Instagram પર શ્રેયાએ શેર કર્યો બેબી બમ્પ સાથે ફોટો, ફેન્સને આપી GOOD NEWS

@shreyaghoshal/Instagram

શ્રેયા ઘોષાલ (Shreya Ghosal) અને શિલાદિત્ય મુખોપાધ્યાય (Shiladitya Mukhopadhyaya) લગ્નના 6 વર્ષ બાદ પહેલીવાર મમ્મી-પપ્પા બનવા જઈ

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુમધુર કંઠ દ્વારા લોકોના દિલ પર રાજ કરનારી સિંગર શ્રેયા ઘોષાલ (Shreya Ghosal) પણ હવે ગુડન્યૂઝ આપવાં જઇ રહી છે. તેના ઘરમાં ખુશીઓ જલ્દી જ આવવાની છે. પર્સનલ લાઈફને લઈને હંમેશા ચુપ રહેતી શ્રેયા હંમેશા તેની પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. પણ આ વખતે તેમણે ફેન્સ માટે સોશ્યલ મીડિયા (Social Media) પર બેબી બમ્પ સાથે એક ફોટો શેર કરીને ગુડ ન્યુઝ આપ્યા છે. શ્રેયા ઘોષાલ અને શિલાદિત્ય મુખોપાધ્યાય પહેલીવાર મમ્મી-પપ્પા બનવા જઈ રહ્યા છે.

    શ્રેયા ઘોષાલે(Shreya Ghosal) ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કરતા લખ્યું, “બેબી શ્રેયાદિત્ય અપને રાસ્તે મેં હૈ. શિલાદિત્ય મુખોપાધ્યાય ઔર મેં આપ સભી કે સાથ ઈસ ખબર કો સાંજા કરને કે લિયે રોમાંચિત હૈ. આપકે પ્યાર ઔર આશીર્વાદ કી આવશ્યકતા હૈ. ક્યોંકિ હમ અપને જીવન કે ઈસ નયે અધ્યાય કે લીયે ખુદ કો તૈયાર કીયા હૈ.”

    શ્રેયાની આ પોસ્ટ પર બોલિવુડ સેલેબ્ઝ અને તેમના ફેન્સ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બધા જ તેમના આવનારા બાળક અને તેમની સારી તંદુરસ્તી માટે કામના કરી રહ્યા છે.

    @shreyaghoshal/Instagram


    શ્રેયા એ વર્ષ 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે બંગાળી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા તેઓ 10 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. 5મી ફેબ્રુઆરી 2018 પોતાના લગ્નની ત્રીજી વર્ષગાંઠના પ્રસંગે શ્રેયાએ પોતાની લવસ્ટોરી અંગે ખુલાસો કર્યો હતો.

    શ્રેયા એ વર્ષ 2002માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસ માં પ્લેબેક સિંગર તરીકે સિંગિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ‘બૈરી પિયા’, ‘સિલસિલા યે ચાહત કા’, ‘છલક-છલક’, ‘મોરે પિયા’ અને ‘ડોલા રે ડોલા’ જેવા સુપરહીટ ગીતો ગાયા હતા, જે દર્શકોએ ખુબ પસંદ કર્યા હતા. હમણાં સુધી તે 200થી વધુ ફિલ્મોમાં ગીતો ગાઈ ચુકી છે.
    તમને જણાવી દઈએ કે જાણીતી સિંગર હર્ષદીપ કૌરે હાલમાં જ પુત્રને જન્મ આપ્યો છે. તો સિંગર નીતિ મોહન પર જલ્દી જ મમ્મી બનવા જઈ રહી છે.
    Published by:Margi Pandya
    First published: