Home /News /entertainment /કૃષ્ણા અભિષેક બાદ આ ફેમસ કોમેડિયને અચાનક છોડી દીધો 'ધ કપિલ શર્મા શૉ', ફેન્સને લાગ્યો 440 વોલ્ટનો ઝાટકો

કૃષ્ણા અભિષેક બાદ આ ફેમસ કોમેડિયને અચાનક છોડી દીધો 'ધ કપિલ શર્મા શૉ', ફેન્સને લાગ્યો 440 વોલ્ટનો ઝાટકો

Photo : @kapilsharma Instagram

'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) માંથી સારા કોમેડિયનોની ફોજ ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. નવી સીઝનની શરૂઆત સાથે જ કૃષ્ણા અભિષેકે શોને અલવિદા કહી દીધું. ત્યારબાદ ચંદન પ્રભાકરે શોને અલવિદા કહી દીધું અને હવે વધુ એક કોમેડિયન પણ શો છોડી ગયો.

વધુ જુઓ ...
    સોની પર આવતો કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) અનેક વર્ષોથી લોકોને ભરપૂર એન્ટટેઈન કરી રહ્યો છે. આ શોમાંથી વધુ એક કોમેડિયન શો છોડીને જતો રહ્યો છે, તો અન્ય કલાકારોએ આ શોમાં એન્ટ્રી લીધી છે. સપ્ટેમ્બર 2022માં આ ધ કપિલ શર્મા શોની નવી સીઝન આવી તે સમયે કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) શોમાં એન્ટ્રી લીધી નહોતી.

    તેઓ શોના પ્રોમોમાં જોવા મળ્યા હતા. તેમણે આ શોની નવી સીઝન માટે અનેક પ્રોમો શૂટ કર્યા હતા. શો શરૂ થવાની તૈયારી હતી, તે સમયે તેઓ શોમાંથી બહાર નીકળી ગયા હતા. કૃષ્ણા અભિષેકે શોની ફીના કારણે શો છોડ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મેકર્સ અને તેમની વચ્ચે પૈસાને કારણે વિવાદ થઈ રહ્યો છે.



    આ પણ વાંચો :  રૉયલ અંદાજમાં થશે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન, 84 લગ્ઝરી રૂમથી લઇને 70 વિદેશી કાર સુધી જેસલમેરમાં તડામાર તૈયારીઓ

    કપિલ શર્માના મિત્ર ચંદન પ્રભાકરે (Chandan Prabhakar) પણ આ શો અધવચ્ચેથી છોડી દીધો હતો. તેમણે એક નવી ફિલ્મ સાઈન કરી હતી. હવે વધુ એક કલાકારે શો છોડી દીધો છે. ઈ ટાઈમ્સના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, કોમેડિયન સિદ્ધાર્થ સાગરે (Siddharth Sagar) શો છોડી દીધો છે. સિદ્ધાર્થ ‘ધ કપિલ શર્મા શો’માં સેલ્ફી મૌસી, ઉસ્તાદ ઘરચોરદાસ, ફનવીર સિંહ અને સાગર પગલેતુ જેવા પાત્ર ભજવીને ઓડિયન્સને એન્ટરટેઈન કરતા રહે છે.

    ફી બાબતે વિવાદ


    સિદ્ધાર્થ સાગરના આ નિર્ણય પાછળ શોના પ્રોડ્યૂસર્સ સાથે ફી બાબતે વિવાદ થયો હોવાનું ગણાય છે. સિદ્ધાર્થ પોતાની ફીમાં વધારો કરવા માંગતા હતા, મેકર્સ તેમનો પગાર વધારવા માટે તૈયાર નહોતા. સિદ્ધાર્થ સાગર ‘ધ કપિલ શર્મા શો’ના શુટીંગ માટે મુંબઈ શિફ્ટ થયા હતા અને હવે પોતાના ઘરે દિલ્હી પરત આવી ગયા છે. શોમાં તેમની વાપસી થાય તેવું લાગી રહ્યું નથી.

    આ પણ વાંચો :  આરપાર દેખાય એવો નાનો અમથો ડ્રેસ પહેરીને આ હોટ હસીનાએ મચાવ્યો તહેલકો, બેધડક થઇને આપ્યા કિલર પોઝ


    સિદ્ધાર્થ સાગરે આપી પ્રતિક્રિયા


    રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ સાગર સાથે વાત કરવામાં આવી, તો તેમણે આ બાબતે કોઈપણ પ્રતિક્રિયા આપવાની ના પાડી છે. આ બાબતે પ્રોડ્યૂસર્સ સાથે વાત ચાલી રહી હોવાને કારણે તેઓ કંઈપણ નિવેદન આપી રહ્યા નથી. સિદ્ધાર્થ સાગર પહેલા કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, ચંદન પ્રભાકર, સુનિલ ગ્રોવર, અલી અસગર, ઉપાસના સિંહ પણ કપિલ શર્મા શોમાંથી બહાર થઈ ગયા છે.
    First published:

    Tags: Kapil Sharma, Krushna Abhishek, Latest TV News, The kapil sharma show

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો