Home /News /entertainment /સતીશ કૌશિકના મોતને લઈને કર્યો ચોંકાવનારો દાવો, વિકાસ માલુની પત્ની ઈન્સ્પેક્ટરને તપાસમાંથી હટાવવા માંગે છે
સતીશ કૌશિકના મોતને લઈને કર્યો ચોંકાવનારો દાવો, વિકાસ માલુની પત્ની ઈન્સ્પેક્ટરને તપાસમાંથી હટાવવા માંગે છે
વિકાસ માલુની પત્નીના અભિનેતા સતીશ કૌશિકની મૌત કેસની તપાસ કરતા અધિકારી પર સવાલ ઉઠાવ્યો છે. (ANI)
Satish kaushik death case: વિકાસ માલુની પત્નીએ અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુની તપાસ કરી રહેલા તપાસ અધિકારી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ કેસમાં તપાસ અધિકારીને બદલવાની માંગ કરી છે. આ માટે તેણે સોમવારે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. માલુની બીજી પત્નીએ કહ્યું છે કે જ્યાં સુધી "શંકાસ્પદ ભૂમિકા" ધરાવતા ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં ન આવે ત્યાં સુધી તે તપાસમાં સહકાર આપશે નહીં.
નવી દિલ્હી : વિકાસ માલુની પત્નીએ અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુની તપાસ કરી રહેલા તપાસ અધિકારી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ કેસમાં તપાસ અધિકારીને બદલવાની માંગ કરી છે. આ માટે તેણે સોમવારે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. માલુની બીજી પત્નીએ કહ્યું છે કે, જ્યાં સુધી "શંકાસ્પદ ભૂમિકા" ધરાવતા ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં ન આવે ત્યાં સુધી તે તપાસમાં સહકાર આપશે નહીં.
ફાર્મ હાઉસના માલિક વિકાસ માલુની પત્નીએ જણાવ્યું છેે કે, દિલ્હી પોલીસે સતીશ કૌશિકના મૃત્યુના મામલામાં પૂછપરછ માટે મને નોટિસ મોકલી છે. તેણે દિલ્હી પોલીસના તપાસ અધિકારી પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, 'ઇન્સ્પેક્ટર વિજય સિંહ એક ભ્રષ્ટ અધિકારી છે'. તેમણે આરોપ લગાવ્યો છે કે, મારા પહેલાના કેસમાં તેણે ઘણા પુરાવાઓ ગાયબ કરી દીધા હતા. આવી સ્થિતિમાં, તેણીએ વિનંતી કરી છે કે, તે ચોક્કસપણે તપાસમાં જોડાશે પરંતુ તપાસ અધિકારી બદલવો જોઈએ.
વિકાસ માલુની પત્નીએ તેના પર સતીશ કૌશિકના કેસમાં પુરાવા ખૂટવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તેણે દિલ્હી પોલીસ કમિશનરને પણ પત્ર લખ્યો છે. કોર્ટે તેમની સામે આદેશ પણ કર્યો છે. ડીસીપીએ તેમને કારણ બતાવવા માટે નોટિસ પણ આપી છે. જેેમાં સેક્શન l માટે ઈન્સ્પેક્ટર વિજય વિરુદ્ધ કાનૂની નોટિસ મોકલી છે.
પીડિતાનો આરોપ છે કે, મારી સાથે થયેલા બળાત્કાર કેસમાં તેણે યોગ્ય તપાસ કરી ન હતી અને પુરાવાનો નાશ કર્યો હતો. એટલા માટે ઇન્સ્પેક્ટર વિજય સિંહને બદલો. તેની તપાસ અન્ય અધિકારી દ્વારા થવી જોઈએ. જોકે, મહિલાના વકીલ રાજેન્દ્ર છાબરાએ ANIને કહ્યું છે કે, વિકાસ માલુની પત્ની તપાસ અધિકારીની "શંકાસ્પદ" ભૂમિકા અંગેની તપાસમાં સહકાર આપશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર