Siddharth Malhotra Kiara Advani Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન હાલ ખૂબ ચર્ચામાં છે. બંને જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરવાના છે. હવે બંનેની મ્યુઝિક નાઈટનો એક વીડિયો સામે આવ્યો છે.
મુંબઈઃ બોલિવૂડના ફેમસ લવબર્ડમાંના એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. છેલ્લા ઘણાં દિવસોથી જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં બંનેના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. 4 ફેબ્રુઆરીએ જ કિયારા-સિદ્ધાર્થ બંને તેમના પરિવાર સાથે વેડિંગ વેન્યૂએ પહોંચ્યા હતા.
બંનેના લગ્ન બી-ટાઉનના કોરિડોરમાં ખૂબ ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્નની વિધિ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. હવે સૂર્યગઢ પેલેસમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સંગીત સેરેમનીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ વીડિયો વીરેન્દ્ર ચાવલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં સૂર્યગઢ પેલેસની અંદરની ઝલક જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોન્સર્ટ માટે ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે. છતમાં ઘણા સુંદર ઝુમ્મર છે. મહેમાનોને બેસવા માટે સોફા પણ જોવા મળે છે.
આ વીડિયો જોઈને લાગે છે કે સંગીતનો આ કાર્યક્રમ ખૂબ જ ગ્રાન્ડ થવાનો છે. તમને જણાવી દઈએ કે, પહેલા સમાચાર હતા કે સિદ્ધાર્થ અને કિયારા પણ સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવાના છે. બંનેએ 'કાલા ચશ્મા', 'બિજલી' અને 'રંગસરી' જેવા ઘણા ગીતો પસંદ કર્યા છે, જેના પર કપલ પરફોર્મ કરશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ ક્યારેય તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. જોકે હવે બંને પોતપોતાની મંઝિલ મેળવવા જઈ રહ્યા છે. પહેલા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે બંને 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે 6 ફેબ્રુઆરીએ નહીં પરંતુ 7 ફેબ્રુઆરીએ બંને લગ્ન કરશે.
સલમાન ખાન પણ હાજરી આપશે
આ ભવ્ય લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ ભાગ લેવાના છે. રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાન પણ આ લગ્નમાં હાજરી આપી શકે છે. આ સાથે જ સાઉથના સુપરસ્ટાર રામ ચરણના પણ પહોંચવાની આશા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર