Break Up પછી બૉયફ્રેન્ડ પર ભડકી સના ખાન, 'તેણે નાની છોકરીને પ્રેગ્નેટ કરી હતી'

News18 Gujarati
Updated: February 20, 2020, 3:29 PM IST
Break Up પછી બૉયફ્રેન્ડ પર ભડકી સના ખાન, 'તેણે નાની છોકરીને પ્રેગ્નેટ કરી હતી'
સના ખાન તેના બોયફ્રેન્ડ માલવીન સાથે

"તેને દારૂ પીવાની આદત છે. તે પોતાની સ્ટૂડન્સ સાથે પણ ફ્લર્ટ કરે છે."

  • Share this:
ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ સના ખાન (Sana Khan) પાછલા થોડા દિવસથી પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપની ખબરના કારણે ચર્ચામાં છે. સના ખાન લાંબા સમયથી કોરિયોગ્રાફર માલવિન લુઇસ (Melvin Louis) સાથે સંબંધોમાં હતી. અને તેમના સાથે અનેક વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં આવતી રહેતી હતી. પણ હવે બ્રેકઅપ પછી સનાએ એક ઇન્ટરવ્યૂમાં તેના બોયફ્રેન્ડ પર છેતરપીંડીનો આરોપ મૂક્યો છે. અને સાથે કેવી રીતે આ કારણે તે ડિપ્રેશનમાં છે તે વાત પણ સનાએ જણાવી. સનાએ એક વીડિયોમાં જણાવ્યું કે માલવિનના તેમની સિવાય બીજી અનેક યુવતીઓ સાથે સંબંધ હતા. અને તેમણે અનેક યુવતીઓને દગો આપ્યો છે. સનાએ હવે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શેર કરી છે. જેમાં કહ્યું છે કે તેમના એક્સ બોયફ્રેન્ડે એક નાની ઉંમરની યુવતીને પણ પ્રેંગ્નેટ કરી છે. તે પોતાના સ્ટૂડન્ટ્સ સાથે પણ ફ્લર્ટ કરે છે.

સના ખાને બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાના ફેન્સથી લાઇવ કર્યું હતું. લાઇવમાં સનાએ માલવિન વિષે અનેક વાતો કહી હતી. કે તેને દારૂ પીવાની આદત છે. અને સનાની સામે તે ખોટું બોલતો હતો કે મેં દારૂ છોડી દીધી છે પણ તે ખરેખરમાં દારૂ બીજી રીતે પીતો રહેતો હતો. સાથે જ માલવિ પર સનાને તેના મિત્રો સામે અપમાન કરવાનો આરોપ પણ મૂક્યો છે. તેણે કેટલીક મહિલા જે તેની સાથે વીડિયો કરતી હતી તેમના પર પણ ઘર તોડવાના આરોપ લગાવ્યા છે. સાથે જ માલવિન કેવી રીતે તેમને કોઇ પણ કામ કરતા રોકતા હતા તે પણ જણાવ્યું. સનાનું કહેવું છે કે માલવિને આ બધુ ફેમસ થવા માટે કર્યું છે. અને સનાએ તેમની પર પોતાનો ઉપયોગ કરવાનો આરોપ પણ મૂક્યો છે.


સનાએ લાઇવ ચેટમાં કહ્યું કે "તે મારા પર અનેક પ્રતિબંધ લગાવતા કે મારે કોની સાથે શો કરવો, કોની જોડે વાત કરવી. પણ પોતે કદી કોની સાથે શૂટિંગ કરી રહ્યા છે કે શું કરે છે તે નહતા જણાવતા."
સનાની ઇન્સ્ટા પોસ્ટ


સનાએ વધુમાં કહ્યું કે માલવિન પર આરોપ મૂક્યો કે તે છોકરીઓથી પૈસા લે છે અને પોતાની જ સ્ટૂડન્ટ્સ સાથે ફ્લર્ટ કરે છે. સના ખાને બિગ બોસ શોમાં પણ આ પહેલા નજર આવી ચૂકી છે. અને તે સલમાન ખાનની ફિલ્મ જય હોમાં પણ કામ કરી ચૂકી છે.
First published: February 20, 2020
વધુ વાંચો
अगली ख़बर