Home /News /entertainment /Exclusive: શ્રેયસ તલપડેએ Kaun Pravin Tambe ની સફળતા પર કહ્યું, લોકો કહેવા લાગ્યા હતા કે 'ગોલમાલ' નહીં આવે તો શું કરશે?
Exclusive: શ્રેયસ તલપડેએ Kaun Pravin Tambe ની સફળતા પર કહ્યું, લોકો કહેવા લાગ્યા હતા કે 'ગોલમાલ' નહીં આવે તો શું કરશે?
શ્રેયસ તલપડેની નવી ફિલ્મ કૌન પ્રવિણ તાંબે ડિઝની હોટ સ્ટાર પર રિલીઝ
શ્રેયસ તલપડે (Shreyas Talpade) ની ફિલ્મ 'કૌન પ્રવીણ તાંબે' (Shreyas Talpade Kaun Pravin Tambe) ડિઝની પ્લસ હોટસ્ટાર (disney plus hotstar) પર રિલીઝ થઈ છે. શ્રેયશે કહ્યું લોકોએ સમજી લીધુ હતુ કે મારી કારકીર્દી ખતમ થઈ ગઈ
શ્રેયસ તલપડે (Shreyas Talpade) ની નવી ફિલ્મ 'કૌન પ્રવિણ તાંબે' (Kaun Pravin Tambe?) OTT પર રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મને દર્શકોથી લઈને વિવેચકો સુધી દરેકની પ્રશંસા મળી રહી છે. ફિલ્મમાં શ્રેયસ ક્રિકેટર પ્રવિણ તાંબે (Cricket Pravin Tambe) ના રોલમાં જોવા મળી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે શ્રેયસ સ્ક્રીન પર ક્રિકેટર બન્યો હોય. તેની પ્રથમ ફિલ્મ 'ઇકબાલ' (Iqbaal) પણ ક્રિકેટની આસપાસ બનેલી વાર્તા હતી, જેણે શ્રેયસ તલપડેને રાતોરાત સ્ટાર બનાવી દીધો. 'ઇકબાલ' પછી શ્રેયસ તેની નવી ફિલ્મમાં ફરીથી ક્રિકેટ રમતો જોવા મળશે, પરંતુ આ ફિલ્મ તેના માટે ઘણી રીતે અલગ છે. શ્રેયસે News18 Digital સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, તેની કારકિર્દીના આ તબક્કે જ્યારે બધુ સારું નથી અને ઘણા લોકો માને છે કે 'તેની ફિલ્મી સફર બસ આટલી જ હતી', આવી સ્થિતિમાં 'કૌન પ્રવીણ તાંબે' તેના માટે ખૂબ જ જરૂરી છે. તે ખાસ બની જાય છે. શ્રેયસે એમ પણ કહ્યું કે લોકો કહેવા લાગ્યા કે 'આગામી ગોલમાલ આવશે તો મને કામ મળશે, નહીં તો શું કરશે? વગેરે વગેરે...'
શ્રેયસ તલપડેની ફિલ્મ 'કૌન પ્રવીણ તાંબે' (Shreyas Talpade Kaun Pravin Tambe) ડિઝની પ્લસ હોટસ્ટાર (disney plus hotstar) પર રિલીઝ થઈ છે. 'કૌન પ્રવીણ તાંબે' અને 'ઇકબાલ'ની તૈયારી વચ્ચેના તફાવત વિશે વાત કરતાં શ્રેયસે કહ્યું, 'ઇકબાલ એક કાલ્પનિક વાર્તા હતી. જ્યારે કૌન પ્રવીણ તાંબે એક સત્ય ઘટના છે. તે સમયે જ્યારે મેં ઈકબાલ કર્યું ત્યારે મારા પર કોઈ ભાર નહોતો. ત્યાં એક નવો વ્યક્તિ હતો, મારે ફક્ત મારી જાતને સાબિત કરવાની હતી, સારું કરવાનુ હતું. તે થયું અને મારી કારકિર્દી શરૂ થઈ.
લોકોએ સમજી લીધુ કે મારી કારકિર્દી ખતમ થઈ ગઈ છે
શ્રેયસ આગળ કહે છે, 'પરંતુ હવે એવો સમય છે, જ્યારે મારી કારકિર્દી બહુ સારી રીતે ચાલી રહી નથી. મોટાભાગના લોકો મને બેકાર માનવા લાગ્યા હતા 'હો ગયા બસ ઈનકા', 'આટલી જ કારકિર્દી છે, અથવા જો ગોલમાલ ફરી આવશે તો, તો તેમને તક મળશે... નહીં તો તે શું કરશે'. વગેરે વગેરે…. ' તો આવી સ્થિતિમાં મારા માટે એ ખૂબ જ જરૂરી છે કે હું આ બાબતો પર ધ્યાન આપ્યા વિના મારું ફોકસ રાખું અને સારું કામ કરું. 'કૌન પ્રવીણ તાંબે' કરતી વખતે મારા પર સૌથી મોટી જવાબદારી એ હતી કે, હું જેની વાર્તા કહી રહ્યો છું તેની અપેક્ષાઓ પર ખરા ઉતરવું. તે મને તેની વાર્તા કહેવાની જવાબદારી આપી રહ્યો છે, આવી સ્થિતિમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે હું તે વાર્તાને યોગ્ય રીતે દર્શકો સુધી પહોંચાડી શકું. મારો પ્રયાસ હતો કે જ્યારે તેઓ અને તેમનો પરિવાર આ વાર્તા જુએ ત્યારે તેમને ગર્વ થાય.
શ્રેયસે કહ્યું, 'ઈકબાલ દરમિયાન પણ મેં ઘણી પ્રેક્ટિસ કરી હતી. પરંતુ જ્યારે તમે મેચ રમો છો, ત્યારે તમે તેને રમતની જેમ રમો છો અને તે થોડા સમય પછી સમાપ્ત થઈ જાય છે. પરંતુ શૂટિંગ એવું નહોતું. તમે એક જ વસ્તુ વારંવાર કરો છો. પછી મને યાદ છે કે હું 10-10 ઓવર એકસાથે કરતો હતો. જ્યારે મેં 'કૌન પ્રવીણ તાંબે' માટે તૈયારી કરવાનું શરૂ કર્યું ત્યારે મારા અનુભવે મને ઘણી મદદ કરી. 'ઇકબાલ' સમયે મારી ઉંમર 30 વર્ષ હતી, હવે હું 45 વર્ષનો છું. તેથી આ બધી બાબતોનું પણ ધ્યાન રાખવું પડતું હતું. મારે મારો સ્ટેમિના કેવી રીતે જાળવી રાખવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર