Shruti Haasan Birthday : શ્રુતિ હાસન છે ટેલેન્ટેડ, 6 વર્ષની ઉંમરે ગાયું હતું ગીત, 14 વર્ષે લખી સ્ક્રિપ્ટ, બોલી શકે છે 6થી વધુ ભાષાઓ
Shruti Haasan Birthday : શ્રુતિ હાસન છે ટેલેન્ટેડ, 6 વર્ષની ઉંમરે ગાયું હતું ગીત, 14 વર્ષે લખી સ્ક્રિપ્ટ, બોલી શકે છે 6થી વધુ ભાષાઓ
શ્રુતિ હાસન જન્મદિવસ
Shruti Haasan Birthday : શ્રુતિ (Shruti Haasan) નો જન્મ 28 જાન્યુઆરી 1986ના રોજ ચેન્નાઈ (Chennai)માં થયો હતો. સુંદર શ્રુતિએ માત્ર 6 વર્ષની ઉંમરે જ ગીત (Song) ગાયને સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. શ્રુતિનું માઈન્ડ એટલું શાર્પ છે કે, તેણી એક, બે નહીં પરંતુ 6 ભાષાઓ જાણે છે અને બોલી પણ શકે છે
Shruti Haasan Birthday : બોલિવૂડ (Bollywood) અભિનેત્રી (Actress) અને ગાયક (Singer) શ્રુતિ હાસન (Shruti Haasan) આજે તેનો 36મો જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. શ્રુતિનો જન્મ 28 જાન્યુઆરી 1986ના રોજ ચેન્નાઈ (Chennai)માં થયો હતો. સુંદર શ્રુતિએ માત્ર 6 વર્ષની ઉંમરે જ ગીત (Song) ગાયને સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. નાનપણથી જ પોતાની અલગ કલાકારી દર્શાવતી શ્રુતિએ 14 વર્ષની ઉંમરે એક સ્ક્રિપ્ટ (Script) પણ લખી હતી. શ્રુતિનું માઈન્ડ એટલું શાર્પ છે કે, તેણી એક, બે નહીં પરંતુ 6 ભાષાઓ જાણે છે અને બોલી પણ શકે છે.
કમલ હાસન અને સારિકાની મોટી દીકરી છે શ્રુતિ
સાઉથ સિનેમાના સુપરસ્ટાર અને બોલીવુડમાં પણ એક્ટિંગ કરી ખ્યાતિ મેળવનાર કમલ હાસન અને સારિકા ઠાકુરની મોટી દીકરી છે શ્રુતિ હાસન. શ્રુતિએ માત્ર 6 વર્ષની ઉંમરે પ્રથમ વખત તેના પિતાની બૉલીવુડ ફિલ્મ 'ચાચી 420'માં ગીત ગાયું હતું. અભિનેત્રી, સિંગર ઉપરાંત શ્રુતિ હાસન એક મોડલ, સંગીતકાર અને લેખક પણ છે. 14 વર્ષની ઉંમરે, શ્રુતિએ ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. શ્રુતિ હાસને તેનું સ્કૂલિંગ ચેન્નાઈથી કર્યું છે. આ પછી તેણે સેન્ટ એન્ડ્રુ કોલેજમાંથી સાયકોલોજીમાં કોલેજ કરી. તે પછી તે સંગીત શીખવા માટે કેલિફોર્નિયા ગઈ હતી. એટલું જ નહીં, શ્રુતિને ઘણી ભાષાઓનું જ્ઞાન છે. શ્રુતિ હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ જેવી ભાષાઓ સારી રીતે બોલી શકે છે. નોંધનીય છે કે, મલ્ટી ટેલેન્ટેડ શ્રુતિને હજુ બોલિવૂડમાં બહુ સફળતા મળી નથી પરંતુ તે સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે.
તેના માતા-પિતાના લગ્નના બે મહિના બાદ થયો હતો શ્રુતિનો જન્મ
બહુ ઓછા લોકો જાણે છે કે, શ્રુતિનો જન્મ તેના માતા-પિતાના લગ્નના બે મહિના બાદ જ થયો હતો. વાસ્તવમાં કમલ હાસન અને સારિકા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ દરમિયાન સારિકા પ્રેગ્નન્ટ થઈ ગઈ, જે પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. કમલ અને સારિકાએ લગ્ન કર્યાના 2 મહિના પછી જ શ્રુતિનો જન્મ થયો. શ્રુતિની એક બહેન પણ છે, જેનું નામ અક્ષરા હાસન છે.
શ્રુતિએ બોલિવૂડ 'લક' ફિલ્મથી લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું. આ પછી શ્રુતિ હાસને 'દિલ તો બચ્ચા હૈ જી', 'રમૈયા વસ્તાવૈયા', 'વેલકમ બેક' અને 'ગબ્બર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, હજુ સુધી બોલિવૂડમાં શ્રુતિને એટલી સફળતા મળી નથી. પરંતુ સાઉથની ફિલ્મોમાં તેને ઘણી સફળતા મળી છે.
શ્રુતિ હાસન પણ પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા સુધી તે વિદેશી બોયફ્રેન્ડ માઈકલ કોર્સેલ સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ વર્ષ 2019માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી શ્રુતિ એટલી ભાંગી પડી હતી. જે બાદ તેણે ખૂબ દારૂ પીવાનું શરૂ કરી દીધું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. શ્રુતિની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, તેણે તેની કારકિર્દીમાં પણ બ્રેક લેવો પડ્યો હતો. જોકે, શ્રુતિ ધીમે ધીમે તેના બ્રેકઅપના દુઃખમાંથી બહાર નીકળી ગઈ છે અને તેણી હાલમાં એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે. બંને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર