Home /News /entertainment /

જાણો Pop song 'દીવાને તો દીવાને હૈ'ની ગાયિકા Shweta Shetty હાલ ક્યાં અને કઈ સ્થિતિમાં છે, 90ના દાયકામાં હિટ થયું હતું આ ગીત

જાણો Pop song 'દીવાને તો દીવાને હૈ'ની ગાયિકા Shweta Shetty હાલ ક્યાં અને કઈ સ્થિતિમાં છે, 90ના દાયકામાં હિટ થયું હતું આ ગીત

પોપ સોંગ પરની તસવીર

Shweta Shetty Pop song:90ના દાયકાના અંતમાં મોટા થયેલા લોકો માટે શ્વેતા શેટ્ટીનું નામ નવું નથી. ભારતના લિજેન્ડ પોપ આઇકોન (Pop Icon) તરીકે જાણીતી આ ગાયિકાના લાખો ચાહકો હતા.

  મુંબઈ : સંગીત લોકોના મનને પ્રફુલ્લીત કરવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ કેટલાક ગીત એવા હોય છે, જે શ્રોતાજનોને ડાન્સ (Dance) કરવા મજબુર કરી દે છે. આવા ગીતોમાં ગાયક (Singer)નો અવાજ (Voice) તેમજ મ્યુઝિક (Music) ખુબ જ મહત્વનો રોલ પ્રદાન કરે છે. ઘણા એવા ગાયક છે, જેનો અવાજ સાંભળીને રૂવાંડા ઉભા થઈ જતા હોય છે. જે પૈકીની એક ગાયિકાની વાત કરીએ તો શ્વેતા શેટ્ટી (Shweta Shetty)નો અવાજ કોણ ભૂલી શકે. 90ના દાયકાના અંતમાં મોટા થયેલા લોકો માટે શ્વેતા શેટ્ટીનું નામ નવું નથી.

  ભારતના લિજેન્ડ પોપ આઇકોન (Pop Icon) તરીકે જાણીતી આ ગાયિકાના લાખો ચાહકો હતા. ફિલ્મ 'અફલાતૂન'નું ગીત 'પોસ્ટર લગવા દો બજાર મેં' હોય કે 'તોટે તોટે હો ગયા' હોય કે પછી 'દીવાને તો દીવાને હૈ' હોય, શ્વેતાના મજબૂત અવાજે તેના સમયમાં લોકો પર એવો પ્રભાવ છવાયો હતો કે દરેક સમયે લોકો બસ તેની જ ચર્ચા કરતા હતા. લોકોના મુખે બસ તેના જ ગીત ગુંજી રહ્યા હતા. જો કે, પોતાના અવાજથી એક સમયે સૌના દિલમાં રાજ કરનારી આ ગાયિકા આજે ક્યાં છે અને શું કરે છે ? તે તેના ફેન્સને જાણવું ગમશે. અહીં જાણો હાલ શ્વેતા શેટ્ટી ક્યાં રહે છે...

  બોલિવૂડમાં હિટ ગીતો ગાયા
  મુંબઈમાં જન્મેલી શ્વેતા શેટ્ટી નાની ઉંમરથી જ જિંગલ્સ, ફેશન શો અને મ્યુઝિક શો માટે ગાતી હતી. અનોખા અવાજને કારણે શ્વેતાએ ધીમે-ધીમે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી. તેણી સખત મહેનત કરી, ધીમે ધીમે પોતાની સફળતા તરફ આગળ વધતી ગઈ. શ્વેતાએ 'દિલ તોટે તોટે હો ગયા' (વિંછી), 'મંગતા હૈ ક્યા' (રંગીલા), 'કલે કાલે બલ' (સ્ટબી), વગેરે જેવા ઘણા બોલિવૂડ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. એક પછી એક બ્લોકબસ્ટર ગીતો ગાઈને શ્વેતાએ ટૂંક સમયમાં સફળતાની સીડી ચઢી પોતાનું સપનું પૂર્ણ કર્યું. શ્વેતાએ જર્મનીમાં રહેતા ક્લેમેન્સ બ્રાંડ સાથે લગ્ન કર્યા પછી, પોતાની કારકિર્દી છોડી દીધી અને જાણે ગાયબ જ થઇ ગઈ.

  શ્વેતાની સફળતાની સ્ટોરી

  અનોખા અને મજબૂત અવાજની સાથે લોકોના દિલ સુધી પહોંચવામાં સફળ રહેલી શ્વેતા શેટ્ટીને વર્ષ 1998ના સ્ક્રીન એવોર્ડમાં, તેણીને 'દીવાને તો દીવાને હૈ' ગીત માટે 'શ્રેષ્ઠ મહિલા પોપ આર્ટિસ્ટ'નો ખિતાબ મળ્યો હતો. વર્ષ 2003માં તેણે તેનું સિંગલ ટ્રેક 'સજના' રિલીઝ કર્યું. આ ગીત પણ જોત - જોતામાં સુપરહિટ થઈ ગયું. આમ, શ્વેતાને ધારી સફળતા મળવા લાગી. આ પછી શ્વેતા જર્મની ગઈ. જ્યાં તેણી સંગીત નિર્માતા ફ્રેન્ક પીટરસન અને સારાહ બ્રાઇટમેનને મળી. એડજસ્ટ થયા પછી, તેણે સારાહ બ્રાઈટમેન સાથે આખા વર્ષ માટે પ્રવાસ કર્યો અને લગભગ 5 ખંડોમાં લગભગ 120 શો કર્યા. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન શ્વેતાએ ક્લાસિક મ્યુઝિકમાં પણ હાથ અજમાવ્યો છે.

  આ પણ વાંચોઃ-Hunarbaaz: ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચીયાએ વ્યક્ત કર્યું દુઃખ! કહ્યું- 'લોકો ટોણા મારતા હતા કે...'

  લગ્ન પછી છોડી કારકિર્દી
  પોતાના અવાજથી લાખો લોકોના મન મોહી લીધા બાદ શ્વેતા શેટ્ટીની કારકિર્દીનો ગ્રાફ ટોચ પર હતો, ત્યારે તેણીની મુલાકાત 'કાન્સ એડવર્ટાઈઝિંગ ફિલ્મ ફેસ્ટિવલ'માં જર્મનના ક્લેમેન્સ બ્રાંડ સાથે થઇ. અમુક સમય માટે બંનેએ ડેટિંગ કર્યા બાદ લગ્ન કરી લીધા. જે બાદ શ્વેતા સંગીતની કારકિર્દી અને પોતાનું પ્રખ્યાત જીવન છોડીને જર્મનીમાં કાયમી ધોરણે સ્થાયી થઈ ગઈ. જોકે, હવે બંનેના છૂટાછેડા થઈ ગયા છે.

  શ્વેતા શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઘણા લોકો મને પૂછે છે 'તમે તે કેવી રીતે કરી શકો? તમે આવું કેમ કર્યું?' હું માનું છું કે મારો નિર્ણય સર્વોચ્ચ હતો. મારા મિત્રોએ મને કહ્યું, 'કૃપા કરીને ના જાઓ'. મારા ભૂતપૂર્વ પતિ પણ મને કહેતા હતા કે તને લઈ જવામાં મને ખરાબ લાગે છે, જુઓ તેઓ શું કહે છે, તેઓ મને કોઈક વિલન તરીકે જોઈ રહ્યા છે. પરંતુ મેં તેના વિશે વિચાર્યું ન હતું."

  આ પણ વાંચોઃ-Lata Mangeshkar Health: હજુ પણ ICUમાં દાખલ છે સૂર સામ્રાજ્ઞી, જાણો ડોક્ટરોએ શું કહ્યું?

  કોરોના રોગચાળા દરમિયાન શ્વેતા શેટ્ટીનું પુનરાગમન
  શ્વેતા શેટ્ટીએ પતિ સાથે છૂટાછેડા લીધા પછી જર્મનીમાં યોગ શીખવવાનું શરૂ કર્યું. ઉલ્લેખનીય છે કે, શ્વેતા ભલે 20 વર્ષ સુધી સંગીતથી દૂર રહી, પરંતુ સંગીત ક્યારેય તેનાથી દૂર ન થયું. વર્ષ 2020 માં જ્યારે કોરોના રોગચાળાએ દસ્તક આપી, તે દરમિયાન ગાયકનું ટોચનું ગીત 'દીવાને તો દીવાને હૈ' ભારતમાં ફરી ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ગીતને આટલો પ્રેમ મળ્યા પછી તેણે મસ્તી-મસ્તીમાં 'ડરો ન' નામનું ટ્રેક રિલીઝ કર્યું, જેનું શૂટિંગ iPhone પર થયું હતું. વર્ષ 2021 માં, તેણે તેના સિંગલ ટ્રેક 'JMHM' સાથે સંગીત ઉદ્યોગમાં સત્તાવાર પુનરાગમન કર્યું. આટલા વર્ષો પછી પણ લોકોનો તેના અવાજ પર પ્રેમ ઓછો થયો નથી.
  Published by:ankit patel
  First published:

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन