શ્રદ્ધા કપૂરનો ભાઇ સિદ્ધાંત કોરોના પોઝિટિવ, જીભનો ટેસ્ટ જતો રહ્યો

શ્રદ્ધા કપૂર, એક્ટ્રેસ

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનાં ભાઇ અને શક્તિ કપૂરનાં દીકરા સિદ્ધાંત કોરોના સંક્રમિત થયો છે.

 • Share this:
  મુંબઇ: બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનાં ભાઇ અને શક્તિ કપૂરનાં દીકરા સિદ્ધાંત કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તે ગોવામાં છે. અને તેણે પોતાને સેલ્ફ ક્વૉરન્ટિન કરી લીધો છે. હાલમાં તેનો જિભનો ટેસ્ટ જતો રહ્યો છે.

  આ પહેલા શક્તિ કપૂરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારા દીકરાને કોવિડ 19 લક્ષણ લાગ્યા હતાં જેને કારણે તેણે રિપોર્ટ કરાવ્યો હતો. હવે ખુદ સિદ્ધાંતે કનફર્મ કર્યુ છે કે તે કોરોના પોઝિટિવ છે.

  સિદ્ધાંત કપૂરે ET ટાઇમ્સ સાથે વાતચીતમાં જણાવ્યું કે, 'રવિવારનાં મારો ટેસ્ટ સેન્સ જતો રહ્યો હતો. મને લાગ્યું કે મારે હવે રિપોર્ટ કરાવી લેવો જોઇએ. અને રિપોર્ટ પોઝિટિવ આવી. હું ગોવામાં છું અહીં અમારું એક ઘર છે. ભગવાનનો આભાર કે હું મુંબઇની ભીડ અને ટ્રાફિકની વચ્ચે નથી. મે મારી જાતને ક્વૉરન્ટિન કરી લીધી છે. મને લાગે છએ કે, હું થોડા દિવસમાં ઠીક થઇ જઇશ. '

  આ પણ વાંચો- PHOTOS: મોત બાદ દેબોલિનાએ શેર કરી મિત્રની ચેટ, પતિ પટ્ટે પટ્ટે મારતો હતો

  આપને જણાવી દઇએ કે, સિદ્ધાંતને તમે 'હસીના પાર્કર' ફિલ્મમાં કામ કરતાં જોઇ ચુક્યા છો આ ફિલ્મમાં તે દાઉદ ઇબ્રાહિમનાં રોલમાં નજર આવ્યો હતો.

  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાંત છેલ્લે ભૂત- પાર્ટ વન: ધ હોન્ટેડ શિપમાં નજર આવ્યો હતો. આ ઉપરાંત તે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સાથે આવનારી ફિલ્મ ચેહરેમાં પણ નજર આવશે. આ ફિલ્મ જૂલાઇ 2020નાં રિલીઝ થવાની હતી જોકે હવે તેની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે.
  Published by:Margi Pandya
  First published: