Sidharth Shukla: પંચમહાભૂતમાં વિલિન સિદ્ધાર્થ શુક્લા, બ્રહ્મકુમારી રીતિ રિવાજથી થયા અંતિમ સંસ્કાર

સિદ્ધાર્થનાં અંતિમ દર્શન માટે પહોંચી શહનાઝ અને માતા રિતા

Siddharth Shukla Live Updates: ટીવી ઇન્ડસ્ટ્રી માટે આજે 3 સ્પટેમ્બર શુક્રવારનો દિવસ ઘણો જ ઇમોશનલ રહ્યો છે. સિદ્ધાર્થ શુક્લાનાં જવાથી આખી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલમાં ચારેય તરફ સિદ્ધાર્થ શુક્લાની જ વાત થઇ રહી છે. અને તેને અંતિમ વિદાય આપવાં આખી ટીવી ઇન્ડસ્ટ્રી ઓશિવારા સ્માશનઘાટ પહોંચી ગઇ છે.

  • Share this:
    Sidharth Shukla Live Update:  સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સિદ્ધાર્થ હવે પંચ તત્વમાં વિલીન થઇ ગયો છે. બ્રહ્મકુમારી રીતિ રિવાજની સાથે સિદ્ધાર્થનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ દરમિાયન માતા રીતા શુક્લા પણ શ્મશાન ઘાટ પર હાજર રહી.

    સિદ્ધાર્થનાં અંતિમ સંસ્કાર સમયે ઓશિવારા શ્મશાન ઘાટ પર હદથી વધુ ભીડ જમા થઇ ગઇ છે. મુંબઇ પોલીસે આ ભીડને રોકવા માટે ઘણી મહેનત કરવી પડી રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખી પોલીસ ભીડને ઓછી કરવાનો પ્રયાસ કરી રહી છે.

    ભારે વરસાદ વચ્ચે સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કારની ક્રિયા શરૂ થઇ. પોતાનાં પસંદીદા સ્ટારની એક ઝલક જોવા માટે ફેન્સની ભારે ભીડ હાજર રહી. પણ પોલીસે લોકોને ભીડ ભેગી ન થયા તે માટે અપીલ કરી અને તેમને શ્મશાન ઘાટની બહાર રોકી લીધા છે. સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કારમાં સીમિત સંખ્યામાં જ લોકોને શામેલ કરવાંનાં છે. એવામાં ઘણાં સેલિબ્રિટીઝને એક્ટરનાં અંતિમ દર્શન બાદ બહારથી જ રવાનાં કરવામાં આવી રહ્યાં છે.

    બિગ બોસમાં હમેશાં સિદ્ધાર્થની સાથે નજર આવતો પારસ છાબરા અને મહિરા ખાન પણ મુંબઇ એરપોર્ટ પહોંચી ગયા છે. તેઓ સિદ્ધાર્થનાં અંતિમ દર્શન માટે પહોંચી શક્યા ન હતાં. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ  તેઓ મુંબઇ  એરપોર્ટથી બહાર આવતાં નજર આવ્યાં છે જ્યારે બીજી તરફ સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કાર શરૂ થઇ ગયા છે.




    સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવાં માટે તેનો મિત્ર અને બિગ બોસ 14નો સ્પર્ધક અભિનવ શુક્લા પણ પહોંચી ગયો હતો. તેની સાથે ગુજરાતી બોય હિન્દી આલબમ સિંગર દર્શન રાવલ પણ હતો.






    સિદ્ધાર્થ શુક્લાની એક્સ ગર્લફ્રેન્ડ અને કાંટાલગા ગર્લ  શેફાલી ઝરીવાલા પણ સિદ્ધાર્થનાં અંતિમ દર્શન માટે પહોંચી ગઇ છે.




    બિગ બોસ ઘરની રાણી ગણાતી રાખી સાવંતે પણ સિદ્ધાર્થને અંતિમ દર્શન માટે પહોંચી હતી.




    સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવ દેહ ઓશિવારાનો સ્માશાન ઘાટ પહોંચી ગયો છે, જ્યાં તેનો અંતિમ સંસ્કાર થવાનો છે. પોલીસે મીડિયાને બહાર રોકી છે પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે, અંતિમ દર્શન માટે એક્ટરનું શરીર તેનાં ઘરે લઇ જવામાં આવશે. પણ એમ થયું નહીં.આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગઇ છે. ગુરૂવારે તેનું નિધન થઇ ગયુ હતું. કૂપર હોસ્પિટલનાં ડોક્ટર્સે સિદ્ધાર્થની તપાસ કરી હતી અને આશરે 10.30 વાગ્યે તેને 'ડેથ બિફોર અરાઇવલ' જાહેર કર્યો હતો.

    શહનાઝ ગિલની સાથે જ સિદ્ધાર્થ શુક્લાની માતા રીતા શુક્લા પણ શ્મશાન ઘાટ પહોંચી ઘઇ છે. તેની બહેન પણ છે. શ્માશાન ઘાટની બહાર ફેન્સની ભીડ જમા થઇ ગઇ છે. એવામાં પોલીસ ભીડ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સિદ્ધાર્થ શુક્લાની કહેવાતી ગર્લફ્રેન્ડ શહનાઝ ગીલ તેને અંતિમ દર્શન અને અંતિમ વિદાય આપવાં ઓશીવારા સ્માશગૃહ પહોંચી ગઇ છે. આ સમયે તેની તસવીરો સામે આવી છે જે જોઇને ફેન્સ પણ રડી પડ્યાં છે.





    સિદ્ધાર્થની અંતિમયાત્રામાં શામેલ થવા રાજ કુમાર રાવ તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા અને માતા સાથે સિદ્ધાર્થનાં ઘરે પહોચ્યો




    પ્રિન્સ નરૂલા તેની પત્ની યુવિકા ચૌધરી સાથે સિદ્ધાર્થનાં ઘરે તેની અંતિમ યાત્રામાં શામેલ થવા પહોંચી ગયા છે.




    અલી ગોની અંતિમ યાત્રામાં શામેલ થવાં સિદ્ધાર્થનાં ઘરે પહોચ્યો




    અસીમ રિયાઝ અંતિમ યાત્રામાં શામેલ થવાં સિદ્ધાર્થનાં ઘરે પહોચ્યો




    સિદ્ધાર્થનો પીએમ (પોસ્ટ મોર્ટમ) રિપોર્ટ સામે આવી ગયો છે. પણ આ રિપોર્ટમાં તેનાં મોતનું કારણ માલૂમ થયુ નથી. હોસ્પિટલમાંથી મળેલી માહિતી અનુસાર, કેમિકલ એનાલિસ્ટિ બાદ જ એક્ટરનાં મોતનું અસલી કારણ સામે આવી શકશે. કેમિકલ એનાલિસ્ટનો અર્થ છે કે, આ તપાસથી સ્પષ્ટ થશે કે, સિદ્ધાર્થનાં શરીરમાં ઝૈર હતું કે નહીં. સાથે જ તેને કોઇ બીમારી તો નથી ને.. આપને જણાવી દઇએ કે, ગુરુવારે સિદ્ધાર્થ શુક્લાનાં ફેમિલી ડોક્ટરે સલાહ આપી કે મુંબઇની કૂપર હોસ્પિટલમાં તેને લઇ જવામાં આવે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સિદ્ધાર્થનાં શવનું પોસ્ટમોર્ટમ ગુરુવારે જ થયું હતું જેનો રિપોર્ટ આજે શુક્રવારે સવારે સામે આવ્યો છે.

    આ પણ વાંચો-સિદ્ધાર્થનાં મોત પહેલાં શું થયું હતું? ડૉક્ટરે શેનાંથી દૂર રહેવાની આપી હતી સલાહ, જાણો બધુ જ

    શહનાઝની બાથમાં લીધા અંતિમ શ્વાસ- એક રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)એ શહનાઝ ગિલની બાથમાં અંતિમ શ્વાસ લીધા છે.આ વાતથી શહનાઝ આઘાતમાં છે. અને તે આ વાત સહન નથી કરી શકતી તેનાં પિતા સંતોખ સિંહ સુખે ફોન પર વાત કરતાં કહ્યું કે, 'શહનાઝનો રડી રડીને ખરાબ હાલ થઇ ગયો છે. તેણે મને કહ્યું કે, પાપા તેણે મારા હાથમાં દમ તોડ્યો છે. મારા હાથોમાં તે આ દુનિયા છોડીને ગયો. હવે હું શું કરીશ કેવી રીતે જીવી શકીશ. શહનાઝ ગિલ (Shehnaaz Gill)નાં પિતાએ આખો ઘટનાક્રમ અંગે વાત કરતાં કહ્યું કે, શહનાઝ તેને સવારે ઉઠાડવાં તેનાં રુમમાં ગઇ તો સિદ્ધાર્થે કંઇ જ રિસ્પોન્ડ ન કર્યું. તેણે તેને ખોળામાં લીધો તો પણ સિદ્ધાર્થ તરફથી કોઇ જ રિસ્પોન્ડ ન આવ્યો. પછી તેણે સિદ્ધાર્થની આખી ફેમિલીને બોલાવી જે આસ-પાસમાં જ રહે છે. જે બાદ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. શહનાઝ કહે છે, તે નથી તો હવે હું કેવી રીતે રહીશ.'

     આ પણ વાંચો- Siddharth Shukla: સુતા પહેલાં લીધી હતી દવાઓ, બીજા દિવસે સવારે ન ઉઠી શક્યો


    માતાની ખુબજ નિકટ હતો સિદ્ધાર્થ
    આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થે રાત્રે કેટલીક દવાઓ ખાધી હતી અને તે સુઇ ગયો હતો. સિદ્ધાર્થે શેહનાઝ ગિલને જણાવ્યું કે તેને છાતીમાં દુખાવો થઇ રહ્યો છે. અસહજ લાગી રહ્યું છે. શેહનાઝે સિદ્ધાર્થની માતાને જણાવ્યું. સિદ્ધાર્થની માતા રીતા શુક્લાએ તેને રાત્રે 1 વાગ્યે જ્યૂસ અને પાણી આપ્યું અને રાત્રે સુવા માટે કહ્યું હતું. તે બાદ સિદ્ધાર્થની માતા સવારે 3 વાગ્યે જ્યારે મેડિટેશન માટે ઉઠી ત્યારે માતાએ જોયુ કે સિદ્ધાર્થ સુઈ રહ્યો છે તેથી તે બીજા રૂમમાં જતી રહી. પણ મેડિટેશનથી આવ્યાં બાદ માએ જોયુ કે, કોઇ હલચલ નથી તે જેમ સુતો હતો તેમ જ સુતો હતો અને ત્યારે સવારનાં 5 વાગ્યા હતાં. જે બાદ તેણે તેની દીકરીઓને બોલાવી જે આ જ બિલ્ડિંગમાં રહે છે.

    જીમ ટ્રેનરને વિશ્વાસ નથી કે સિદ્ધાર્થને હાર્ટ એટેક આવી શકે-
    એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં નિધન બાદ હવે તેનાં જિમ ટ્રેનર સોનૂ ચૌરસિયાનું નિવેદન સામે આવ્યું છે. News18થી એક્સ્ક્લૂસિવ વાતચીત કરતાં સોનૂ ચૌરસિયાએ કહ્યું, 'હું માનવાં જ તૈયાર નથી કે, સિદ્ધાર્થનું નિધન હાર્ટ એટેકથી થઇ શકે છે. તે ખુબજ ફિટ અને ફિટનેસ માટે સજાગ હતો. હું ગત દોઢ વર્ષથી સિદ્ધાર્થને જિમમાં ટ્રેનિંગ આપુ છું. તે દરરોજ સવારે 10.30 વાગ્યે અમને જિમમાં મળતો હરતો. તે જિમમાં હાર્ડ વર્ક કરતો હતો.' તેણે વધુ આગળ કહ્યું કે, 'મને રાહુલ વૈદ્યનો સવારે 9.30 વાગ્યે કોલ આવ્યો કે, સિદ્ધાર્થની તબિયત ખરાબ છે. પહેલાં મને વિશ્વાસ ન થયો. પણ પછી ઘણાં કોલ્સ આવવાં લાગ્યાં. સિદ્ધાર્થનાં મોતનાં સમાચારથી હું ખુબજ આઘાતમાં છુ. સિદ્ધાર્થ ક્યારેય કોઇ માનસિક તાણમાં કે ડિપ્રેશનમાં ન રહ્યો. હમેશા ખુશ રહેનારો અને લોકોને ખુશ રાખનારો વ્યક્તિ હતો. 24 ઓગસ્ટનાં અમારી વાત થઇ હતી. તેણે મને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી હતી. કારણ કે તે બાદ હું મુંબઇમાં ન હતો. 20 ઓગસ્ટનાં તેણે રક્ષા બંધનનાં તેની બહેનને ગાડી ગિફ્ટ કરવાની વાત કરી હતી. અને 22 ઓગસ્ટનાં તેણે ગિફ્ટ પણ કરી હતી. જિમમાં હમેશાં ખુશ રહેતો અને કડક મેહનત કરતો હતો.'
    Published by:Margi Pandya
    First published: