VIDEO: જુઓ કોમેડી અને ગાળોથી ભરપૂર સુશાંત-શ્રદ્ધાનું 'છીછોરે'નું ટ્રેલર

ટ્રેલરને ખુબજ ધમાકેદાર રિએક્શન મળી રહ્યાં છે. આ સાથે જ તેની રિલીઝની પણ આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ફિલ્મ 30 ઓગષ્ટનાં રોજ રિલીઝ થશે

News18 Gujarati
Updated: August 4, 2019, 5:30 PM IST
VIDEO: જુઓ કોમેડી અને ગાળોથી ભરપૂર સુશાંત-શ્રદ્ધાનું 'છીછોરે'નું ટ્રેલર
ટ્રેલરને ખુબજ ધમાકેદાર રિએક્શન મળી રહ્યાં છે. આ સાથે જ તેની રિલીઝની પણ આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ફિલ્મ 30 ઓગષ્ટનાં રોજ રિલીઝ થશે
News18 Gujarati
Updated: August 4, 2019, 5:30 PM IST
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હાલમાં બોલિવૂડની ઘણી એકથી એક ફિલ્મો આવી રહી છે અને તમામ ફિલ્મો ચર્ચામાં છે. આ ફિલ્મ છે એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સ્ટાર 'છિછોરે'. ફિલ્મમાં સુશાંત અને શ્રદ્ધા ઉપરાંત ઘણાં એક્ટર્સ છે. હાલમાં જ ફિલ્મું ટ્રેલર રિલીઝ થયુ છે. અને રિલીઝ થતાની સાથે જ આ ટ્રેલર યુટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

આમિર ખાનની 'દંગલ' ફિલ્મનાં ડિરેક્ટર નિતેશ તિવારીએ આ ફિલ્મનું ડિરેક્શન કર્યુ છે. આ ટ્રેલરમાં તમામ કિરદારની જવાનીથી લઇ ઘડપણ સુધીની કહાની બતાવવામાં આવી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે તેનું દેસીપણું. જે સુશાંતની સીથેત મામ એક્ટર્સે બખુબીથી અદા કર્યુ છે.

આ ફિલ્મનાં ટ્રેલરની શરૂઆતી સીનમાં ખુબ બધી ગાળો બોલાય છે. જોકે આ ગાળોની અવાજની જગ્યાએ અહીં ગોળીઓની અવાજ મુકવામાં આવી છે. જોઇ લો આ ટ્રેલર-



ફિલ્મમાં દોસ્તી-પ્રેમ અને તકરાર આ પ્રકારનાં ઘણાં ઇમોશન્સ બતાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં મિત્રોની એક ટીમ જેમનું નામ લૂઝર્સ છે. તે એક બીજી ટીમને હરાવવાં કોમ્પિટીશન કરતાં જોવા મળે છે. આ ફિલ્મની
દરેક પરિસ્થિતિમાં કોમેડીનો ડોઝ આપવામાં આવ્યો છે.
Loading...

ટ્રેલરને ખુબજ ધમાકેદાર રિએક્શન મળી રહ્યાં છે. આ સાથે જ તેની રિલીઝની પણ આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ફિલ્મ 30 ઓગષ્ટનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મની સાથે જ શ્રદ્ધા કપૂરની 30 ઓગષ્ટનાં રોજ બે ફિલ્મો રિલીઝ થશે. 'સાહો' અને 'છીછોરે'.
First published: August 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...