શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી (Palak Tiwari) અવાર નવાર પોતાના ફેશનથી ઇમ્પ્રેસ કરે છે. પરંતુ આ વખતે કંઇક ઉંધુ જ થઇ ગયું. સ્ટાર કિડને મુંબઇમાં પાપારાઝીએ જ્યારે સ્પોટ કરી, ત્યારે તે કારમાંથી નીચે ઉતરી રહી હતી. તે આ દરમિયાન પોતાના લેધર પેન્ટના કારણે અસહજ લાગી રહી હતી.
પલક તિવારી (Palak Tiwari) ફેશનના મામલે મા શ્વેતા તિવારીથી ઓછી નથી. તેને શુક્રવારની રાતે પાપારાઝીએ ફૉક્સ લેધર પેન્ટ અને કોર્સેટ ટૉપમાં સ્પોટ કરી. તેણે પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે સ્ટ્રેપી સેન્ડલ પહેર્યા હતા. તે થોડી અસહજ હતી અને તેનું કારણ તેનું લેધર પેન્ટ હતું, જે તે વારંવાર અડજસ્ટ કરી રહી હતી.
સ્ટાર કોર્યોગ્રાફર વિરલ ભાયાણીએ જ્યારે પલકનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો, તો લોકોએ તેની અસહજતાને જોતા તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કોઇ તેના સ્લીમ બોડીની મજાક ઉડાવતું જોવા મળ્યું તો કોઇ તેની ફેશન ચોઇસ પર સવાલ ઉઠાવવા લાગ્યું.
તે વારંવાર પેન્ટ એડજસ્ટ કરતી જોવા મળી. લોકો તેના દુબળાપણાને જોઇને તેને પોતાની ડાયેટ વ્યવસ્થિત કરવાની સલાહ આપવા લાગ્યા.
વીડિયોના કોમેન્ટ બોક્સમાં એક યુઝરે લખ્યું, કર્દાશિયાંને કોપી કરવી છે. ઘણા યુઝર ઠંડીમાં ટૂંકા કપડા પહેરવાના કારણે તેની મજાક ઉડાવી રહ્યાં છે. કેટલાંક યુઝર તેને વજન વધારવા માટે સર્જરી કરાવવા માટે કહી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, બહેન તારી કમર છે કે થાંભલો. જણાવી દઇએ કે પલક, શ્વેતા તિવારીના એક્સ હસબન્ડ રાજા ચૌધરીની દિકરી છે. રાજા અને શ્વેતાના વર્ષ 2007માં ડિવોર્સ થઇ ગયા હતા.
પલક હાર્ડી સંધૂના સોન્ગ 'બિજલી બિજલી'માં જોાવા મળી હતી. જેમાં તેના લુક અને ડાન્સના વખાણ કરવામાં આવ્યા હતા. તેણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે સલમાન ખાનની ફિલ્મ 'અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ'માં કામ કર્યુ હતુ. તે ફિલ્મ 'કભી ઇદ કભી દિવાલી'થી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર