Home /News /entertainment /

ચાઈનીઝ એપ હોવાના કારણે ‘ભાભીજી’ એ ડિલીટ કર્યું Tiktok, ચાહકોને પણ કરી આ અપીલ

ચાઈનીઝ એપ હોવાના કારણે ‘ભાભીજી’ એ ડિલીટ કર્યું Tiktok, ચાહકોને પણ કરી આ અપીલ

ચાઈનીઝ એપ હોવાના કારણે ‘ભાભીજી’એ ડિલીટ કર્યું Tiktok

શુભાંગી અત્રેએ કહ્યું - હું આ એપનો ઉપયોગ નહી કરું, કારણ કે મારે પોતાના દેશને સપોર્ટ કરવાનો છે

  મુંબઈ : દેશમાં હાલના દિવસોમાં ચાઈનીઝ એપ ટિકટૉક ઘણી ચર્ચામાં બનેલી છે. પહેલા યૂ-ટ્યુબર Youtuber અજય નાગર સાથે વિવાદ પછી Youtube vs TikTok અને બાદમાં #BanTikTokના કારણે ટિકટૉક ખૂબ ચર્ચામાં છે. હાલમાં ઘણા સેલિબ્રિટીએ ભારતમાં ટિકટૉક પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. આ યાદીમાં ‘ભાભીજી ઘર પર હૈ’ (Bhabiji Ghar Par Hain)'ફેમ અંગુરી ભાભી એટલે કે શુભાંગી અત્રેએ (Shubhangi Atre) પણ આ અભિયાનને સપોર્ટ કર્યો છે, અને પોતાના મોબાઈલમાંથી આ એપનું એકાઉન્ટ અને એપ બંને ડિલીટ કરી નાખી છે. સાથે પોતાના ચાહકોને પણ ડિલીટ કરવા અપીલ કરી છે.

  ટિકટૉકમાંથી પોતાનું એકાઉન્ટ ડિલીટ કરવાની જાણકારી આપતા અભિનેત્રીએ પોતાના પ્રશંસકોને પણ આ લોકલ કેમ્પેઇનને સપોર્ટ કરવાની માંગ કરી છે. શુભાંગી અત્રેએ કહ્યું હતું કે મેં ટિકટૉકને એટલા માટે ડિલીટ કરી કારણ કે હું પોતાના દેશના લોકલ વ્યવસાયને સપોર્ટ કરવા માંગું છું. હું નથી ઈચ્છતી કે આ એપ્સ આપડા દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ પ્રભાવ પાડે. આ સાચું છે કે આ એક પૉપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, તેનો ઉપયોગ પ્રમોશનલ એક્ટિવિટી માટે પણ કરી શકાય છે પરંતુ હવે હું આ એપનો ઉપયોગ નહી કરું, કારણ કે મારે પોતાના દેશને સપોર્ટ કરવાનો છે.

  આ પણ વાંચો - આ ખેડૂતે કરી કમાલ, 7.1 ફૂટના ધાણા ઉગાડી ગિનિજ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

  શુભાંગી અત્રેએ કહ્યું હતું કે એવા ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જે લોકલ છે અને હવે હું તેનો ઉપયોગ કરીશ. આશા છે કે બાકી લોકો પણ આ કેમ્પેઈનને સપોર્ટ કરશે અને આ ચાઇનીઝ એપને ડિલીટ કરીને લોકલ એપનો ઉપયોગ શરુ કરશે. શુભાંગી અત્રેએ કહ્યું હતું કે Tiktok પર મારા ઘણા પ્રશંસકો હતા પણ હું તે બધાને ટિકટોક છોડવા માટે કહેતી નથી પણ આશા છે કે બધા દેશની બહારના પ્રોડક્ટ્સને ના કહેવાનું જલ્દી શરુ કરશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Shubhangi Atre, Tiktok

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन