Raksha Bandhan 2021: શ્વેતા સિંહે ભાઇ સુશાંતને કર્યો યાદ, કહ્યું- 'લવ યુ ભાઇ, આપણે હમેશાં સાથે રહીશું'
Raksha Bandhan 2021: શ્વેતા સિંહે ભાઇ સુશાંતને કર્યો યાદ, કહ્યું- 'લવ યુ ભાઇ, આપણે હમેશાં સાથે રહીશું'
શ્વેતાને આવી ભાઇ સુશાંતની યાદ
Raksha Bandhan 2021: રક્ષાબંધનનાં દિવસે શ્વેતા સિંહે ભાઇ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને યાદ કર્યો છે. અને લખ્યું છે કે, 'લવ યુ ભાઇ, આપણે હમેશાં સાથે રહીશું..'
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajut) અકાળે અવસાનથી આખો દેશ હચમચી ગયો હતો .રક્ષા બંધનના ખાસ પ્રસંગે (Raksha Bandhan 2021), દિવંગત એક્ટરની બહેન, શ્વેતા સિંઘે (Shweta Singh) ભાઇને આજનાં ખાસ અવસરે યાદ કરતાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. શ્વેતાએ સુશાંત સાથે તેનો બાળપણનો સુંદર ફોટો શેર કર્યો છે. આ તસવીર શેર કરતાં શ્વેતાએ લખ્યું છે કે, તે તેનાં ભાઇને ખુબજ યાદ કરે છે.
ફોટામાં, આપણે જોઈ શકીએ છીએ કે સુશાંત બહેન શ્વેતા સાથે પોઝ આપતો હતો, અને આ સમયે શ્વેતાનાં ચહેરા પર ખિલખિલાટ હાસ્ય હતું. તસવીર જોઇને લાગે છે કે જ્યારે તસવીર ક્લિક કરવામાં આવી હશે ત્યારે બંને ભાઇ બહેન એકબીજાની સાથે ખુબજ પ્રફુલ્લીત સમય વિતાવતા હશે. જે ક્ષણો તે સમયે કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ તસવીરમાં સુશાંત લાઇનિંગ વાળા શર્ટમાં નજર આવે છે તો બાજુમાં ઉભેલી બહેન શ્વેતા ગુલાબી અને સફેદ રંગનાં ફ્રોકમાં નજર આવે છે. શ્વેતા એ તસવીર શેર કરતાં લખ્યું છે કે, ભાઈ તું હંમેશા મારી સાથે રહીશ, મીઠી યાદો અને તેના હૃદયમાં. તેણીએ કહ્યું, "લવ યુ ભાઈ, આપણે હંમેશા સાથે રહીશું."
થોડા દિવસો પહેલા, સુશાંત સિંહ રાજપૂતનો ફેસબુક પ્રોફાઇલ ફોટો તેની ટીમ દ્વારા બદલવામાં આવ્યું હતું. ચાહકો આ તસવીર જોઇને સુશાંતને યાદ કરવાં લાગ્યાં અને તેમની લાગણીઓ વ્યક્ત કરવાં લાગ્યાં. જ્યારે કેટલાકે વ્યક્ત કર્યું કે તેઓ સુશાંતને ખુબજ યાદ કરે છે. તો કેટલાંક ફેન્સે ફક્ત ઇમોજી શેર કરીને તેમની ફિલિંગ વ્યક્ત કરી છે. તો કેટલાંક ચાહકો સુશાંત માટે લખતા હતાં કે, 'કૃપા કરીને પાછો આવી જા...'
સુશાંત સિંહનું 14 જૂન, 2020 ના રોજ નિધન થયું હતું. હજુ સુધી તેનાં મોત પાછળનું કારણ સામે આવ્યું નથી. એક્ટર કેદારનાથ, છિછોરે, શુદ્ધ દેશી રોમાંસ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. તેની અંતિમ ફિલ્મ રોમેન્ટિક ઇમોશનલ ડ્રામામ દિલ બેચારા હતી. મુકેશ છાબરા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ જ્હોન ગ્રીનની નવલકથા 'ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ' થી બનાવવામાં આવી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર