મુંબઇ: લગ્નનાં આશરે 14 વર્ષ બાદ શ્રેયસ તલપડે અને તેની પત્ની દીપ્તિ તલપડેનાં ઘરે 4 મેનાં રોજ દીકરીનો જન્મ થયોછે. મુંબઇ મિરરમાં છપાયેલા રિપોર્ટ અનુસાર શ્રેયસ અને તેમની પત્ની દીપ્તિ હોન્ગ કોન્ગમાં વેકેશન્સ મનાવી રહ્યાં છે ત્યારે આ ખુશખબરી મળી છે કે તેમનાં ઘરે દીકરીનો જન્મ થયો છે. આપને જણાવી દઇએ કે શ્રેયસ અને દીપ્તિ સરોગસીથી માતા-પિતા બન્યા છે.
રિપોર્ટમાં શ્રેયસે કહ્યું કે, 10થી 12 મેની ડેટ આપવામાં આવી હતી. તે દીપ્તિ સાથે ક્રૂઝ પર જવાનાં હતાં. પણ આ વચ્ચે દીકરીનાં જન્મનાં સમાચાર મળ્યા. સરોગેટ માતાએ સમય પહેલાં જ દીકરીને જન્મ આપી દીધો. જે બાદ તેઓ તમામ પ્લાન્સ કેન્સલ કરીને ભારત આવી ગયા હતાં.
શ્રેયસે કહ્યું કે, જેમ તેઓ ભારત લેન્ડ થયા તેઓ એરપોર્ટથી સીધા હોસ્પિટલ ગયા હતાં. જ્યાં તેણે હસતાં હસતાં કહ્યું હતું કે, લાગે છે કે મારી દીકરી થોડી જીદ્દી છે. તે નહોતી ઇચ્છતી કે અમે તેનાં વગર હોન્ગ કોન્ગ ફરીયે..
હાલમાં શ્રેયસે તેની દીકરીનું નામ વિચાર્યુ નથી. મિત્રો અને પરિવાર તરફથી ઘણાં સજેશન્સ આવી રહ્યાં છે. ટૂંક સમયમાં નામ નક્કી કરીશું.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર