સોનાલી બેન્દ્રે સાથેના અફેર અંગે શોએબ અખ્તરે તોડ્યું મૌન

હકીકતમાં આજથી લગભગ 10-15 વર્ષ પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે શોએબ અખ્તર એક ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રેના દીવાના હતા, અને તે તેનું અપહરણ કરવા માંગતા હતા.

News18 Gujarati
Updated: June 19, 2019, 9:57 AM IST
સોનાલી બેન્દ્રે સાથેના અફેર અંગે શોએબ અખ્તરે તોડ્યું મૌન
સોનાલી બેન્દ્રેના દીવાના હતા શોએબ અખ્તર
News18 Gujarati
Updated: June 19, 2019, 9:57 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: પાકિસ્તાનના  ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરએ ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રે સાથેના સંબંધ વિશે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે સોનાલી સાથેના સંબંધ વિશે જે પણ કહેવામાં આવે છે તે સંપૂર્ણ રીતે મૂર્ખ છે. શોએબના જણાવ્યા અનુસાર તેઓ ક્યારેય સોનાલીને મળ્યા નથી. શોએબે આ વાત તેની યુ ટ્યુબ ચેનલ પર કહી છે.

હકીકતમાં આજથી લગભગ 10-15 વર્ષ પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે શોએબ અખ્તર એક ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રે ના દીવાના હતા, દાવો કરવામાં આવ્યો કે તે સોનાલી બેન્દ્રેને ખૂબ જ પસંદ કરવા લાગ્યા હતા કે તે તેનું અપહરણ કરવા માટે પણ તૈયાર હતા, શોએબે આ દાવાઓ ખોટા ગણાવ્યાં છે.

'ન હતા તેમના ચાહક'

શોએબે કહ્યું, "હું અત્યાર સુધી સોનાલીને મળ્યો નથી. તેણી ખૂબ સુંદર છે પરંતુ હું તેનો ફેન ક્યારેય રહ્યો નથી. મેં તેમની ફિલ્મોમાંથી ફક્ત એક જ જોઇ છે. પરંતુ જ્યારે તેને કેન્સર થવાની વાત સાંભળી ત્યારથી હું તેનો ફેન થઇ ગયો. "શું પર્સમાં રાખતા હતા સોનાલીની તસવીર ?
Loading...

એ પણ દાવો કરવામાં આવ્યો છે કે શોએબના રુમમાં સોનાલીની ખૂબ તસવીર હતી અને તે સોનાલીની તસવીર તેમના પર્સમાં લઇને ફરતા હતા. શોએબે તેની ચીજોને બકવાસ ગણાવી છે. તેમણે કહ્યુ મારા રુમમાં સોનાલીના કોઇ પોસ્ટર લાગ્યા ન હતા, પરંતુ મારા રુમમાં માત્ર ઇમરાન ખાનના પોસ્ટર હતા.

1 જાન્યુઆરી, 1975 ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલી સોનાલી માટે ફિલ્મો પહેલી કારકિર્દી ન હતી. તેણી એર હોસ્ટેસ બનવા માંગતી હતી પરંતુ દહેરાદૂનમાં અભ્યાસ દરમિયાન તેને મોડેલીંગની તક મળી હતી અને તે એક ટેલેન્ટ હન્ટમાં તે સ્પોટ થઇ ગઇ. ત્યારબાદ સોનાલીની પહેલી હિન્દી ફિલ્મ ગોવિંદા સાથે 'આગ' ફિલ્મ (1994)માં આવી. આ ફિલ્મ ફ્લૉપ રહી પરંતુ સોનાલીને ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ પુરસ્કાર પણ મળ્યો.
First published: June 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...