છેલ્લા 6 વર્ષથી આ ગંભીર બીમારીથી પીડાઇ રહી છે શ્રદ્ધા કપૂર

News18 Gujarati
Updated: September 13, 2019, 4:37 PM IST
છેલ્લા 6 વર્ષથી આ ગંભીર બીમારીથી પીડાઇ રહી છે શ્રદ્ધા કપૂર
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ગત ઘણાં વર્ષોથી બીમાર છે. તેની બીમારીન ખુલાસો ખુદ શ્રદ્ધા કપૂરે કર્યો છે.

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ગત ઘણાં વર્ષોથી બીમાર છે. તેની બીમારીન ખુલાસો ખુદ શ્રદ્ધા કપૂરે કર્યો છે.

  • Share this:
બે બેક-ટુ બેક સુપરહિટ ફિલ્મ છીછોર (Chhichhore) અને સાહો (Saaho) બનાવનાર બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ગત કેટલાક વર્ષોથી બિમાર છે. શ્રદ્ધા કપૂરે પોતે તેની બીમારીનો ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં શ્રદ્ધાએ જણાવ્યું હતું કે તે છેલ્લા 6 વર્ષથી એન્ઝાઈટી (Anxiety)થી પીડાઈ રહી છે.

શ્રદ્ધા કપૂરે કહ્યું કે, મને તે સમય સુધી ખબર નહતી કે એન્ઝાઈટી (Anxiety) શું છે. મને આ વિશે ખૂબ લાંબા સમયથી ખબર નહોતી. ફિલ્મ 'આશિકી 2' (Ashiqui 2) પછી મને આ બીમારી થઇ હતી. મને ખુબજ પિડા થઈ રહી હતી. પણ મારી તપાસમાં કઇ જ પકડાતું ન હતું. અમે ઘણાંબધા ટેસ્ટ કરાવ્યા પણ મારી બીમારીનું કારણ પકડાતુ જ ન હતું. કારણ કે ડોક્ટર્સનાં મતે મને કોઇ બીમારી ન હતી. આ ખુબજ વિચિત્ર હતું કારણ કે હું વારંવાર વિચારતી રહી કે મને શું થઇ રહ્યું છે. આ મને દુખાવો બંધ કેમ નથી થઇ રહ્યો. આ સવાલ મેં મારી જાતને પૂછ્યો હતો.. જે બાદ મને પોતે શારીરિક મારી બીમારી એન્ઝાઈટીનો અનુભવ થયો.

શ્રદ્ધા કપૂરે ઉમેર્યું કે, 'આજે પણ હું એન્ઝાઈટી સાથે લડી રહી છું પણ હવે હું તેની સાથે સંઘર્ષ કરવા માટે ઘણી સારી સ્થિતિમાં છું. મારે હવે એ વાત માનવી જ પડશે કે તે મારા શરીરનો જ એક ભાગ છે હવે હું તેની સાથે પ્રેમથી વ્યવહાર કરુ છું. જો તમે તમારી બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારે તે સમજવાની જરૂર છે કે તમે કોણ છો અથવા તમે શું છો.
શ્રદ્ધા કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેની આગામી ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D' હશે. આ ફિલ્મ આવતા વર્ષે 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. જે બાદ 6 માર્ચનાં રોજ શ્રદ્ધા અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'બાગી-3' રિલીઝ થશે. ટાઇગરે આ ફિલ્મ માટે 'કિક બોક્સિંગ', 'ક્રાવ માગા', 'કુંગ ફુ' અને 'મ્યૂ થાઇ'ની તાલીમ લીધી છે.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर