Shweta Tiwari: હોસ્પિટલમાં દાખલ થતાં પૂર્વ પતિ અભિનવ કોહલીનો કટાક્ષ- 'સુંદર દેખાવાનાં ચક્કરમાં.....'

પૂર્વ પતિનો શ્વેતા તિવારી પર કટાક્ષ

શ્વેતા તિવારી (Shweta Tiwari)ને કમજોરી અને લો બ્લડ પ્રેશરના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. આ અંગે તેના પૂર્વ પતિ અભિનવ કોહલી (Abhinav Kohli)એ તેના જલ્દી સારા થઈ જવાની પ્રાર્થના કરી છે તો બીજી તરફ શ્વેતાના વેઈટ લોસની પણ મજાક ઉડાવી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)ને કમજોરી અને લો બ્લડ પ્રેશરને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. આ અંગે તેના પૂર્વ પતિ અભિનવ કોહલી (Abhinav Kohli)એ તેના જલ્દી સારા થઈ જવાની પ્રાર્થના કરી છે તો બીજી તરફ શ્વેતાના વેઈટ લોસની પણ મજાક ઉડાવી છે.

    આ પણ વાચો-ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાઇ દાખલ

    શ્વેતા તિવારી તાજેતરમાં જ ‘ખતરોં કે ખિલાડી 11’ (Khatron Ke Khiladi 11)માં જોવા મળી છે. તે શોના ફિનાલેમાં પણ જોવા મળી હતી. શ્વેતાની તબિયત લથડતાં તેની ટીમે એક ઓફિશ્યલ સ્ટેટમેન્ટ જારી કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સતત ટ્રાવેલિંગ, હવામાનમાં ફેરફાર અને પૂરતો આરામ ન થવાને લીધે શ્વેતાની તબિયત બગડી ગઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે.

    આ પણ વાંચો-કેટરિના કૈફની હમશક્લ એલીના રાય સોશિયલ મીડિયા પર છવાઇ, જુઓ તેનાં PHOTOS

    સોશ્યલ મીડિયા પર શ્વેતા તિવારી અંગે જેવા આ સમાચાર ફેલાયા કે અભિનવ કોહલીએ એના માટે એક નોટ લખી હતી. આ નોટમાં અભિનવે શ્વેતા જલ્દી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરી છે અને સાથે તેના વેઈટ લોસ અને ટ્રાન્સફોર્મેશન અંગે પણ મજાક કરી નાખી છે. સાથે અભિનવે એ પણ કહ્યું કે ભલે તેમના દીકરાની કસ્ટડી માટે તે અને શ્વેતા કેસ લડી રહ્યા છે પણ તે પ્રાર્થના કરે છે કે શ્વેતા જલ્દી ઠીક થઈ જાય.




    ‘સુંદર દેખાવાના ચક્કરમાં જરૂર કરતાં વધારે બોડી બનાવે છે અને...’
    અભિનવ કોહલીએ શેર કરેલી નોટમાં લખ્યું છે કે, ‘મારા અને મારા દીકરાની એકબીજાથી મળવાની અને સાથે રહેવા માટેની લડાઈ એક બાજુ છે અને તે કોર્ટમાં ચાલી રહી છે, પણ ભગવાન કરે કે શ્વેતા જલ્દી તંદુરસ્ત થઈ જાય. એક્ટર બિચારા તમારા બધા સામે સુંદર દેખાવાના ચક્કરમાં અને વધુ પ્રેમ મેળવવા માટે જરૂરત કરતાં વધારે બોડી બનાવે છે. સાવ ઓછું ખાવાનું ખાય છે અને પછી એક દિવસ તેમનું દિલ થાકી જાય છે.’

    આ પણ વાંચો-Karan Mehra: એક્ટરને ઘરેલૂ હિંસા મામલે મળ્યા આગોતરાં જામીન, પત્ની નિશાએ કર્યો હતો કેસ

    અલગ રહે છે અભિનવ અને શ્વેતા, દીકરાની કસ્ટડી માટે ચાલી રહ્યો છે કેસ
    શ્વેતા તિવારી અને તેનો પતિ અભિનવ કોહલી ઘણાં સમયથી અલગ રહે છે. લગ્નના થોડા સમયમાં જ બંનેના સંબંધમાં તિરાડ પડી ગઈ હતી. એક વખત તો બંનેની લડાઈ એટલી વધી ગઈ હતી કે અભિનવને બે દિવસ જેલમાં પણ રહેવું પડ્યું હતું. હાલ બંને વચ્ચે તેમના દીકરા રેયાંશની કસ્ટડીનો કેસ ચાલી રહ્યો છે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: