દબંગ-3ના સેટ પર શિવલિંગને લઈને વિવાદ, સલમાન ખાને કર્યો ખુલાસો

ફિલ્મના સેટ પર સલમાન ખાન

આ મામલે વાતચીત કરતા રાજ્યના મીડિયા વિભાગના વડા શોભા ઓઝાએ જણાવ્યું હતું કે, "બીજેપીની વિચારસરણી સંકુચિત છે. અમારે શર્માના નિવેદનનો જવાબ આપવાની જરૂર નથી."

 • Share this:
  ઇન્દોર : સલમાન ખાન હાલ તેની આગામી ફિલ્મ દબંગ-3નું શૂટિંગ કરી રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ છે. તસવીરમાં એક લાકડાના ટેબલ નીચે શિવલિંગ જોવા મળી રહ્યું છે. આ તસવીર સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો છે. આ તસવીર વાયરલ થયા બાદ મધ્યપ્રદેશમાં શાસક કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ બીજેપી પાર્ટીના કાર્યકરો વચ્ચે વાક્યુદ્ધ છેડાયું હતું.

  સલમાન ખાતે હાલ મધ્ય પ્રદેશના મહેશ્વર ખાતે દબંગ-3નું શૂટિંગ કરી રહ્યો છે. આ બાબતે સલમાન ખાને ખુલાસો કર્યો છે કે, શિવલિંગની સુરક્ષા અને પવિત્રતા જળવાય રહે તે માટે શૂટિંગ દરમિયાન તેના પર લાકડાનું ટેબલ મૂકવામાં આવ્યું હતું. મહેશ્વરમાં નર્મદા નદીના કાંઠે દબંગ-3નો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.

  હુઝુરના બીજેપીના ધારાસભ્ય રામેશ્વર શર્માએ એક નિવેદન આપતા કહ્યું કે, ગત વર્ષે ડિસેમ્બરમાં જ્યારથી કમલનાથના વડપણ હેઠળની કોંગ્રેસની સરકાર બની છે ત્યારથી હિન્દુઓની લાગણીઓને ઠેંસ પહોંચાડવામાં આવી રહ્યાના બનાવોમાં વધારો થયો છે. આ મામલાને તેમણે ભગવાન શિવનું અપમાન ગણાવીને જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી હતી.

  સેટ પર શિવલિંગને આ રીતે ઢાંકી દેવાયું હતું. (સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીર)


  આ મામલે વાતચીત કરતા રાજ્યના મીડિયા વિભાગના વડા શોભા ઓઝાએ જણાવ્યું હતું કે, "બીજેપીની વિચારસરણી સંકુચિત છે. અમારે શર્માના નિવેદનનો જવાબ આપવાની જરૂર નથી. પરંતુ ભાજપની સંકુચિત વિચારસરણીને કારણે છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં વિકાસના કામો થયા નથી."

  કોંગ્રેસના નેતા અને મધ્ય પ્રદેશ સ્પોર્ટ્સ અને યુથ વેલફેર મંત્રી જીતુ પતવારીએ સલમાન ખાનનો બચાવો કર્યો હતો અને ભાજપ પર આકરા પ્રહારો કર્યો હતા. પતવારીએ જણાવ્યું કે, "સલમાન ખૂબ સારો કલાકાર છે, જે હંમેશા ધાર્મિક એકતાનો સંદેશ ફેલાવે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી ધિક્કારની વિચારસરણી ધરાવે છે. ભાજપ આ વાતને લઈને વેરભાવ ઉભો કરીને તેનો રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે."
  Published by:Vinod Zankhaliya
  First published: