એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) લાંબા સમયથી તેનાં પતિ અભિનવ કોહલી (Abhinav Kohli)થી અલગ રહી હી છે. એટલું જ નહીં બંને વચ્ચે કંઇ જ બરાબર પણ ચાલતુ નથી. એવામાં દીકરો રેયાંશ શ્વેતા તિવારી સાથે રહે છે. આ વચ્ચે અભિનવ કોહલીએ શ્વેતા તિવારી પર ચોકાવનારા આરોપો લગાવ્યાં છે અને તેનું કહેવું છે કે, શ્વેતા રેયાંશને એવી જગ્યાએ લઇ ગઇ છે કે તેનાં વિશે કંઇજ માલૂમ નથી. રેયાંશ તેની સાથે 40 દિવસ સુધી હતો હવે શ્વેતા તેને લઇ ગઇ છે. તેનું કહેવું છે કે, તેમનો દીકરો ગાયબ છે પણ હવે અભિનવ કોહલીએ જ શ્વેતા તિવારીનો એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિોયમાં અભિનવ તેનાં દીકરા રેયાંશને મળતો અને તેની સાથે વાત કરતો નજર આવે છે. અભિનવ કોહલીનું કહેવું છે કે, શ્વેતાએ તેને દીકરા સાથે થોડો સમય મેળવ્યો અને પછી તેને લઇને અંદર જતી રહી. અભિનવ આ વીડિયોમાં રેયાંશ સાથે વાત કરતો નજર આવે છે. અને રેયાંશ શ્વેતાનાં ખોળામાં બેઠેલો છે. સામે શ્વેતાની દીકરી પલક પણ બેઠેલી નજર આવે છે. વીડિયોમાં કેમેરાની પાછળ અભિનવ કોહલીનો અવાજ આવે છે.
વીડિયો શેર કરતાં અભિનવે કેપ્શનમાં લખ્યું છે કે, 'જે દિવસે બેબીને મને થોડો સમય મેળવ્યો અને પછી ગાયબ થઇ ગઇ. અને હું દરવાજા પર બેલ વગાડતો રહ્યો. આ તે બપોરનો વીડિયો છે. અને બેબી કહે છે કે, તૂ હોટલ ન આવ્યો.' અભિનવ કોહલીએ આ વીડિયો પર યૂઝર્સ કમેન્ટ કરતાં નજર આવે છએ અને તેમને પ્રતિક્રિયા પણ આપી છે. અભિનવ કોહલીએ એક બાદ એક ઘણાં વીડિયો શેર કર્યા છે. જેમાં શ્વેતા અને તેમનો દીકરો રેયાંશ નજર આવે છે.
અન્ય એક વીડિયો શેર કરતાં અભિનવ લખે છે કે, 'મે ઘર આવવાં દીધો.. જ્યારે બાળક ના પાડતું હતું. જેટલું ઇચ્છતી હતી એટલો સમય રોકાઇ.. બાળક સુઇ જાય ત્યાં સુધી તુ રોકાતી હતી.. અને મારી સાથે કેવું વર્તન કરે છે.. મને ઘરમાં જ નથી આવવાં દેતી. અને પછી બાળકને લઇને ભાઇ ગઇ.. જેથી તે મને મળી જ ન શકે.. અને વિચારવાં લાગે કે હું જ તેને મળવાં આવતો નથી.'
Published by:Margi Pandya
First published:November 10, 2020, 09:56 am