સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રિત સિંહ સ્ટારર મૂવી ‘થેન્ક ગોડ’ દિવાળીના દિવસે 25 ઓક્ટોબર, 2022ના રોજ થિયેટરોમાં રિલિઝ થઇ ચુકી છે. જેનું બોક્સ ઓફિસ પર સારું કલેકશન જોવા મળ્યુ છે જો કે દિવાળીના સમયમાં થેન્ક ગોડ અને રામ સેતુ એકસાથે રિલિઝ થતાં કાંટે કી ટ્કકર જોવા મળી હતી. ફેન્સને એટ્રેક્ટ કરવા માટે થેન્ક ગોડની રિલિઝ ડેટ પર અમદાવાદમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રિત સિંહ જોવા મળ્યા હતા.
ગુજરાતીઓ નવા વર્ષનાં અવસરે મોટા ભાગે પરિવાર સાથે ફિલ્મ જોવાનું પસંદ કરતાં હોય છે ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રિત સિંહે ગુજરાતી ફેન્સને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરી હતી. પોતાના મનપસંદ સ્ટાર્સની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો અને ફિલ્મ પ્રેમીઓ હાજર રહ્યા હતા અને તેમણે સ્ટાર્સનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ અભિનેતાઓ તેમના ચાહકો સાથે થોડો સમય પસાર કરીને ખુશ હતા અને તેમની સાથે સેલ્ફી અને ફોટો લેવા માટે તેમને અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યો હતો.અજય દેવગણ આ કાલ્પનિક કોમેડી ફિલ્મમાં ચિત્રગુપ્તનું પાત્ર ભજવે છે, જે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સિદ્ધાર્થ મલ્હોત્રાના પાત્રને પાઠ ભણાવવાનો પ્રયાસ કરે છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાના પાત્રને 'ગેમ ઓફ લાઈફ' દ્વારા એ શરત સાથે રજૂ કરવામાં આવે છે કે જો તે જીતશે તો તેને પૃથ્વી પર પાછો મોકલવામાં આવશે અને જો તે હારશે તો નરકમાં મોકલવામાં આવશે. બહુ અપેક્ષિત આ ફિલ્મ હાસ્ય અને મનોરંજનથી ભરપૂર હોવાની અપેક્ષા છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રિત સિંહ સ્ટારર મૂવી ‘થેન્ક ગોડ’ વિશે ફિલ્મ વિશે ટોપ સિક્રેટ વાતો શેર કરતાં જણાવ્યું હતું કે આ ફિલ્મ આમ તો જુલાઈમાં આવવાની હતી જો કે દિવાળી યોગ્ય સમય લાગતાં પ્રોડ્યુસર અને ટીમે દિવાળીનો સમય પસંદ કર્યો જેની માટે હું થેન્ક ગોડ કહીશ, આ મુવી જોવા માટેનો બેસ્ટ ટાઈમ હોય છે. સિધ્ધાર્થે કહ્યુ કે મેં આ ઈન્ડસ્ટ્રી માં 10 વર્ષ પુરા કર્યા છે એક થેન્ક ગોડ મોમેન્ટ છે.
તો પોતાના વિશે જણાવતાં રકુલ પ્રિત સિંહે કહ્યું કે હું નોન બોલીવુડ બ્રેકગાઉન્ડમાંથી આવું છે. સપના જોવા અને તેની પાછળ સફળ બનવા માટે મહેનત કરવી એ સમયે ખબર પણ નથી હોતી કે શું આપણે સફળ બનીશું પણ જયારે મહેનત સાચી દિશામાં હોય ત્યારે સફળ થઈ જવાય છે. હું જ્યારથી ઈન્ડસ્ટ્રીમાં આવી છું ત્યારથી સાઉથની અને હિન્દી મુવીમાં ડેબ્યુ કર્યુ છે. મારા ફેન્સ તરફથી આ પ્રેમ છે અને ઈન્ડસ્ટ્રીઝનો પણ સપોર્ટ મળ્યો છે.
બોલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પોતાની અપકમિંગ મૂવી ‘થેન્ક ગોડ’ના પ્રમોશન માટે અમદાવાદ આવી ત્યારે તેણે પોતાની થેન્ક ગોડ મોમેન્ટ શેર કરી હતી. રકુલે જણાવ્યુ કે, આપણે દરરોજ દિવસ દરમિયાન કોઇને કોઇને બાબતે ‘થેન્ક ગોડ’ બોલીયે છીએ, જેમ કે ‘થેન્ક ગોડ ટ્રાફિક ન નડ્યો’, ‘થેન્ક ગોડ જમવાનું સમયસર આવી ગયુ’ આવી ઘણી બધી નાના નાની બાબતો માટે આપણે ભગવાનનો દરરોજ આભાર માનીયે છે. મારી માટે થેન્ડ ગોડ મોમેન્ટ એ છે કે હું મારા સપનાઓ પુરા કરી રહી છે. હું દરરોજ ભગવાનનો આભાર વ્યક્ત કરુ છું,
થેન્ક ગોડ મૂવી વિશે
થેન્ક ગોડ મૂવીમાં સિદ્રાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની સાથે અજય દેવગન પણ છે. આ મૂવી એક કોમેડી ફિલ્મ છે અને તેનું ડાયરેક્શન ઇન્દ્ર કુમારે કર્યુ છે. આ ફિલ્મમાં એક મીડિયમ ક્લાસ ફેમિલી કેવી રીતે અપર-ક્લાસમાં જવુ તેના સ્ટ્રગલની કહાણી છે. આ ફિલ્મમાં જ્યારે અચાનક એક અનપેક્ષિત ઘટના બને છે અને ત્યારબાદ કેવી સિચ્યુએશન સર્જાય છે તેની કહાણી છે."થેન્ક ગોડ" એક કાલ્પનિક કોમેડી ફિલ્મ છે, જેમાં અજય દેવગણે પણ અભિનય કર્યો છે. આ પહેલાં રકુલ અને અજય દેવગણ એકસાથે કામ કરી ચૂકયાં છે જો કે આ વખતે રકુલ સાથે સિધ્ધાર્થ મલ્હોત્રોની જોડી દર્શકોને વધુ પસંદ આવી છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર