Palak Tiwari Bold Look: પલક સિંગર હાર્ડી સંધુ સાથે બિજલી મ્યુઝિક વિડીયો (Music video)માં જોવા મળી હતી. ધીમે ધીમે પલક ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની રહી છે. તેનું ફેન ફોલોઇંગ વધી રહ્યું છે. પલક સોશિયલ મીડિયા (Palak tiwari on social media) પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની હોટ અને બોલ્ડ તસવીરો તથા વિડીયો શેર કરતી રહે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સૌટી જિંદગી કીથી જાણીતી બનેલી અભિનેત્રી શ્વેતા તિવારી (Sweta tiwari)ની પુત્રી પલક તિવારી (Palak tiwari) પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી રહી છે. હાલમાં જ પલક સિંગર હાર્ડી સંધુ સાથે બિજલી મ્યુઝિક વિડીયો (Music video)માં જોવા મળી હતી. ધીમે ધીમે પલક ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની રહી છે. તેનું ફેન ફોલોઇંગ વધી રહ્યું છે. પલક સોશિયલ મીડિયા (Palak tiwari on social media) પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની હોટ અને બોલ્ડ તસવીરો તથા વિડીયો શેર કરતી રહે છે.
પલક તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અને પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. તેમાં પલકના લુકે ફેન્સને ચોંકાવી દીધા છે. પલકે બ્લેક કલરની ડિઝાઈનર બ્રાલેટ પહેરી છે, જેમાં ઘણા કોડ લખવામાં આવ્યા છે. આ બ્રાલેટ સાથે પલકે મેચિંગ પેન્ટ અને જેકેટ કેરી કર્યા છે. આ કપડાંમાં પલક ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે.
પલક કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેના આ હોટ અવતારને જોઇને તેના ફેન્સ ખુબ જ આશ્ચર્યમાં મુકાઇ રહ્યા છે. તેની તસવીરો પર કમેન્ટ કરીને ફેન્સ તેની હૉટનેસના વખાણ કરતાં જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી આ તસવીરોને ઘણા વ્યૂઝ મળી ચૂક્યા છે.
અહી નોંધનીય છે કે, પલક જલ્દી જ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેની ફિલ્મ રોઝી - ધ સેફ્રોન ચેપ્ટર આ મહિને રિલીઝ થશે. આ ફિલ્મને વિશાલ મિશ્રાએ ડિરેક્ટ કરી છે, જ્યારે વિવેક ઓબેરોય, પ્રેરણા વી અરોરાએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મમાં પલક તિવારીની સાથે વિવેક ઓબેરોય પણ જોવા મળશે. બીજી તરફ પલક હાલમાં જ હાર્ડી સંધુ સાથે બિજલી બિજલી ગીતમાં જોવા મળી હતી. આ ગીત ખૂબ હિટ રહ્યું છે. ફેન્સને આ ગીત ખૂબ જ પસંદ આવ્યું છે અને અત્યાર સુધીમાં તેના પર અનેક રિલ બનાવાઈ છે.
પલકે હાલમાં જ દિલ્હી ટાઈમ્સ ફેશન વીકમાં પોતાના ગ્લેમરસ લુકથી ધમાલ મચાવી હતી અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કરીને પોતાના ફેન્સને ખુશ કરી દીધા હતા. પરંતુ, ઘણા લોકોને પલકની ચાલવાની સ્ટાઇલ પસંદ આવી નહોતી અને તેઓએ પલકની ચાલ માટે તેને જોરદાર ટ્રોલ કરી હતી. રેમ્પ પર પલક ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક લેધર પેન્ટ સાથે બ્લેક જેકેટ પહેર્યું હતું. તે સુપર સિઝલિંગ લાગી રહી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર