Shveta Salve Birthday: ટીવી શો 'લેફ્ટ રાઈટ લેફ્ટ' (Left Righ Left)થી ખૂબ જ લોકપ્રિય થઈ. ટીવીની વહુ માત્ર સાડી-સલવાર સૂટમાં જ જોવા મળે એવી વિચારસરણી બદલી બિકીની ફોટોશૂટ કરાવ્યું હતું
બોલિવુડ (Bollywood) ટીવી એક્ટ્રેસ (tv actress) શ્વેતા સાલ્વેનો જન્મ (Happy Birthday Shveta Salve) 12 નવેમ્બર, 1984ના રોજ મુંબઈમાં થયો હતો, તેને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. પિતા દીપક સાલ્વે અને માતા હેમા સાલ્વેની લાડલી શ્વેતાએ શાળા દરમિયાન ઘણી વખત નાટક અને નૃત્ય સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. તેણે ચેમ્બુરની લોરેટો કોન્વેન્ટ સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી, તેણે મુંબઈની સોફિયા કોલેજ (Sophia College for Women)માંથી બીએની ડિગ્રી મેળવી. તેણી કોલેજના વાર્ષિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લેતી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી, તેણે તેના પરિવારને કહ્યું કે, તે અભિનયની દુનિયામાં કારકિર્દી બનાવવા માંગે છે. માતા-પિતાએ પુત્રીના નિર્ણય પર તેમની સંમતિની મહોર લગાવી.
શ્વેતા સાલ્વે (Shveta Salve)એ પહેલીવાર 90ના દાયકાના અંતમાં ટીવી શો 'હિપ હિપ હુરે' (Hip Hip Hurray)માં કામ કર્યું હતું. શ્વેતા ટીવી શો 'લેફ્ટ રાઈટ લેફ્ટ' (Left Righ Left)થી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. આ શોમાં તેણે ડો. રિતુ મિશ્રાનું પાત્ર ભજવ્યું હતું. શ્વેતા સાલ્વેને 'લિપસ્ટિક', 'કિટી પાર્ટી,' 'સીઆઈડી,' 'પર ઈસ દિલ કો કૈસે સમજાઉ' જેવા ટીવી શોથી ઘરે ઘરે તેને ઓળખ મળી. શ્વેતાએ ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. પ્રથમ વખત, વર્ષ 2006 માં, તેણે 'ઝલક દિખલા જા'ની પ્રથમ સીઝનમાં ભાગ લીધો હતો. તે આ શોની રનર અપ હતી. વર્ષ 2007માં શ્વેતાએ ક્રિકેટ રિયાલિટી સિરીઝ 'ક્રિકેટ સ્ટાર' પણ હોસ્ટ કરી હતી.
શ્વેતા સાલ્વેએ વર્ષ 1999માં ફિલ્મ 'પ્યાર મેં કભી કભી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે રિંકી ખન્ના, સંજય સુરી અને ડીનો મોરિયા પણ હતા. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી. તે પછી તે ફરીથી સિરિયલમાં વ્યસ્ત થઈ ગઈ. વર્ષ 2010માં ફરી એક ફિલ્મમાં કામ કર્યું. ફિલ્મનું નામ હતું 'ના ઘર કે ના ઘાટ કે'. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર દમ તોડી દીધો. વર્ષ 2011માં અજય દેવગન અને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ 'દિલ તો બચ્ચા હૈ જી'માં એક આઈટમ સોંગ કર્યું હતું.
શ્વેતાએ ટીવી અભિનેત્રીઓમાંની એક છે, જેણે ટીવીની વહુ માત્ર સાડી-સલવાર સૂટમાં જ જોવા મળે એવી વિચારસરણી બદલી નાખી. તેણે આ પરંપરા તોડી અને બિકીની ફોટોશૂટ કરાવ્યું, જેણે હંગામો મચાવ્યો.
તેણે 24 એપ્રિલ 2012ના રોજ હરમીત સેઠી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2016માં શ્વેતા એક પુત્રીની માતા બની હતી. શ્વેતા અને હરમીતની લિપ લોકની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. શ્વેતા હાલના સમયમાં ટીવી શોમાં ભાગ્યે જ જોવા મળે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર