સામનામાં બોલિવૂડ પર સાધ્યું નિશાન, મુંબઈનાં અપમાન પર અક્ષય જેવાં કલાકાર પણ ન બોલ્યા

સંજય રાઉતે અક્ષય કુમાર પર સાધ્યુ નિશાન

સામનામાં એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) પર તાણા માર્યા છે. અક્ષય કુમારને મુંબઇએ ઘણું આપ્યું છે. તેમનાં સપનાનાં શહેરે અપાર સફળતા અપાવી છે. તેમ છતાં તેઓ કંગના વિરુદ્ધ એક શબ્દ નથી બોલ્યા.

 • Share this:
  મુંબઇ: શિવસેનાનાં મુખપત્ર સામના દ્વારા ફરી એક વખત કંગના રનૌટ (Kangana Ranaut) પર નિશાન સાધવામાં આવ્યું છે. એક્ટ્રેસ પર મુંબઇનાં અપમાનનો આરોપ છે. કહેવામાં આવે છે કે, કંગનાએ મુંબઇ પોલીસની સરખામણી બાબર સાથે કરી, શહેરને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જણાવ્યું હતું, તેમ છતાં બોલિવૂડનાં એક તબકાએ આના પર ચુપ્પી સાધીને બેઠેલા છે. તે તબકાએ આ અંગે એક વખત પણ સ્પષ્ટતા કરી છે કે, કંગનાનાં વિચારોથી બોલિવૂડનાં વિચારો અલગ છે.

  સામનામાં એક્ટર અક્ષય કુમારને (Akshay Kumar) પણ તાણા માર્યા છે. તેમણે આ સપનાંઓનાં શહેરે અપાર સફળતા અપાવી છે. તેમ છતાં તેમને કંગના વિરુદ્ધ એક શબ્દ બોલ્યા નથી. મુંબઇનું અપમાન થતુ રહ્યું. પણ કોઇએ તેનો વિરોધ કર્યો નહીં. તે લખે છે કે, સંપૂર્ણ નહીં,

  ઓછામાં ઓછા અડધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તો મુંબઇનાં અપમાનનો વિરોધ કરવાં આગળ આવવું જોઇએને. કંગનાનો મત આખા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મત નથી. એવું કહેવું જોઇએ. કમથી કમ અક્ષય કુમાર આદી મોટા કલાકારોએ તો સામે આવવું જ જોઇએ.

  આ પણ વાંચો- SSR Case: મિત્ર યુવરાજનો દાવો, ડ્રગ્સ એંગલમાં જબરદસ્તી ઘસેડવામાં આવે છે સુશાંતનું નામ

  શિવસેનાએ કંગનાનાં વિવાદને બહાને સંપૂર્ણ બોલિવૂડ પર પણ સવાલ કર્યાં છે. જે મુજબ જ્યારે પણ મુંબઇનું અપમાન થાય છે. કોઇ આ શહેરમાં બળાત્કાર કરે છે. ત્યારે આ સ્ટાર્સની ગર્દન ઝૂકી જાય છે.

  તે આ અપમાન વિરુદ્ધ એક શબ્દ નથી બોલતા. લેખમાં વધુ લખે છે. પછી મુંબઇ પર દરરોજ કોઇ બળાત્કાર કરે તો ચાલે. તે તમામે આ વાતનું એક ધ્યાન રાખવું જોઇએ કે, 'ઠાકરે'નાં હાથમાં મહારાષ્ટ્રની કમાન છે. આ સડક પર ઉતરી ભૂમિપુત્રોનાં સ્વભિમાન માટે બુમાબૂમ કરવાની આવશ્યક્તા આજે નથી.

  આ પણ વાંચો- SSR Death Case: NCBની મોટી કાર્યવાહી, શોવિક અને મિરાંડાને ડ્રગ્સ આપનાર પેડલરની ધરપકડ

  કંગના રનૌટ પર સાધ્યું નિશાન-
  સંજય રાઉતે ફરી એક વખત કંગના પર નિશાન સાધતા લખ્યું છે કે, 'તેનાં ગેરકાયદે નિર્માણ પર હથોડો માર્યો, તો તે મારું રામ મંદિર રહોવાનો ડ્રામા કરવા લાગી. પણ તેણે આ ગેરકાયદે નિર્માણ કાયદાનાં ઉલ્લંઘન કરીને બનાવ્યું હતું. તે તેનાં દ્વારા જાહેર કરાયેલાં 'પાકિસ્તાન'માં બનાવ્યું હતું. મુંબઇને પાકિસ્તાન કહેનારી તે 'પાકિસ્તાન'માં સ્થિત ગેરકાયદે નિર્માણ પર સર્જિકલ સ્ટ્રાઇકની છાતી પીટવી, આ કેવાં પ્રકારનો ખેલ છે?'
  Published by:Margi Pandya
  First published: