Siddharth Shukla: કૂપર હોસ્પિલમાં શરૂ થયું પોસ્ટમોર્ટમ, પરિવારે કહ્યું- ન હતું 'મેન્ટલ પ્રેશર'

મા અને બહેન સાથે સિદ્ધાર્થ શુક્લા

RIP Siddharth Shukla (1980 - 2021): સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નું આજે સવારે હાર્ટ એટેકથી નિધન (Siddharth Shukla dies of heart attack) થઇ ગયું છે. કૂપર હોસ્ટિપલનાં ડોક્ટર નિરંજને સિદ્ધાર્થની તપાસ કરી હતી અન આશરે 10.30 વાગ્યે તેને 'ડેથ બિફોર અરાઇવલ' જાહેર કરી દીધું હતું.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નું આજે સવારે હાર્ટ એટેકથી નિધન (Sidharth Shukla dies of heart attack) થઇ ગયુ છે. બીજી તરફ એક્ટરનાં પરિવારે સ્પષ્ટ કરી દીધુ છે કે, સિદ્ધાર્થ કોઇપણ પ્રકારનાં માનસિક દબાણમાં નથી. તે માત્ર 40 વર્ષનો હતો. એવામાં કૂપર હોસ્પિટલનાં ડોક્ટર નિરંજને સિદ્ધાર્થની તપાસ કરી અને આશરે 10.30 વાગ્યે તેને 'ડેથ બિફોર અરાઇવલ' જાહેર કરી દીધું હતું. બીજી તરફ એક્ટરનાં પરિવારનું સ્પષ્ટ કહેવું છે કે, સિદ્ધાર્થ કોઇપણ પ્રકારનાં માનસિક દબાણમાં ન હતો. પોલીસે આ મામલે કોઇપણ પ્રકાર ફાઉલ પ્લે હોવાની વાતનો ઇન્કાર કરી દીધો છે. સામે આવેલી માહિતી અનુસાર સિદ્ધાર્થનો મૃતદેહ BMCની કૂપર હોસ્પિટલમાં છે અને હોસ્પિટલ અનુસાર સિદ્ધાર્થનું મોત હાર્ટ એટેકથી થઇ ગયુ હતું તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તે મૃત હતો.

    આ પણ વાંચો- Sidharth Shukla: ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર 3 દિવસ પહેલાં હતો એક્ટિવ, હાર્ટ લાઇન પર હતી અંતિમ પોસ્ટ

    જાણકારી અનુસાર સિદ્ધાર્થ રાત્રે કેટલીક દવાઓ ખાઇને સુઇ ગયો અને સવારે જ્યારે તેની માતાએ દરવાજો ખખડાવ્યો તો અંદરથી કંઇ જવાબ ન મળ્યો તો તેને તુરંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. અને હોસ્પિટલ પ્રશાસને તેને મૃત જાહેર કરી દીધો. પરિવારનું કહેવું છે કે, સિદ્ધાર્થ પર કોઇ જ મેન્ટલ પ્રેશર ન હતું. પોલીસ અનુસાર આ મામલે કોઇ ફાઉલ પ્લે સામે નથી આવ્યો. સિદ્ધાથ શુક્લા કેસમાં BMC હેલ્થ વિભાગની ટીમ કૂપર હોસ્પિટલ પહોંચી છે. અને આ મામલે કૂપર હોસ્પિટલનાં ડિન પાસેતી સંપૂર્ણ જાણકારી મેળવી છે. કૂપર હોસ્પિટલનાં ડીને જણાવ્યું કે, જ્યારે સિદ્ધાર્થને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો ત્યારે તેનું પહેલેથી જ મોત થઇ ગયુ હતું. વધુમાં પોલીસે સૂચના આપવામાં આવી હતી કે, બોડીનું પંચનામુ કરશે તે બાદ આગળ મેડિકલ પ્રોસેસ હેઠળ પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. કૂપર હોસ્પિટલનાં ડોક્ટર શિવકુમાર પોસ્ટ મોર્ટમ કરવાંનાં છે.

    આ પણ વાંચો- Siddharth Shukla: સુતા પહેલાં લીધી હતી દવાઓ, બીજા દિવસે સવારે ન ઉઠી શક્યો

    હોસ્પિટલમાં દાખલ થતા પહેલાં જ તેનું નિધન થઇ ગયુ હતું તેથી પોલીસને સૂચિત કરવામાં આવ્યું છે. ડીસીપી અનુસાર સિદ્ધાર્થનું મોત કેવી રીતે થયું છે તે કહેવું મુશ્કેલ છે. મેડીકલ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને સિદ્ધાર્થની સાથે રહેનારાએ નિવેદન લેવામાં આવશે. જે બાદથી જ કંઇ કહેવામાં આવી શકે છે.

    સિદ્ધાર્થ શુક્લા ટીવી શો 'બાલિકા વધુ'થી સુપરહિટ થયો હતો. આ ઉપરાંત તે સીરિયલ્સમાં નજર આવ્યો. સિદ્ધાર્થ બિગ બોસ 13ની વિજેતા રહી ચૂકી છે. હાલમાં જ વેબ શો 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3'માં નજર આવી હતી. સિદ્ધાર્ત શુક્લાનો જન્મ 12 ડિસેમ્બર 1980માં થયું હતું. તેણે ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. અને બાદમાં આરબીઆઈમાં સિવિલ એન્જીનિયર નોકરી હતી. વર્ષ 2005માં તેણે 'વર્લ્ડ બેસ્ટ' મોડલ કંપીટિશનમાં ભાગ લીધો હતો. આ કોમ્પીટિશન તુર્કીમાં થઇ હતી. તે પહેલાં ભારતીય અને એસિયન હતો જેણે આ ટાઇટલ જીત્યું હતું. આ કોમ્પીટિશનમાં લેટિન અમેરિકા અને યૂરોપથી લોકો આવ્યાં હતાં.
    Published by:Margi Pandya
    First published: