Home /News /entertainment /વાત વાતમાં આ શું બોલી ગયો શુભમન ગિલ, સારા અલી ખાનને ડેટ કરવા પર આપી દીધી મોટી હિંટ

વાત વાતમાં આ શું બોલી ગયો શુભમન ગિલ, સારા અલી ખાનને ડેટ કરવા પર આપી દીધી મોટી હિંટ

સારા સાથે શુભમનનું ઇલુ-ઇલુ

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથેના અફેરની અટકળો પર ક્રિકેટર શુભમન ગિલે રિએક્શન આપ્યુ છે. તેણે એક શો દરમિયાન જણાવ્યું કે તે સારાને ડેટ કરી રહ્યો છે કે નહીં.

    સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલ વચ્ચેના રિલેશનશિપને લઈને સોશિયલ મીડિયા પર ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા શુભમનને ડેટ કરી રહી છે. તમને જણાવી દઈએ કે સારાએ આ અટકળો પર હજુ સુધી કોઈ રિએક્શન આપ્યું નથી, પરંતુ તે ઘણી વખત શુભમન સાથે જોવા મળી છે.

    હવે ક્રિકેટર શુભમન ગિલે સારા સાથેના તેના અફેરની અટકળો પર રિએક્શન આપ્યું છે. તેણે પોતાની ડેટિંગની અટકળો પર મૌન તોડ્યું છે તેમજ એક ચેટ શો દરમિયાન સારાના વખાણ કર્યા છે.

    આ પણ વાંચો :  મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો અને કહ્યું તારા બ્રેસ્ટની સાઇઝ....સાજિદ ખાન પર વધુ એક એક્ટ્રેસનો ગંભીર આરોપ

    હકીકતમાં, શુભમન ગિલ તાજેતરમાં પ્રીતિ અને નીતિ સિમોઝના પોપ્યુલર પંજાબી ચેટ શો 'દિલ દિયા ગલ્લા'માં ગેસ્ટ તરીકે જોડાયો હતો. આ દરમિયાન તેણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ઘણી મજેદાર વાતો શેર કરી. આ દરમિયાન, શોની હોસ્ટ એટલે કે પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવાએ ક્રિકેટરને પૂછ્યું કે બોલિવૂડની સૌથી ફિટ ફિમેલ એક્ટર કોણ છે? જરાં પણ રાહ જોયા વિના શુભમને સારા અલી ખાનનું નામ લીધું.

    શુભમને ગૂંચવી નાંખનારો જવાબ આપ્યો


    શોમાં આગળ જ્યારે શુભમનને સારા સાથે ડેટિંગ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે ગોળ ગોળ જવાબ આપ્યો અને કહ્યું, 'કદાચ'. જો કે, જ્યારે તેના પર થોડો ભાર મૂકવામાં આવ્યો અને તેને 'સારા કા સારા સચ બોલો' એમ કહેવામાં આવ્યું.

    આ પણ વાંચો :  શૉકિંગ! 'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થયા બાદ આમિર ખાન નહીં કરે એક્ટિંગ, લીધો કરિયરનો સૌથી મોટો નિર્ણય

    આના પર ક્રિકેટર શરમાયો અને મોટી સ્માઇલ સાથે બોલ્યો, "સારા દા સારા સચ બોલ દિયા.. શાયદ હા શાયદ ના." હવે શુભમનના આ જવાબથી ફેન્સ પણ મૂંઝવણમાં છે કે તે ખરેખર સારાને ડેટ કરી રહ્યો છે કે પછી આ માત્ર અટકળો છે. ખેર, જે હોય તે આવનારા સમયમાં બધુ જ સ્પષ્ટ થઇ જશે.

    તમને જણાવી દઈએ કે સારા અને શુભમનના ડેટિંગના સમાચાર આ વર્ષે ઓગસ્ટથી સામે આવ્યા હતા. આ પહેલા બંને ફ્લાઈટમાં સાથે ટ્રાવેલ કરતા જોવા મળ્યા હતા. આ પછી બંને એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. તમારી જાણકારી માટે એ પણ જણાવી દઈએ કે સારા અલી ખાન સાથે નામ જોડાય તે પહેલા શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે પણ જોડાઈ ચૂક્યું છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood Latest News, Sara ali khan, Sara Ali Khan Instagram, Shubman Gill

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन