Home /News /entertainment /

શ્વેતા તિવારી વિરુદ્ધ ભોપાલમાં નોંધાઈ ફરિયાદ, ભગવાનના નામ પર વાંધાજનક ટિપ્પણી કરવી ભારે પડી

શ્વેતા તિવારી વિરુદ્ધ ભોપાલમાં નોંધાઈ ફરિયાદ, ભગવાનના નામ પર વાંધાજનક ટિપ્પણી કરવી ભારે પડી

શ્વેતા તિવારી વિરુદ્ધ ભોપાલમાં ફરિયાદ નોંધાઈ

અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) તેની આગામી વેબ સિરીઝ માટે ભોપાલ (Bhopal) ગઈ હતી. ત્યાં તેણે પોતાની આખી ટીમ સાથે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, અહીં તેણે પત્રકારો દ્વારા પુછેલા પ્રશ્ન બાદ વિવાદાસ્પદ ટીપ્પણી કરી વિવાદનો મધપૂડો છંછેડ્યો.

વધુ જુઓ ...
    ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ ભોપાલ (Bhopal) માં તેણે ભગવાન (God) વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેને સાંભળીને હોબાળો મચી ગયો હતો. ભગવાનના નામ પર વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ શ્વેતા તિવારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શ્વેતા તાજેતરમાં જ ફેશન સાથે જોડાયેલી વેબ સિરીઝની જાહેરાત માટે સ્ટારકાસ્ટ અને પ્રોડક્શન ટીમ સાથે ભોપાલ પહોંચી હતી. આ સિરીઝના પ્રમોશન દરમિયાન શ્વેતાએ ભગવાન પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.

    હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે

    શ્વેતા તિવારી (Shweta Tiwari Controversy) વિરુદ્ધ ધાર્મિ‌ક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કલમ 295A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભગવાનના નામે વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા હતા. મામલો વધી ગયો અને ગૃહમંત્રી પાસે શ્વેતા તિવારી અને વેબ સિરીઝના નિર્દેશક સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી. હિંદુ સંગઠને તો ચેતવણી પણ આપી છે કે, શ્વેતા તિવારીએ તેના નિવેદન માટે જાહેરમાં માફી માંગવી જોઈએ નહીં તો હિંદુ સંગઠન વેબ સિરીઝનું શૂટિંગ ભોપાલમાં થવા દેશે નહીં.

    આ એક વિવાદાસ્પદ નિવેદન હતું

    અભિનેત્રી શ્વેતા તિવારી તેની આગામી વેબ સિરીઝ માટે ભોપાલ ગઈ હતી. ત્યાં તેણે પોતાની આખી ટીમ સાથે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા શ્વેતા તિવારીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. શ્વેતાએ કહ્યું, 'ભગવાન મારી બ્રા સાઈઝ લઈ રહ્યા છે'.

    શું કેસ છે?

    ઉલ્લેખનીય છે કે, 'ભગવાન' શ્વેતાનો કો-એક્ટર છે. સ્ટેજ પર શ્વેતા તિવારી સાથે અભિનેતા કંવલજીત સિંહ, સૌરભ રાજ જૈન, રોહિત રોય અને દિગાના સૂર્યવંશી પણ હાજર હતા. સિરીઝમાં બધા સાથે કામ કરી રહ્યા છે. સિરીઝમાં, એક પાત્રને બ્રા ફિટર તરીકે કામ કરતા દર્શાવવામાં આવ્યો છે, જે પાત્ર સૌરભ જૈન દ્વારા ભજવવામાં આવ્યું છે. અભિનેતા અગાઉ મહાભારત સિરિયલમાં ભગવાન કૃષ્ણના રોલમાં જોવા મળ્યો હતો. આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો કે, અત્યાર સુધી તમે ભગવાનની ભૂમિકા ભજવતા હતા અને હવે તમે સીધા બ્રા ફિટરની ભૂમિકા ભજવી રહ્યા છો. જવાબમાં શ્વેતાએ હસીને કહ્યું કે, 'ભગવાન' સિરીઝમાં મારી બ્રાની સાઇઝ લઈ રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Shweta Tiwari Photoshoot, Shweta-tiwari

    આગામી સમાચાર