'બાહુબલી' પ્રભાસની Instagram પર એન્ટ્રી, 'સાહો' એક્ટ્રેસ શ્રદ્ધાએ કર્યુ સ્વાગત

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હાલમાં 'બાહુબલી' સ્ટાર પ્રભાસની નેક્સ્ટ ફિલ્મ 'સાહો'માં તેની કો-સ્ટાર બની છે. આ બંને હાલમાં 'સાહો' ની શૂટિંગમાં વ્યસ્ત છે.

  ગત દિવસોમાં એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે જણાવ્યું કે, તે તેની આવનારી ફિલ્મ 'સાહો'નું હવેનું શેડયૂલનું શૂટિંગ મહારાષ્ટ્રનાં કર્જતમાં કરી રહ્યાં છે. એક્ટ્રેસે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. આપને જણાવી દઇએ કે બિગ બજેટ આ ફિલ્મને લઇને ફેન્સ ઘણાં જ ઉત્સાહિત છે. 'સાહો'માં બાહુબલી સ્ટાર પ્રભાસ લિડ રોલમાં નજર આવશે.

  પહેલી વખત શ્રદ્ધા કપૂર અને પ્રભાસની જોડી બિગ સ્ક્રિન પર નજર આવશે. રિપોર્ટ્સ મુજબ, સેટ પર શ્રદ્ધા અને પ્રભાસ વચ્ચે ઘણું સારુ બોન્ડિંગ છે. હાલમાં જ શ્રદ્ધાએ પ્રભાસને ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને વેલકમ કર્યુ છે. આ તસવીરથી જ પ્રભાસે ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી કરી હતી. શ્રદ્ધાએ શેર કરેલી આ તસવીરને ત્રણ કલાકમાં આઠ લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે. આ તસવીર શેર કરતાં શ્રદ્ધાએ લખ્યુ છએ, વેલકમ ઇંસ્ટા..
  View this post on Instagram

  Welcome to insta!!! One of the nicest human beings I have ever met and an absolute darling 💜@actorprabhas


  A post shared by Shraddha (@shraddhakapoor) on

  શ્રદ્ધા અને પ્રભાસની 'સાહો' આવતા વર્ષે 15 ઓગષ્ટનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગૂ ત્રણેય ભાષામાં રિલીઝ થસે. ફિલ્મમાં શ્રદ્ધા અને પ્રભાસ ઉપરાંત જેકી શ્રોફ, નીલ નીતિન મુકેશ, મંદીરા બેદી, ચંકી પાંડે, મહેશ માંજરેકર, અરૂણ વિજય અને મુરલી શર્મા જેવા સ્ટાર્સ અહમ ભૂમિકામાં છે.
  Published by:Margi Pandya
  First published: