શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી શેર કર્યો બાથરૂમ વીડિયો

News18 Gujarati
Updated: September 12, 2019, 4:44 PM IST
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી શેર કર્યો બાથરૂમ વીડિયો
પલક તિવારી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. તે ઘણી વખત સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

પલક તિવારી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. તે ઘણી વખત સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: પ્રખ્યાત એક્ટ્રેસ અને બિગ બોસ (Bigg Boss)ની વિનર રહી ચૂકેલી શ્વેતા તિવારી (Shweta Tiwari)ની દીકરી પલક તિવારી સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. તેણે હજુ તો ફિલ્મો કે ટીવીમાં એન્ટ્રી કરી નથી પણ તે સોશિયલ મીડિયા દ્વારા ઘણી જ પ્રસિદ્ધ છે. તેની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે. આ ફેનફોલોઇંગ એમ જ નથી બનતી. તેને માટે સોશિયલ મીડિયાને મેનેજ કરવી પડે છે. અને આ કળામાં પલક માહેર થઇ ગઇ છે. અમે પલકની વાત એટલે કરીએ છીએ કારણ કે તે જાણે છે કે ચર્ચામાં કેવી રીતે રહેવું. હાલમાં જ તેણે ચર્ચામાં રહેવા માટે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એક બાથરૂમ વીડિયો છે.

આ બાથરૂમ વીડિયોમાં તે અરીસામાં જોતી અને પોઝ આપતી નજર આવે છે. પલકે આ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, આ પોઝને ઉલ્ટા પુલ્ટા હેર કહે છે. પલકે જણાવ્યું કે, આ વીડિયો તેનાં જ બાથરૂમનો છે. આ વીડિયો પર ફેન્સે પલકનાં વખાણ કર્યા છે. લોકો તેનાં વાળ અને એબ્સ પર ફિદા થઇ ગયા છે તેવી કમેન્ટ્સ કરી રહ્યાં છે.
 View this post on Instagram
 

This pose is called hair ulta pulta ft my bathroom


A post shared by Palak Tiwari (@palaktiwarii) on


અત્યાર સુધી વાતો હતી કે પલક તિવારી 'તારે જમીન પર' સ્ટાર દર્શીલ સફારી સાથે ડેબ્યૂ કરશે. આ બંને સ્ટાર્સ ફિલ્મ 'ક્વિક'થી તેમનાં કરિઅરની શરૂઆત કરવાનાં હતાં. પણ પલકનાં ભણતરને કારણે તે આ પ્રોજેક્ટથી હટી ગઇ છે. 
View this post on Instagram
 

That’s right, I’m the luckiest girl ever


A post shared by Palak Tiwari (@palaktiwarii) on


થોડા દિવસ પહેલાં પલક તેનાં સાવકા પિતા અભિનવ કોહલી પર મારપીટ કરવાનાં મામલે ચર્ચામાં આવી હતી. પલકની માતા શ્વેતા તિવારીએ પણ પોલીસ ફરિયાદ કરી હતી. અભિનવે પલકને અશ્લીલ તસવીર બતાવી હોવાનું અને ભદ્દા કમેન્ટ્સ કર્યા હોવાનું પણ આ મુદ્દે સામે આવ્યું હતું.
First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर