Home /News /entertainment /સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ શરૂ! મહેંદી મુકાવતી એક્ટ્રેસનો ફોટો વાયરલ

સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ શરૂ! મહેંદી મુકાવતી એક્ટ્રેસનો ફોટો વાયરલ

કિયારા અડવાણીના લગ્નમાં પણ વીના નાગદા જ મહેંદી મુકશે.

કિયારા અડવાણીના લગ્નમાં પણ વીના નાગદા જ મહેંદી મુકશે. વીનાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કરતા કેપ્શન આપ્યું છે કે, એક હાઈ પ્રોફાઈલ લગ્નમાં શામેલ થવા માટે રાજસ્થાન પહોંચી ગઈ છે.

બોલીવુડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra Wedding) અને કિયારા અડવાણી (Kiara Advani Wedding) ના લગ્નની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આ કપલે લગ્ન બાબતે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. આ બાબતે જાણવા મળી રહ્યું છે કે, કિયારા અને સિદ્ધાર્થ રાજસ્થાનના જૈસલમેરમાં લગ્ન કરશે, તેઓ આવતીકાલે 5 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાન જશે.

લગ્નની પ્રિ-વેડીંગ સેરેમની પણ રાજસ્થાનમાં જ કરવામાં આવશે. હાઈ પ્રોફાઈલ લગ્નમાં સિનેમા જગતના મહેમાની સાથે સાથે લગભગ 150 VVIP ગેસ્ટ સામેલ થશે. આ દરમિયાન કિયારા અડવાણી હાથમાં મહેંદી લગાવતી હોય તેવા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં કિયારાની સાથે સાથે સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ વીના નાગદા પણ જોવા મળી રહી છે.





આ પણ વાંચો :  શ્વેતા તિવારીએ ફરી એકવાર બોલ્ડ ડ્રેસ પહેરીને ઇન્ટરનેટ પર લગાવી આગ, જોતા રહી જશો એક્ટ્રેસનો કિલર અંદાજ

આ ફોટો સામે આવ્યા બાદ અનેક યૂઝર્સ અંદાજો લગાવી રહ્યા છે કે, કિયારા અને સિદ્ધાર્થે લગ્ન કરી લીધા છે. અલબત, સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યો છે, તે એક એડ શૂટનો છે. જેમાં કિયારા અડવાણી દુલ્હન બની હતી. આ લુકને કમ્પ્લીટ કરવા માટે કિયારા અડવાણીએ હાથમાં મહેંદી મુકી હતી અને ખૂબ જ સુંદર લહેંગો પહેર્યો હતો. આ એડ શૂટ માટે કિયારા અડવાણીએ વીના નાગદા પાસે મહેંદી મુકાવી હતી.



વીના નાગદાએ થોડા સમય પહેલા આ ફોટો શેર કર્યો હતો. તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાણવા મળ્યું છે કે, કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં સામેલ થવા માટે તેઓ પણ લગ્નસ્થળે પહોંચી ગયા છે. કિયારા અડવાણીના લગ્નમાં પણ વીના નાગદા જ મહેંદી મુકશે. વીનાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કરતા કેપ્શન આપ્યું છે કે, એક હાઈ પ્રોફાઈલ લગ્નમાં શામેલ થવા માટે રાજસ્થાન પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :  ટીવીની 'સીતા'ની દીકરીઓ ખૂબસૂરતીમાં બોલીવુડની હસીનાઓને પણ આપે છે ટક્કર, જોતા રહી જશો તસવીરો

વીનાએ એરપોર્ટ પરનો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, - ‘#bigfatindianwedding #calling Rajasthan.’ વીનાની આ પોસ્ટ બાદ સ્પષ્ટતા થઈ ગઈ છે કે, વીના નાગદા કિયારા અડવાણીના હાથમાં લગ્નની મહેંદી મુકશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાશે.



નોંધનીય છે કે, વીના નાગદાએ અનેક બોલીવુડ સેલેબ્સના હાથમાં મહેંદી મુકી છે. દુલ્હન મહેંદી મુકવા માટે સેલેબ્સ વીના નાગદાની જ પસંદગી કરી છે. અનેક બિઝનેસ ફેમિલીઝના ઘરમાં મહેંદી આર્ટિસ્ટ તરીકે સામેલ થઈ ચૂકી છે.
First published:

Tags: Bollywood Latest News, Kiara Advani, Royal wedding, Siddharth Malhotra

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો