ શકે છે. તે ખુબજ ફિટ અને ફિટનેસ માટે સજાગ હતો. હું ગત દોઢ વર્ષથી સિદ્ધાર્થને જિમમાં ટ્રેનિંગ આપુ છું. તે દરરોજ સવારે 10.30 વાગ્યે અમને જિમમાં મળતો હરતો. તે જિમમાં હાર્ડ વર્ક કરતો હતો.' તેણે વધુ આગળ કહ્યું કે, 'મને રાહુલ વૈદ્યનો સવારે 9.30 વાગ્યે કોલ આવ્યો કે, સિદ્ધાર્થની તબિયત ખરાબ છે. પહેલાં મને વિશ્વાસ ન થયો. પણ પછી ઘણાં કોલ્સ આવવાં લાગ્યાં. સિદ્ધાર્થનાં મોતનાં સમાચારથી હું ખુબજ આઘાતમાં છુ. સિદ્ધાર્થ ક્યારેય કોઇ માનસિક તાણમાં કે ડિપ્રેશનમાં ન રહ્યો. હમેશા ખુશ રહેનારો અને લોકોને ખુશ રાખનારો વ્યક્તિ હતો. 24 ઓગસ્ટનાં અમારી વાત થઇ હતી. તેણે મને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી હતી. કારણ કે તે બાદ હું મુંબઇમાં ન હતો. 20 ઓગસ્ટનાં તેણે રક્ષા બંધનનાં તેની બહેનને ગાડી ગિફ્ટ કરવાની વાત કરી હતી. અને 22 ઓગસ્ટનાં તેણે ગિફ્ટ પણ કરી હતી. જિમમાં હમેશાં ખુશ રહેતો અને કડક મેહનત કરતો હતો.'

 પણ વાંચો-RIP Sidharth Shukla: સિદ્ધાર્થ શુક્લાની અંતિમ વખત કરણ કુન્દ્રા સાથે થઇ હતી વાત, કરણે કરી જાહેર

આ પણ વાંચો- Siddharth Shukla News: મોતનાં સમાચાર સાંભળી શૂટિંગ છોડી ભાગી શહનાઝ, રશ્મિ દેસાઇ આઘાતમાંસોનૂ ચૌરસિયાએ વધુમાં કહ્યું કે, 'આ બાદ રાત્રે ડિનર બાદ પણ તે 40 મિનિટ સુધી વોક કરતો હતો અને ગત રાત્રે આશરે 11.30 વાગ્યે એક મીટિંગમાંથી પરત આવતો હતો. મીટિંગ દરમિયાન જ કંઇ બહાર ખાઇને આવ્યો હતો. તેથી ઘરે રાત્રે મે છાશ અને ફળ ખાધા અને આશરે 1.30 વાગ્યે સુવા ગયો હતો. સવારે તેમની માતા જ્યારે તેને ઉઠાડવા ગઇ તો તે સીધા સુતા હતાં. જ્યારે તે આમ ક્યારેય નહોતો સુતો. તુરંત જ ડોક્ટરને બોલાવવામાં આવ્યાં. પંપ વગેરે કર્યું. પણ ડોક્ટરે તબિયત વધુ ખરાબ હોવાની વાત કરતાં હોસ્પિટલ લઇ જવા કહ્યું. પણ હોસ્પિટલ લઇ જતા સમયે તેનું નિધન થઇ ગયું. મને પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ઇન્તેઝાર છે. કારણ કે મને નથી માનવામાં આવતું કે તેનું નિધન હાર્ટ એટેકથી થઇ શકે છે.'
First published:

Tags: RIP Siddharth Shukla, Siddharth Shukla, Siddharth Shukla Death, Siddharth Shukla Final Rites, Siddharth Shukla Funeral

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો