Home /News /entertainment /

Vikram Vedha Hrithik Roshan look revealed: ‘વિક્રમ વેધા’નું શુટીંગ થયું પૂર્ણ, ફિલ્મમાં હ્રિતિક–સૈફનો લુક થયો રિવીલ

Vikram Vedha Hrithik Roshan look revealed: ‘વિક્રમ વેધા’નું શુટીંગ થયું પૂર્ણ, ફિલ્મમાં હ્રિતિક–સૈફનો લુક થયો રિવીલ

વિક્રમ વેધા’નું શુટીંગ થયું પૂર્ણ, ફિલ્મમાં હ્રિતિક–સૈફનો લુક થયો રિવીલ

Vikram Vedha હ્રિતિક રોશનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. હ્રિતિક રોશન ત્રણ વર્ષ બાદ આ ફિલ્મથી બોલીવુડમાં કમબેક કરવા જઈ રહ્યા છે. પડદા પર સૈફ અલી ખાન અને ઋતિક રોશનની જોડી સાથે જોવા માટે ફેન્સ ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું શુટીંગ પૂર્ણ થયા બાદ ઋતિક રોશને ફિલ્મના સેટના ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોમાં અભિનેતાનો લુક રિવીલ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
    બોલીવુડના બે સુપરસ્ટાર હ્રિતિક રોશન (Hrithik Roshan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ની જોડી પડદા પર એકસાથે જોવા મળશે. આ બંને બોલીવુડ સ્ટાર ‘વિક્રમ વેધા’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મહત્વપૂર્ણ પાત્ર ભજવતી જોવા મળશે. આર માધવન (R. Madhavan) અને વિજય સેતુપતિ (Vijay Sethupathi)ની ‘વિક્રમ વેધા’ની હિન્દી રિમેકની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હ્રિતિક રોશન અને સૈફ અલી ખાને આ ફિલ્મનું શુટીંગ (Hrithik-Saif wraps up shooting of Vikram Vedha) પૂર્ણ કરી લીધું છે. હ્રિતિક રોશને ટ્વિટર પર ફોટો શેર કરીને આ અંગે માહિતી આપી છે.

    હ્રિતિક રોશનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. હ્રિતિક રોશન ત્રણ વર્ષ બાદ આ ફિલ્મથી બોલીવુડમાં કમબેક કરવા જઈ રહ્યા છે. પડદા પર સૈફ અલી ખાન અને ઋતિક રોશનની જોડી સાથે જોવા માટે ફેન્સ ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું શુટીંગ પૂર્ણ થયા બાદ ઋતિક રોશને ફિલ્મના સેટના ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોમાં અભિનેતાનો લુક રિવીલ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો: Prabhas Wedding : બાહુબલી સ્ટાર પ્રભાસ બંધાઇ શકે છે લગ્નના બંધનમાં, અંકલ Krishnam Raju કરી શકે છે મોટી જાહેરાત!

    હ્રિતિક રોશને ટ્વિટર પર ફોટો શેર કરીને પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘શુટીંગ પૂર્ણ થયા બાદ તમામ યાદગાર વસ્તુઓ યાદ આવી રહી છે. આ ફિલ્મ એક્શન અને રોમાંચથી ભરપૂર છે. દર્શકો માટે આ ફિલ્મને ખાસ બનાવવા માટે તમામ સંભવ પ્રયત્નો કર્યા છે. આજે એક્સાઈટેડ થવાની સાથે સાથે હું થોડો નર્વસ પણ છું. ફિલ્મ રિલીઝ થવાની તારીખ નજીક આવે તેમ હું વધુ નર્વસ થઈ રહ્યો છું.’ આ પોસ્ટ પરથી કહી શકાય કે, આ ફિલ્મ થોડા સમયમાં રિલીઝ થઈ શકે છે.

    આ પણ વાંચો: Entertainment : કરીના કપૂર અને અનન્યા પાંડેના ઘરે પોલીસ પહોંચતા તર્કવિતર્ક, જાણો શું છે કારણ

    આ બે ફોટોઝમાં જોવા મળી રહ્યું છે કે, હ્રિતિક રોશન અને સૈફ અલી ખાનની જોડી નિર્દેશક ગાયત્રી-પુષ્કર સાથે જોવા મળી રહી છે. તો બીજા ફોટોમાં હ્રિતિક રોશન ક્લેપબોર્ડ પકડીને ફિલ્મ નિર્માતાઓ સાથે જોવા મળી રહ્યા છે.

    ‘વિક્રમ વેધા’માં હ્રિતિક રોશનની ભૂમિકા


    આ ફિલ્મમાં હ્રિતિક રોશન ગેંગસ્ટરના પાત્રમાં જોવા મળશે અને સૈફ અલી ખાન એક પોલીસની ભૂમિકા ભજવતા જોવા મળશે. ઋતિક રોશન ‘વેધા’ અને સૈફ અલી ખાન ‘વિક્રમ’નું પાત્ર ભજવશે.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર