ABCD 3: પાકિસ્તાની ડાન્સરના પાત્રમાં જોવા મળશે શ્રદ્ધા કપૂર!

News18 Gujarati
Updated: January 26, 2019, 3:46 PM IST
ABCD 3: પાકિસ્તાની ડાન્સરના પાત્રમાં જોવા મળશે શ્રદ્ધા કપૂર!
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ઘા કપૂર આજે 33 વર્ષની થઇ. હાલ તે પોતાની અપકમિંગ ફિલ્મ બાગી 3ને લઇને ચર્ચામાં છે. તમને જણાવી દઇએ કે કરોડાના દિલની ધડકન બની ચૂકેલી શ્રદ્ધા કપૂરની પહેલી ફિલ્મ ઓસ્કાર વિજેતા બેન કિંગ્સલે અને બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે હતી. આ ફિલ્મનું નામ હતું તીન પત્તી જે 2011માં આવી હતી.

10 ફેબ્રુઆરીએ શ્રદ્ધા કપૂર લંડન જવા નીકળશે અને ફિલ્મની ટીમને જોઇન કરશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રેમો ડિસૂજાની આગામી ફિલ્મ 'એબીસીડી 3' ઘણા સમયથી ચર્ચમામાં છે. હવે આ ફિલ્મમાં કેટરિના કૈફને બદલે શ્રદ્ધા કપૂર જોવા મળશે. ફિલ્મમાં વરૂણ ધવનની વિરુદ્ધ શ્રદ્ધા કપૂર નજરે પડશે.

રેમો ડિસૂજાની ફિલ્મ ‘એબીસીડી 3’નું શૂટિંગ અમૃતસરમાં શરૂ થઇ ગયું છે. હાલ વરૂણ ધવને ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે, જ્યારે શ્રદ્ધા કપર આગામી દિવસોમાં શૂટિંગ શરૂ કરશે. એક મીડિયાના અહેવાલ પ્રમણે, વરૂણ ધવન આ ફિલ્મમાં એક પંજાબી યુવાનની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે શ્રદ્ધા કપૂર ફિલ્મમાં એક યંગ પાકિસ્તાની ડાન્સરના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ લંડનમાં થશે.

આ પણ વાંચો: Republic Day 2019: સલમાનથી લઇને વિક્કી સુધીની સ્ટાર્સે પાઠવી શુભેચ્છા

મળતી માહિતી પ્રમાણે, 10 ફેબ્રુઆરીએ શ્રદ્ધા કપૂર લંડન જવા નીકળશે અને ફિલ્મની ટીમને જોઇન કરશે. આ ફિલ્મ માટે શ્રદ્ધા નવું ડાન્સ ફોર્મ પણ શીખી રહી છે. શ્રદ્ધાને પ્રશાંત શિંદે અને તાનિયા ટોરિયો ટ્રેનિંગ આપી રહ્યાં છે.
First published: January 26, 2019, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading